
હાઇકોર્ટ ઓફ ગુજરાત (High Court Of Gujarat) દ્વારા ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લા ન્યાયલયોમાં ડ્રાઈવર (Driver) પોસ્ટ માટે સીધી ભરતીની (Recruitment) જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારો તારીખ 16/05/2025 ના રોજથી hc-ojas.gujarat.gov.in ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકશે.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓના ન્યાયાલયોમાં ડ્રાઈવર પોસ્ટ માટેની સીધી ભરતીની કુલ 86 જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમ દ્વારા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ફક્ત ઓનલાઈન અરજીઓ મંગવવામાં આવે છે. ગુજરાત હાઇકોર્ટ ડ્રાઈવર ભરતી 2025 ની વિગતવાર માહિતી ઉમેદવારો નીચે વાંચી શકે છે.
ગુજરાત હાઇકોર્ટ ડ્રાઈવર ભરતી 2025
ભરતી બોર્ડ | હાઇકોર્ટ ઓફ ગુજરાત |
પોસ્ટનું નામ | ડ્રાઈવર |
જગ્યાઓ | 86 જગ્યાઓ |
અંતિમ તારીખ | 06/06/2025 |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
ઓફિશિયલ વેબસાઈટ | hc-ojas.gujarat.gov.in |
Join Telegram | Click Here |
Join WhatsApp | Click Here |
ડ્રાઈવર ભરતીમાં કુલ કેટલી જગ્યાઓ છે?
ગુજરાત હાઇકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલ ડ્રાઈવ કક્ષાની ભરતીમાં કુલ 86 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. જનરલ કેટેગરી – 64, એસસી કેટેગરી – 4, એસટી કેટેગરી – 6, એસસીબીસી કેટેગરી – 12, ઈડબલ્યુએસ કેટેગરી – 1 અને એક્સ સર્વિસ મેન માટે 1 જગ્યાઓ છે. જેમાં મહિલાઓ માટે જનરલમાં 8 જગ્યાઓ અને એસટી કેટેગરીમાં 1 જગ્યા છે.
કોણ કોણ કરી શકે છે અરજી?
સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 કે તેને સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલ હોય, ઉમેદવાર પાસે 3 વર્ષ જૂનું માન્ય લાઇટ અથવા તો હેવી મોટર ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા હોય, વાહન વ્યવહારને લગતી નિશાનીઓ, સિગ્નલ, વાહનની જાળવણી, સારસંભાળ અને મરામતને લાગતું જ્ઞાન હોય અને સરકારી અથવા ખાનગી સંસ્થા કે કોઈ વ્યક્તિ સાથે ડ્રાઇવિંગનો અંદાજે 5 વર્ષનો અનુભવ ધરાવતા હોય તે ઉમેદવારો અરજી કરી શકે છે.
પુરુષ ઉમેદવારની ઊંચાઈ 162 સેમી. ઊંચાઈ ધરાવતા હોવા જોઈએ. જેમાં અનુસૂચિત જનજાતિના ઉમેદવારોની 158 સેમી ઊંચાઈ ધરાવતા હોવા જોઈએ અને 5 સેમી છાતી ફુલાવ્યા બાદ 84 સેમીથી ઓછી છાતી ધરાવતા ન હોવા જોઈએ.
સ્ત્રી ઉમેદવારો માટે 158 સેમી ઊંચાઈ ધરાવતા હોવા જોઈએ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓની ઊંચાઈ 155 સેમી ધરાવતા હોવા જોઈએ.
ઉમેદવારને ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 23 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ હોવી જોઈએ. વય મર્યાદામાં કેટેગરી મુજબ છૂટછાટ આપવામાં આવશે.
પગાર ધોરણ અને અરજી ફી
આ પોસ્ટ માટે પગારધોરણ 19,900 થી 63,200 રાખવામાં આવ્યું છે. અરજી ફી ની વાત કરીએ તો સામાન્ય વર્ગના ઉમેદવારો માટે રૂપિયા 1000 સાથે બેંક ચાર્જિસ અને અન્ય તમામ વર્ગના ઉમેદવારો અને માજી સૈનિક ઉમેદવારો માટે રૂપિયા 500 સાથે બેંક ચાર્જિસ. ફી તમારે ઓનલાઈન ભરવાની રહેશે.
હાઇકોર્ટ ડ્રાઈવર ભરતી પરીક્ષા માળખું
ગુજરાત હાઇકોર્ટની ડ્રાઈવર ભરતીની પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે. એક હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા અને બીજી ડ્રાઇવિંગ/સ્કિલ ટેસ્ટ પ્રકારની પરીક્ષા. હેતુલક્ષી લેખિત પરીક્ષા 50 માર્કસની અને ડ્રાઇવિંગ પરીક્ષા 100 માર્કસની લેવામાં આવશે. હેતુલક્ષી લેખિત પરીક્ષામાં તમને 45 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે અને પ્રશ્નપત્રની ભાષા ગુજરાતી રહેશે. દરેક ખોટા ઉત્તરદીઠ 0.33 માર્કસ કાપવામાં અઆવશે.
હાઇકોર્ટ ડ્રાઈવર પરીક્ષા અભ્યાસક્રમ
ક્રમ | વિષય |
1 | ગુજરાતી ભાષા |
2 | સામાન્ય જ્ઞાન, રોજબરોજની ઘટનાઓ અને ગુજરાતની ભૂગોળ |
3 | પાયાનું ગણિત |
4 | વાહન/મોટરનું પાયાનું જ્ઞાન |
5 | વાહન/મોટરને લગતા કાયદાનું જ્ઞાન |
6 | ટ્રાફિક રૂલ્સ |
ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ
ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ કુલ 100 ગુણનો હશે.
ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ હાઇકોર્ટ નક્કી કરેલ ધારા ધોરણ મુજબ લેવામાં આવશે.
જેમાં નીચે મુજબના મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં આવશે.
- સ્ટાર્ટિંગ
- ફોરવર્ડ ડ્રાઇવિંગ
- ટર્નિંગ
- ઓવરટેકિંગ
- રિવરસિંગ
- પાર્કિંગ
- કાર મિકેનિક્સ, ઈલેક્ટ્રોનિક્સની પરિચિતતા અને સારસંભાળ અંગેનું જ્ઞાન
- સામાન્ય દ્રસ્ટીકોણ
- સુરક્ષા અને જવાબદારી
- રીતભાત અને વલણ
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવા માટે ગુજરાત હાઇકોર્ટ ઓજસ ની વેબસાઈટ ઉપર જઈને અરજી કરવાની રહેશે. જેની લિંક https://hc-ojas.gujarat.gov.in/ છે. ઓનલાઈન અરજી કરતાં પહેલા ઉમેદવારોએ સંપૂર્ણ વિગતો ઓફિશિયલ નોટિફિકેશનમાં વાંચી લેવાની રહેશે અને પછી જ અરજી કરવાની રહેશે. ગુજરાત હાઇકોર્ટ ડ્રાઈવર ભરતી 2025 ની નોટિફિકેશન માટે અહિયાં ક્લિક કરો અને ઓનલાઈન અરજી કરવા માટે અહિયાં ક્લિક કરો.