RRB ALP Vacancy: રેલ્વેમાં આસિસ્ટન્ટ લોકો પાઈલોટ ભરતી જાહેર, 9900 જગ્યાઓ, આજે જ અરજી કરો

RRB ALP Recruitment 2025: ભારતીય રેલ્વે ભરતી બોર્ડ (આરઆરબી) દ્વારા 29 માર્ચના રોજ આસિસ્ટન્ટ લોકો પાયલોટ (એએલપી) ભરતી 2025 ની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. આ ભરતીના ફોર્મ તારીખ 10 એપ્રિલ 2025 ના રોજ ભરવાના શરૂ થવાના હતા જેના બદલે હવે તારીખ 12 માર્ચ 2025 ના રોજથી ઓનલાઈન અરજી કરવાનું શરૂ થશે.

RRB Assistant Loco Pilot (ALP) Recruitment 2025

Assistant Loco Pilot Vacancy 2025: ભારતીય રેલ્વેમાં નોકરી કરવાનું સપનું જોઈ રહેલ ઉમેદવારો માટે ભારતીય રેલ્વે ભરતી બોર્ડ (આરઆરબી) દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલોટની ભરતી જાહેર કરી દેવામાં આવી છે. ઉમેદવારો જે તે ભરતી બોર્ડની વેબસાઈટ ઉપર જઈને અરજી કરી શકે છે. જાહેરાત ક્રમાંક CEN 01/2025 માટે ઉમેદવારો તારીખ 11/05/2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

આરઆરબી (RRB) આસિસ્ટન્ટ લોકો પાયલોટ (ALP) ભરતી 2025

ભરતી બોર્ડરેલ્વે ભરતી બોર્ડ
પોસ્ટનું નામઆસિસ્ટન્ટ લોકો પાયલોટ (એએલપી)
જગ્યાઓ9970 જગ્યાઓ
અંતિમ તારીખ11/05/2025
અરજીનો પ્રકારઓનલાઈન
ઓફિશિયલ વેબસાઈટhttps://rrbahmedabad.gov.in/
Join TelegramClick Here
Join WhatsAppClick Here

RRB ALP 2025: કુલ જગ્યાઓ

આરઆરબીઝોનકુલ જગ્યાઓ
અમદાવાદWR497
અજમેરNWR679
WCR141
અલહાબાદNR80
NCR508
ભોપાલWR46
WCR618
ભુવનેશ્વરECR928
બિલાસપુરSECR568
ચંડીગઢNR433
ચેન્નાઈSR362
ગોરખપુરNER100
ગુવાહાટીNFR30
જમ્મુ-શ્રીનગરNR8
કોલકતાSER262
ER458
મલદાER410
SER24
SCR22
મુંબઈCR376
WR342
મુઝફ્ફરપુરECR89
પટણાECR33
રાંચીECR578
SER635
સિકંદરાબાદSCR967
ECoR533
સીલીગુરીNFR95
તિરુવનંતપુરમSR148
કુલ9970

કોણ કરી શકે છે અરજી?

આ પોસ્ટ માટે એ ઉમેદવારો જ અરજી કરી શકે છે જેઓ 10 પાસ છે અને સાથે આઈટીઆઈ કરેલું છે. આઇટીઆઈમાં ફિટર, ઇલેક્ટ્રિશિયન, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, મિલરાઇટ/મેન્ટેનન્સ મિકેનિક, મિકેનિક (રેડિયો અને ટીવી), ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, મિકેનિક (મોટર વાહન), વાયરમેન, ટ્રેક્ટર મિકેનિક, આર્મેચર અને કોઇલ વાઇન્ડર, મિકેનિક (ડીઝલ), હીટ એન્જિન, ટર્નર, મશિનિસ્ટ, રેફ્રિજરેશન અને એર-કન્ડિશનિંગ મિકેનિક ટ્રેડ કરેલ હોય તેઓ અરજી કરી શકે છે.

ITI ની જગ્યાએ માન્ય સંસ્થામાંથી 10પાસ / SSLC વત્તા મિકેનિકલ / ઇલેક્ટ્રિકલ / ઇલેક્ટ્રોનિક્સ / ઓટોમોબાઇલ એન્જિનિયરિંગ (OR) માં ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોય તેઓ પણ અરજી કરી શકે છે. એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ હોય તેઓ પણ ઓનલાઈન અરજી કરી શકે છે.

આ ભરતીમાં અરજી કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ. આના સિવાય વધુ ઉંમર ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે નહીં. વયમર્યાદામાં કેટેગરી મુજબ છૂટછાટ આપવામાં આવે છે જે ઓફિશિયલ નોટિફિકેશનમાં ચેક કરી લેવું. વય મર્યાદા 1 જુલાઈ 2025 સુધીની માન્ય ગણવામાં આવશે.

આરઆરબી એએલપી 2025: પસંદગી પ્રક્રિયા

ભારતીય રેલ્વે ભરતી બોર્ડની આસિસ્ટન્ટ લોકો પાયલોટ ભરતી માટે નીચે મુજબની પસંદગી પ્રક્રિયા રહેશે.

  • (i) પ્રથમ તબક્કો CBT (CBT-1)
  • (ii) બીજા તબક્કો CBT (CBT-2)
  • (iii) કમ્પ્યુટર આધારિત યોગ્યતા પરીક્ષણ (CBAT)
  • (iv) દસ્તાવેજ ચકાસણી (DV) અને
  • (v) તબીબી પરીક્ષા (ME)

CBT-1 માં કુલ 60 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. જેમાં તમારે 75 પ્રશ્નો પૂછવામાં આવશે. 1/3 નેગેટિવ માર્કિંગ રાખવામાં આવશે. જેમાં ગણિત, મેન્ટલ એબીલીટી, જનરલ સાયન્સ અને જનરલ અવોરનેસ વિષયના પ્રશ્નો પૂછવામાં આવશે.

CBT-2 માં કુલ 2 કલાક 30 મિનિટનો સમયગાળો ઉમેદવારોને આપવામાં આવશે. જેમાં કુલ 2 પાર્ટમાં પરીક્ષા લેવામાં આવશે. પાર્ટ-1 માં કુલ 90 મિનિટમાં 100 પ્રશ્નો આવશે અને પાર્ટ-2 માં 60 મિનિટમાં કુલ 75 પ્રશ્નો પૂછવામાં આવશે. આમાં પણ 1/3 નેગેટિવ માર્કિંગ રહેશે.

CBT-2 માં પાર્ટ-1 માં ગણિત, જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગ, બેઝિક સાયન્સ અને એન્જિનિયરિંગ વિષયના પ્રશ્નો પૂછવામાં આવશે. પાર્ટ -2 માં ટ્રેડના વિષય મુજબ પ્રશ્નો પૂછવામાં આવશે.

પરીક્ષા ફી શું છે?

જનરલ કેટેગરી અને ઓબીસીમાં આવતા ઉમેદવારોએ રૂપિયા 500 પરીક્ષા ફી પેટે ભરવાના રહેશે. પરીક્ષા આપનાર તમામ જનરલ કેટેગરીના ઉમેદવારોને 400 રૂપિયા પાછા આપવામાં આવશે. SC, ST, ભૂતપૂર્વ સૈનિકો, મહિલા, ટ્રાન્સજેન્ડર, લઘુમતી અથવા આર્થિક રીતે પછાત વર્ગ (EBC) માં આવતા ઉમેદવારોએ રૂપિયા 250 ફી પેટે ભરવાના રહેશે. પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોને 250 રૂપિયા પાછા આપવામાં આવશે.

આ ભરતીમાં ફક્ત ઓનલાઈન માધ્યમ દ્વારા જ ફી સ્વીકારવામાં આવશે તેવું નોતીફકેશનમાં જનવવામાં આવ્યું છે. ઇન્ટરનેટ બેંકિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા UPI દ્વારા ઉમેદવાર ઓનલાઈન ફી ભરતી શકશે.

આ તારીખ સુધી કરી શકાશે ઓનલાઈન અરજી

ભારતીય રેલ્વે આસિસ્ટન્ટ લોકો પાયલોટની ભરતીમાં ઉમેદવારો તારીખ 12 એપ્રિલ 2025 થી લઈને તારીખ 11 મે 2025 સુધી ફક્ત ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન અરજી તારીખ 11 મે 2025 ના રાત્રિના 11:59 વાગ્યા સુધી જ કરી શકાશે અને ઉમેદવારો ફક્ત ઓનલાઈન અરજી દ્વારા જ અરજી કરી શકશે.

ઓનલાઈન અરજી ફી ભરવાની અંતિમ તારીખ 13 મે 2025 સુધી આપવામાં આવી છે. ત્યાં સુધી ઉમેદવારો પોતાની આસિસ્ટન્ટ લોકો પાયલોટ ભરતી 2025 ની ફી ભરી શકશે. આ સિવાય તારીખ 14 મે 2025 થી 23 મે 2025 સુધી ઉમેદવારોને ફોર્મમાં સુધારા વધારા કરવા માટેનો સમયગાળો આપવામાં આવશે. જેમાં તેઓ જે તે આરઆરબીની વેબસાઈટ ઉપર એકાઉન્ટ બનાવી ફી ભરી અને સુધારા વધારા કરી શકશે.

નોટિફિકેશન ક્યાંથી મેળવવી?

ભારતીય રેલ્વે ભરતી બોર્ડ (આરઆરબી) આસિસ્ટન્ટ લોકો પાયલોટ (એએલપી) ની ઓફિશિયલ નોટિફિકેશન ઉમેદવારો જે તે ભરતી બોર્ડની અધિકારીત વેબસાઇટ ઉપર જઈને મેળવી શકશે. ગુજરાત ઉમેદવારો RRB Ahmedabad માં ફોર્મ ભરવા ઇચ્છતા હોય ત્યાં તેઓ નોટિફિકેશન મેળવી શકશે અને ઓનલાઈન અરજી બંને કરી શકશે.

આસિસ્ટન્ટ લોકો પાયલોટ ભરતી 2025 ની નોતીફકેશન મેળવવા માંગતા ઉમેદવારો અહિયાં ક્લિક કરો અને આરઆરબી અમદાવાદમાં અરજી કરવા ઇચ્છતા ઉમેદવારો અહિયાં ક્લિક કરો. જો કોઈ ઉમેદવાર અલગ ભરતી બોર્ડમાં ફોર્મ ભરવા ઈચ્છે છે તો તેની અધિકારીત વેબસાઈટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

Share This Post!

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *