અમદાવાદ મહાનગરપાલિકામાં 10 પાસ ઉપર ડ્રાઈવર ભરતી 2025, ફાયર અને ઈમરજન્સી સર્વિસિસ ખાતામાં આવી ભરતી, વાંચો વિગતવાર માહિતી

AMC સહાયક ડ્રાઈવર કમ પંપ ઓપરેટર ભરતી 2025

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા હાલમાં જ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસ ખાતામાં સહાયક ડ્રાઈવર કમ પંપ ઓપરેટર ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ફક્ત ઓનલાઈન અરજી ahmedabadcity.gov.in વેબસાઈટના માધ્યમ દ્વારા મંગવવામાં આવે છે.

અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ ખાતા માટે નીચે આપેલ ખાલી જગ્યાઓ માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ 27/03/2025 ના રાત્રિના 23:59 વાગ્યા સુધીમાં ફક્ત ઓનલાઈન અરજીઓ મંગવવામાં આવે છે.

AMC ભરતી 2025

ભરતી બોર્ડઅમદાવાદ મહાનરપાલિક (AMC)
પોસ્ટનું નામડ્રાઈવર કમ પંપ ઓપરેટર
કુલ જગ્યાઓ58 જગ્યાઓ
અંતિમ તારીખ27/03/2025
અરજીનો પ્રકારઓનલાઈન
ઓફિશિયલ વેબસાઈટahmedabadcity.gov.in
ટેલિગ્રામ ચેનલઅહિયાં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપઅહિયાં ક્લિક કરો

આ પણ વાંચો: GNFSU જુનિયર ક્લાર્ક અને અન્ય જગ્યાઓ માટે ભરતી, 70 જગ્યાઓ

અમદાવાદ મહાનગરપાલિકા ડ્રાઈવર ભરતી 2025

પોસ્ટનું નામ

  • સહાયક ડ્રાઈવર કમ પંપ ઓપરેટર

કુલ જગ્યાઓ

  • બિન અનામત: 26
  • અનુસૂચિત જાતિ: 04
  • અનુસૂચિત જનજાતિ: 08
  • સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ: 15
  • આર્થિક રીતે નબળા વર્ગ: 05
  • કુલ: 58

શૈક્ષણિક લાયકાત

  • એસ.એસ.સી. પાસ (ધોરણ 10) અને 6 મહિનાનો ફાયરમેનનો કોર્ષ અથવા ડ્રાઈવર કમ પંપ ઓપરેટરનો કોર્ષ સરકાર માન્ય સંસ્થામાંથી અથવા આઈ.ટી.આઈ. કોલેજમાંથી પાસ કરેલ હોવો જોઈએ.
  • ફાયરમેન તરીકેનો પાંચ વર્ષનો ઓછામાં ઓછો અનુભવ અને ડ્રાઈવરનો ટ્રેડ ટેસ્ટ પાસ કરેલ.
  • પંપ ઓપરેશનની સંપૂર્ણ જાણકારી ધરાવતા હોવા જોઈએ.
  • હેવી પેસેન્જર, હેવી ગુડ્સ વ્હીકલનું લાયસન્સ 03 વર્ષ જૂનું હોવું જોઈએ.
  • તમામ વાહનો ચલાવવાની જાણકારી તેમજ પ્રાથમિક રિપેરિંગની જાણકારી હોવી જોઈએ.
  • ટ્રેડ ટેસ્ટમાં પાસ થવું ફરજિયાત છે.
  • સિલેક્શન થઈ ગયા પછી ત્રણ માસ વર્કશોપમાં ટ્રેનિંગ લેવાની રહેશે.
  • રોસ્ટરના નિયમો અને સિનિયોરિટી લિસ્ટના આધારે કાર્યવાહી કરવાની રહેશે.

ટ્રેડ ટેસ્ટ

  • ટ્રેડ ટેસ્ટમાં પાસ થવું ફરજિયાત છે.
  • સક્ષમ-સત્તા દ્વારા નક્કી કરેલ ટ્રેડ ટેસ્ટ પ્રમાણે અનુસરીને સ્થળ ઉપરથી ગાડી ચલાવીને નિયત કરેલ સ્થળ ઉપર લાવવી. ત્યારબાદ પંપ પીટીઓ ઓપરેશન કરી બતાવવાનું રહેશે.
  • જે-તે વાહનના એન્જિનની પ્રાથમિક માહિતી હોવી જરૂરી રહેશે.

શારીરિક લાયકાત

  • ઊંચાઈ: ઓછામાં ઓછી 165 સેમી.
  • મૂળ ગુજરાતના અનુસૂચિત જન જાતિના ઉમેદવારો માટે ઓછામાં ઓછી 162 સેમી.
  • વજન: ઓછામાં ઓછું 50 કિલોગ્રામ
  • છાતી: ફુલાવ્યા વગર: 76 સેમી અને ફુલાવ્યા બાદ 81 સેમી. (બંને વચ્ચેનો તફાવત 5 સેમીનો હોવો જોઈએ.)
  • આંખની અન્ય ખામી જેવી કે કલર બ્લાઈન્ડનેસ અને ત્રાંસી આંખ ન હોવી જોઈએ.

D.C.O. તરીકેની ફરજ બજાવવામાં બાધારૂપ કોઈપણ જાતની ખોડ ખાંપણ ન હોવી જોઈએ. જેવી કે ફ્લેટ ફિટ, નોકવિઝ, પીઝીયન ચેસ્ટ, ખુંધ, અસામાન્ય શારીરિક વર્તણૂક બહેરાશ

પગારધોરણ

હાલ ફિક્સ વેતન રૂપિયા 26,000 ત્રણ વર્ષ સુધી ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ, લેવલ 4 પે મેટ્રીક્સ રૂપિયા 25,500/81,100 ની ગ્રેડમાં બેઝિક + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં.

વય મર્યાદા

  • 35 વર્ષથી વધુ નહીં સિવાય કે અમદાવાદ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા હોય.

ઉંમર, લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજની ગણવામાં આવશે. માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટમાં ગ્રેડ દર્શાવેલ હોય તો તેનું સમકક્ષ ટકામાં માન્ય યુનિવર્સિટીનું કન્વર્ઝન કોષ્ટક રજૂ કરવાનું રહેશે.

અરજી ફી

ઓનલાઈન અરજી કરતી વખતે ફક્ત બિન અનામત વર્ગના તમામ ઉમેદવારોએ અરજી ફી રૂપિયા 500 અને અન્ય તમામ વર્ગના ઉમેદવારોએ અરજીદીઠ રૂપિયા 250 ફી પેઠે ભરવાના રહેશે. દિવ્યાંગ જન વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે નહીં.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ AMC ની અધિકારીત વેબસાઇટ amcmodules.ahmedabadcity.gov.in/ ઉપર જવાનું રહેશે. ત્યાં જઈને સહાયક ડ્રાઈવર કમ પંપ ઓપરેટર લખ્યું હશે ત્યાં Apply Now ઉપર ક્લિક કરવાનું રહેશે. આ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા માટે અહિયાં ક્લિક કરો.

Share This Post!

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *