GSSSB Revenue Talati Bharti 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તારીખ 23/05/2025 ના રોજ રેવેન્યુ તલાટી (મહેસૂલી તલાટી) ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ગ્રેજ્યુએટ થયેલ તમામ ઉમેદવારો આ ભરતીમાં તારીખ 26/05/2025 ના રોજથી ઓજસ વેબસાઈટના માધ્યમ દ્વારા ફક્ત ઓનલાઈન અરજી કરી શકે છે.

છેલ્લા ઘણા સમયથી મહેસૂલી તલાટી ભરતી 2025 અંગેની ઘણી બધી ચર્ચાઓ વિવિધ સોશિયલ મીડીયા માધ્યમો અને ન્યૂઝ ચેનલો ઉપર થતી હતી. અંતે મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેકટર કચેરી હસ્તકની મહેસૂલી તલાટી વર્ગ-3 સંવર્ગની વિવિધ જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમ દ્વારા ભરતી પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગવવામાં આવે છે.
રેવેન્યુ તલાટી ભરતી 2025
ભરતી બોર્ડ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
પોસ્ટનું નામ | મહેસૂલી તલાટી |
જગ્યાઓ | 2389 જગ્યાઓ |
અંતિમ તારીખ | 10/06/2025 |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
ઓફિશિયલ વેબસાઈટ | ojas.gujarat.gov.in |
Join Telegram | Click Here |
Join WhatsApp | Click Here |
મહેસૂલી તલાટી ભરતી 2025 કુલ જગ્યાઓ
ક્રમ | જિલ્લો | જગ્યાઓ |
1 | અમદાવાદ | 113 |
2 | અમરેલી | 76 |
3 | અરવલ્લી | 74 |
4 | આણંદ | 77 |
5 | કચ્છ | 109 |
6 | ખેડા | 76 |
7 | ગાંધીનગર | 13 |
8 | ગીર સોમનાથ | 48 |
9 | છોટાઉદેપુર | 135 |
10 | જામનગર | 60 |
11 | જુનાગઢ | 52 |
12 | ડાંગ | 43 |
13 | દાહોદ | 85 |
14 | તાપી | 63 |
15 | દેવભૂમિ દ્વારકા | 20 |
16 | નર્મદા | 59 |
17 | નવસારી | 52 |
18 | પંચમહાલ | 94 |
19 | પાટણ | 48 |
20 | પોરબંદર | 36 |
21 | બનાસકાંઠા | 110 |
22 | બોટાદ | 27 |
23 | ભરૂચ | 104 |
24 | ભાવનગર | 84 |
25 | મહીસાગર | 70 |
26 | મહેસાણા | 33 |
27 | મોરબી | 57 |
28 | રાજકોટ | 98 |
29 | વડોદરા | 105 |
30 | વલસાડ | 75 |
31 | સાબરકાંઠા | 81 |
32 | સુરેન્દ્રનગર | 85 |
33 | સુરત | 127 |
કુલ | 2389 |
રેવેન્યુ તલાટી વય મર્યાદા 2025
આ ભરતી માટે વય મર્યાદા જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. અરજી કરવાની અંતિમ તારીખ 10/06/2025 છે તો તે તારીખ સુધી તમારી ઉંમર ગણવામાં આવશે. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ સુધીની હોવી જોઈએ તો જ તેઓ આ મહેસૂલી તલાટી 2025 ની ભરતીમાં અરજી કરી શકે છે.
અનામત વર્ગમાં આવતા ઉમેદવારોને નીચે મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
કેટેગરી | છૂટછાટ | મહત્તમ વયમર્યાદા |
સામાન્ય કેટેગરીનાં મહિલા ઉમેદવારોને | પ વર્ષ | – |
અનામત કેટેગરીનાં પુરુષ ઉમેદવારોને | ૫ વર્ષ | – |
અનામત કેટેગરીનાં મહિલા ઉમેદવારોને (૫+૫=૧૦) | ૧૦ વર્ષ | (મહત્તમ ૪૫ વર્ષની મર્યાદામાં) |
સામાન્ય કેટેગરીનાં દિવ્યાંગતા ધરાવતાં પુરુષ ઉમેદવારોને | ૧૦ વર્ષ | (મહત્તમ ૪૫ વર્ષની મર્યાદામાં) |
સામાન્ય કેટેગરીનાં દિવ્યાંગતા ધરાવતાં મહિલા ઉમેદવારોને (૧૦+૫=૧૫) | ૧૫ વર્ષ | (મહત્તમ ૪૫ વર્ષની મર્યાદામાં) |
અનામત કેટેગરીનાં દિવ્યાંગતા ધરાવતાં પુરુષ ઉમેદવારો (૫+૧૦=૧૫) | ૧પ વર્ષ | (મહત્તમ ૪૫ વર્ષની મર્યાદામાં) |
અનામત કેટેગરીનાં દિવ્યાંગતા ધરાવતાં મહિલા ઉમેદવારો (૫+૧૦+૫=૨૦) | ૨૦ વર્ષ | (મહત્તમ ૪૫ વર્ષની મર્યાદામાં) |
માજી સૈનિક ઉમેદવારો | ઉ૫લી વયમયાાદામાં તેઓએ બજાવેલી ફરજના સમયગાળા ઉ૫રાંત ત્રણ વર્ષ સુધીની છૂટછાટ મળશે. |
મહેસૂલી તલાટી પગાર ધોરણ 2025
સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ રેવેન્યુ તલાટી ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે માસિક 26,000 રૂપિયા પગાર આપવામાં આવશે. પાંચ વર્ષ બાદ ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં સાતમા પગારપંચના પગારધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે.
મહેસૂલી તલાટી શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત માન્ય યુનિવર્સિટીઓ પૈકી કોઈપણમાંથી અથવા તે તરીકે માન્યા થયેલી અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતક ની પદવી (ગ્રેજ્યુએટ) ધરાવતા હોવા જોઈએ અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈશે.
કોલેજના અંતિમ વર્ષના અંતિમ સેમિસ્ટરમાં હોય અને તેમનું પરિણામ આવવાનું બાકી હોય અથવા તો પરીક્ષા લેવાની બાકી હોય તો તેઓ પણ અરજી કરી શકે છે. પણ આ ભરતીની દસ્તાવેજ ચકાસણી સમયે તેઓએ તેમનું ગ્રેજ્યુએટ થયેલ ડિગ્રી સર્ટિફિકેટ બતાવવાનું રહેશે. સર્ટિફિકેટ રજૂ નહીં કરી શકે છે તો તેઓ આ ભરતીમાં પસંદગી પામવાને લાયક નહીં રહે.
ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય નિયમો) માં ઠરાવ્યા મુજબ ઉમેદવારને કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ. વધુમાં ઉમેદવારને ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું પણ જરૂરી છે.
રેવેન્યુ તલાટી પરીક્ષા ફી
બિન અનામત વર્ગ | અનામત વર્ગ (તમામ કેટેગરીની મહિલા સા.શૈ.પ.વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આ.ન.વર્ગ, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ઉમેદવારો) | |
પ્રાથમિક પરીક્ષા | રૂ. ૫૦૦/- | રૂ. ૪૦૦/- |
The fees paid shall be refunded to those candidates who have appeared for the examination and obtained not less than 40% of marks in the Preliminary Examination. The candidate who is declared qualified for the Main Examination on the basis of the result of the Preliminary Examination by the Board, shall not be required to pay any fee for the Main Examination. |
મહેસૂલી તલાટી સિલેબસ 2025
મહેસૂલ વિભાગના જાહેરનામાં મુજબ મહેસૂલી તલાટીની જગ્યાઓ ભરવા માટે ઠરાવેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે. એક તબક્કામાં હેતુલક્ષી (MCQ) પ્રકારના પ્રશ્નોવાળી CBRT/OMR પદ્ધતિની પરીક્ષા લેવામાં આવશે. મુખ્ય પરીક્ષા વરણાત્મક સ્પર્ધાત્મક પરીક્ષા તરીકે લેવામાં આવશે.
રેવેન્યુ તલાટી પ્રિલિમ પરીક્ષાનો સીલેબસ (MCQ)
Sr. No. | Subject | Marks |
1 | Gujarati | 20 Marks |
2 | English | 20 Marks |
3 | Polity/Public Administration, Economics | 30 Marks |
4 | History, Geography, Culture Heritage | 30 Marks |
5 | Environment, Science and Information Technology | 30 Marks |
6 | Current Affairs | 30 Marks |
7 | Maths and Reasoning | 40 Marks |
Total | 200 Marks |
પ્રાથમિક પરીક્ષા કુલ 200 પ્રશ્નોની રહેશે. જેમાં એક પ્રશ્નનો 1 ગુણ એમ કુલ 200 પ્રશ્નો રહેશે. આમાં તમને કુલ 180 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. આ પરીક્ષામાં પાંચ વિકલ્પો આપવામાં આવશે જેમાંથી ઉમેદવારે કોઈપણ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે. જો પરીક્ષા CBRT પદ્ધતિથી લેવામાં આવશે તો તેમાં કુલ ચાર વિકલ્પો આપવામાં આવશે. પ્રત્યેક ખોટા પ્રશ્નદીઠ 0.25 નેગેટિવ માર્કસ કાપવામાં આવશે.
રેવેન્યુ તલાટી મુખ્ય પરીક્ષાનો સીલેબસ
Paper No. | Subject | Mark | Duration |
1 | Gujarati Language Skill | 100 | 3 Hours |
2 | English Language Skill | 100 | 3 Hours |
3 | General Studies | 150 | 3 Hours |
Total | 350 |
અરજી કરવાની રીત
રેવેન્યુ તલાટી ભરતી ની આ જાહેરાતના સંદર્ભમાં માત્ર ઓનલાઈન અરજીઓ જ સ્વીકારવામાં આવશે. ઉમેદવારો આ ભરતીમાં તારીખ 26/05/2025 બપોરના 2 વાગ્યાથી તારીખ 10/06/2025 ના રાત્રિના 11:59 કલાક સુધી https:// ojas.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે. એક જ જાહેરાત અન્વયે એક કરતાં વધુ અરજી કરનાર ઉમેદવારોના કિસ્સામાં સૌથી છેલ્લી કન્ફર્મ થયેલી અરજી સાથે નિયત ફી ભરેલ હશે તે જ અરજી માન્ય ગણવામાં આવશે. જો ઉમેદવારે એકથી વધુ અરજી સાથે ફી ભરેલ હશે, તો તે રિફંડ કરવામાં આવશે નહીં.
મહત્વની લિંકસ
નોટિફિકેશન | અહિયાં ક્લિક કરો |
ઓનલાઈન અરજી | અહિયાં ક્લિક કરો |
આ પણ વાંચો: HC-OJAS: હાઇકોર્ટ ઓફ ગુજરાત ડ્રાઈવર ભરતી જાહેર, વાંચો વિગતવાર માહિતી