
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2025 માં યોજાયેલ ધોરણ 12 HSC બોર્ડની પરીક્ષા અને ગુજકેટ નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. બોર્ડની પરીક્ષા આપેલ વિધાર્થીઓ તારીખ 5 મે 2025 ના સવારે 10:30 કલાકે ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org ઉપરથી જોઈ શકાશે.
રાજ્યના શિક્ષણમંત્રી શ્રી કુબેર ડીંડોર દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા બોર્ડની પરીક્ષાના પરિણામ અંગે માહિતી આપવામાં આવી હતી. આ પરીક્ષામાં લાખો વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મોંટા ભાગના પરીક્ષા સેન્ટર ઉપર શાંતિપૂર્વક પરીક્ષા પૂર્ણ કરવામાં આવી હતી.
ધોરણ 12 HSC વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2025 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર તારીખ 05/05/2025 ના રોજ વિધાર્થીમિત્રો પોતાનું પરિણામ જોઈ શકશે.
ગુજરાત બોર્ડ દ્વારા હવેથી વોટ્સએપ દ્વારા પરિણામ ચેક કરી શકાય તેવી સુવિધા પણ આપવામાં આવે છે. જેમાં ઉમેદવાર પોતાનો સીટ નંબર વોટ્સએપમાં નાખી અને પોતાનું પરિણામ ચેક કરી શકે છે. આ માટે ઉમેદવારોએ ગુજરાત બોર્ડના ઓફિશિયલ વોટ્સએપ નંબર 6357300971 ઉપર પોતાનો સીટ નંબર મોકલી પોતાનું પરિણામ ચેક કરી શકે છે.
ધોરણ 12 બોર્ડનું પરિણામ કેવી રીતે ચેક કરવું?
વિધાર્થીઓ પોતાનું પરિણામ ચેક કરવા માટે 2 વિકલ્પ છે. એક વોટ્સએપ દ્વારા અને એક વેબસાઈટના માધ્યમ દ્વારા. વિધાર્થીઓ પોતાનું પરિણામ નીચે મુજબના સ્ટેપ દ્વારા ચેક કરી શકશે.
વેબસાઈટના માધ્યમ દ્વારા ચેક કરો:-
1) સૌપ્રથમ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ gseb.org ઉપર જાઓ.
2) હવે ત્યાં તમને પોતાનો સીટ નંબર નાખવાનું કહેશે.
3) તમારો સીટ નંબર નાખી અને Go ઉપર ક્લિક કરો.
4) હવે તમને તમારું પરિણામ તમારી સ્ક્રીન ઉપર દેખાશે.
વોટ્સએપના માધ્યમ દ્વારા ચેક કરો
1) ઉમેદવારોએ સૌપ્રથમ બોર્ડનો ઓફિશિયલ વોટ્સએપ નંબર તેમના મોબાઈલમાં સેવ કરવાનો રહેશે.
2) આ નંબર 6357300971 તમારા મોબાઈલમાં સેવ કરો.
3) હવે વોટ્સએપ ખોલો અને જે નામથી નંબર સેવ કર્યો હતો તેમાં જાઓ
4) હવે તમારો આખો સીટ નંબર દાખલ કરો.
5) સીટ નંબર નાખતાની સાથે જ તમને તમારું પરિણામ દેખાશે.
આમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા વિધાર્થીઓ વોટ્સએપ અને વેબસાઇટના માધ્યમ દ્વારા પરિણામ જોઈ શકે તેવી સુવિધા આપવામાં આવી છે. વિધાર્થીઓ પોતાનું પરિણામ તારીખ 5 મે 2025 ના રોજ સવારે 10:30 કલાકથી જોઈ શકશે. ધોરણ 12 HSC સાયન્સ, આર્ટસ, કોમર્સ અને ગુજકેટનું પરિણામ જાહેર થશે.