RRB Group D Recruitment: સૌપ્રથમ રેલવે ગ્રુપ ડી ભરતી 2025 ની વાત કરીએ તો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (આરઆરબી) દ્વારા કુલ 32,438 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. અરજીની વાત કરીએ તો ઉમેદવારો કોઇપણ ઝોનમાં ઓનલાઈન અરજી કરી શકે છે. ગુજરાતના ઉમેદવાર આરઆરબી અમદાવાદની વેબસાઈટ ઉપર જઈને અરજી કરી શકે છે.
રેલવે ભરતી બોર્ડ દ્વારા જે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે તે જાહેરાત ક્રમાંક (CEN 08/2024) માટે ઉમેદવારો ઓનલાઈન અરજી દ્વારા તારીખ 23/01/2025 થી 22/02/2025 સુધી અરજી કરી શકે છે.
આરઆરબી ગ્રુપ ડી ભરતી 2025
ભરતી બોર્ડ | રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (આરઆરબી) |
પોસ્ટનું નામ | ગ્રુપ ડી પોસ્ટસ |
કુલ જગ્યાઓ | 32,438 જગ્યાઓ |
અંતિમ તારીખ | 22/02/2025 |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
ઓફિશિયલ વેબસાઈટ | indianrailways.gov.in |
ટેલિગ્રામ ચેનલ | અહિયાં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપ | અહિયાં ક્લિક કરો |
ગ્રુપ ડી ભરતી 2025
ભારતીય રેલવેમાં વિવિધ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરવાની તારીખ 22/01/2025 થી 22/02/2025 સુધીની છે. કુલ એક મહિના જેટલો સમયગાળો ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવે છે. છેલ્લી તારીખની રાહ જોયા વિના અરજી કરી દેવી જેથી ફોર્મ ભરવાનું રહી ન જાય. ફી ભરવાની અંતિમ તારીખ 23/24 છે.
અરજી કરતી વખતે તમારા ફોર્મમાં કોઈ ભૂલ થઈ હોય તો તે સુધારવા માટે સમય આપવામાં આવે છે. જે તમે તેમાં સુધારા વધારા તારીખ 25/02/2025 થી 06/03/2025 સુધી સુધારા કરી શકો છો.
ગ્રુપ ડી ભરતી 2025 પાત્રતા માપદંડો
સૌપ્રથમ પાત્રતાની વાત કરી તો 18 થી 36 વર્ષ સુધીની ઉંમરના ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે. આ ભરતી માટે નો બેઝિક પગાર 18,000 છે. તમે જ્યારે નોકરી લાગો છો તો સાતમા પગારપંચ મુજબ 30,000 થી 35,000 સુધીનો પગાર હોય છે. જો આઠમું પગારપંચ લાગુ પડી જાય છે તો તમારો કુલ પગાર નોકરી લાગો ત્યારે 40,000 થી 45,000 ની આસપાસનો રહેશે.
ગ્રુપ ડી લાયકાતની વાત કરી તો ધોરણ 10 પાસ કર્યું હોય તે અથવા તો આઇટીઆઈ પાસ હોય તે બધા જ ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.
અરજી ફી
અરજી ફી ની વાત કરીએ તો જનરલ અને ઓબીસી કેટેગરીમાં અરજી ફી રૂપિયા 500 રાખવામાં આવી છે. જેમાંથી જે ઉમેદવારો પરીક્ષા આપવા જશે તેમને 400 રૂપિયા રિફંડ આપવામાં આવશે. આ સિવાયના તમામ કેટેગરીના ઉમેદવારોની અરજી ફી રૂપિયા 250 રાખવામાં આવી છે. જેમાંથી તમામ રૂપિયા એટલે કે 250 રૂપિયા પરીક્ષા આપવા જનાર ઉમેદવારોને રિફંડ આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રક્રિયા કુલ 4 પ્રકારે યોજવામાં આવશે. જેના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. તેની વિગતવાર માહિતી નીચે આપેલી છે.
- કોમ્પ્યુટર બેસ્ડ ટેસ્ટ (CBT)
- ફિઝિકલ એફિયન્સી ટેસ્ટ (PET)
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV)
- મેડિકલ એક્ઝામિનેશન (ME)
આમાંથી ઉમેદવારોએ સૌથી અગત્યની પરીક્ષા કોમ્પ્યુટર ટેસ્ટ એટલે કે તમારું પેપર કોમ્પ્યુટર ઉપર આપવાનું રહેશે જેમાં માર્કસ લાવાના રહેશે. બીજી તમામ પરીક્ષાઓ માત્ર પાસ થવા માટે જ છે. તેના ગુણ મેરીટ માટે ગણવાના નથી. માત્ર પાસ થવા માટે જ છે. માટે CBT માં તમારે સૌથી વધારે મહેનત કરી અને મેરીટ લાવવાનું રહેશે.
કોમ્પ્યુટર બેસ્ડ ટેસ્ટ (CBT)
જનરલ સાયન્સ | 25 |
ગણિત | 25 |
જનરલ ઇન્ટેલીજન્સ અને રિઝનિંગ | 30 |
જનરલ અવોરનેસ અને કરંટ અફેર્સ | 20 |
કુલ ગુણ | 100 માર્કસ |
સમય | 90 મિનિટ |
ફિઝિકલ એફિયન્સી ટેસ્ટ (PET)
શારીરિક કસોટીમાં પુરુષ ઉમેદવારોએ 35 કિલો વજન ઉપાડીને 100 મીટર અંતર 2 મિનિટમાં પૂરું કરવાનું રહેશે. આ બાદ 1000 મીટર અંતર દોડીને 4 મિનિટ અને 15 સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે.
મહિલા ઉમેદવારોએ કુલ 20 કિલો વજન ઉપાડીને 100 મીટર અંતર 2 મિનિટમાં પૂરું કરવાનું રહેશે. ત્યારબાદ 1000 મીટર અંતર દોડીને 5 મિનિટ અને 40 સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે.
આરઆરબી ગ્રુપ ડી હેલ્પ લાઇન નંબર
આ નંબર તમારા માટે ખાસ છે જ્યારે તમને કોઇપણ પ્રકારની મુંજવણ હોય તો તમે પૂછી શકો છો. જે તમારે કામકાજના દિવસોમાં તેનો સંપર્ક કરવાનો રહેશે અને તે પણ સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી.
ઈમેઈલ: rrb.help@csc.gov.in
ફોન: 0172 – 565-3333 અને 9592001188
ગ્રુપ ડી માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- ઓનલાઈન અરજી કરવા માટે જે તે ઝોનની વેબસાઇટ ઉપર જઈને અરજી કરવાની રહેશે.
- ગુજરાતના ઉમેદવારો આરઆરબી અમદાવાદની વેબસાઈટ ઉપર જઈને અરજી કરી શકશે.
- ઉમેદવારોએ https://rrbahmedabad.gov.in/ લિંક ખોલવાની રહેશે.
- ત્યારબાદ CEN 08/2024 લખ્યું હશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમને વિવિધ લિંકસ દેખાશે તેમાંથી 4 નંબરની લિંક ઓનલાઈન એપ્લિકેશન લખ્યું હશે તેના ઉપર જવાનું રહેશે.
- હવે તમને નીચે નોટિફિકેશનની લિંક આપેલી હશે ત્યાંથી નોટિફિકેશન વાંચી શકો છો અને સૌથી ઉપર જોશો તો લાલ કલરમાં Apply લખ્યું હશે ત્યાં ક્લિક કરવાનું રહેશે.
- ક્લિક કર્યા બાદ બે ઓપ્શન આવશે જો તમારી પાસ પહેલેથી એકાઉન્ટ હોય તો બીજા નંબરનો ઓપ્શન સિલેકટ કરવાનો રહેશે અને આ પહેલા તમે ક્યારેય ફોર્મ ભર્યું નથી રેલ્વેની કોઇપણ ભરતીમાં તો તમારે Create એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે.
- આ પછી તમારે લૉગઈન થઈ વિગતો બધી જ ભરી અને અરજી કરવાની રહેશે.
ગ્રુપ ડી ભરતી 2025 અગત્યની લિંક
ઓફિશિયલ નોટિફિકેશન | Click Here |
ઓનલાઈન અરજી કરો | Click Here |
અમારા સાથે જોડાઓ
Telegram | Click Here |
Click Here | |
Click Here | |
Click Here | |
Click Here | |
Sharechat | Click Here |
Ralva
Good
Gujju help
Im 12 pass mar h 2022
My date of birth.1.6.2006
18 Year To 36 Year Age Limit
Karan
Ha
Relve police
Railway Group D Recruitment
Computer operator
Nice bharti
Nice
Exam date ?? Please type…..
The CBT Exam is expected to be conducted in July/August 2025.