RPF Admit Card 2025: આરપીએફ કોન્સ્ટેબલ પરીક્ષાના એડમીટ કાર્ડ જાહેર

RRB RPF Admit Card 2025 Out: ભારતીય રેલ્વે ભરતી બોર્ડ (RRB) દ્વરા નોટીફીકેશન જાહેર કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ઉમેદવારો તારીખ ૨૧/૦૨/૨૦૨૫ ના રોજ થી તેમના રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) કોન્સ્ટેબલ પરીક્ષાના એડમીટ કાર્ડ (Admit Card 2025) ડાઉનલોડ કરી શકશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

RPF Constable Exam Admit Card 2025 Out
RPF Constable Exam Admit Card 2025 Out

રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) માં કુલ 4000+ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી અને આ માટે કોમ્પ્યુટર ટેસ્ટ આધારિત પરીક્ષા દેશના વિવિધ સેન્ટરો ખાતે તારીખ 02 માર્ચ 2025 થી તારીખ 20 માર્ચ 2025 સુધી કુલ ત્રણ શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવશે. જે ઉમેદવારોએ આ ભરતીમાં ફોર્મ ભર્યું હોય તે અહીંથી તેમના એડમીટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

રેલ્વે કોન્સ્ટેબલ ભરતી માટે 21 ફેબ્રુઆરીના રોજથી ઓનલાઈન પરીક્ષાની સીટી સ્લીપ એટલે કે એડમીટ કાર્ડ જાહેર કરી દેવામાં આવ્યા છે. જે ઉમેદવારોની પરીક્ષા 2 માર્ચથી શરુ થવાની છે તે અધિકારિત વેબસાઈટ rrb.digilam.com ઉપર જઈને ડાઉનલોડ કરી શકે છે. તમે RRB ની કોઈપણ વેબસાઈટ ઉપર જઈને RPF Admit Card 2025 ડાઉનલોડ કરી શકો છો.

RPF પરીક્ષા પધ્ધતિ

RPF ની પરીક્ષામાં તમારે કુલ 90 મિનીટનો સમયગાળો આપવામાં આવશે. ઉમેદવારોએ કુલ 120 પ્રશ્નોના જવાબ કોમ્પ્યુટર બેઝ પરીક્ષા દ્વારા આપવાના રહેશે અને દરેક પ્રશ્નનો એક માર્ક રહેશે. આ પરીક્ષામાં ખોટા પ્રશ્ન દીઠ 1/3 (વન થર્ડ) નેગેટીવ માર્ક્સ કાપવામાં આવશે. જે પ્રશ્નનો જવાબ તમે આપતા નથી તો તેના કોઈ માર્ક્સ આપવમાં આવશે નહિ અને તેના માર્ક્સ પણ કાપવામાં આવશે નહિ.

RPF પસંદગી પ્રક્રિયા

  • CBT (કમ્પ્યુટર આધારિત ટેસ્ટ)
  • શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET)
  • શારીરિક માપન પરીક્ષણ (PMT)
  • દસ્તાવેજ ચકાસણી (DV)

RPF ભરતી 2025

રેલ્વે રીક્રુટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા વર્ષ 2025 દરમિયાન કુલ 4208 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. વધુ માહિતી માટે ઉમેદવારો જે તે વિભાગની આરઆરબીની વેબસાઈટ ઉપર જઈને જોઈ શકો છો. પરીક્ષા વૈકલ્પિક લેવાશે અને કુલ 120 માર્ક્સની રહેશે અને 1.5 કલાકનો સમયગાળો તમને આપવામાં આવશે.

RPF કોન્સ્ટેબલ પરીક્ષા સમય

કુલ ત્રણ શિફ્ટમાં આ પરીક્ષા યોજવામાં આવશે. કુલ 90 મિનીટનો સમયગાળો તમને આપવામાં આવશે અને દરેક ઉમેદવારે પરીક્ષા સમયના દોઢ કલાક પહેલા પોતાના પરીક્ષા સ્થળ ઉપર પહોચી જવાનું રહેશે.

શિફ્ટરીપોર્ટીંગ સમયપરીક્ષા શરુપરીક્ષા પૂર્ણ
સવાર (શિફ્ટ 1)07:30 AM09:00 AM10:30 AM
બપોર (શિફ્ટ 2)11:00 AM12:30 PM02:00 PM
સાંજ (શિફ્ટ 3)03:00 PM04:30 PM06:00 PM

ઉમેદવારોએ પોતાની શિફ્ટના 90 મિનીટ પહેલા પરીક્ષા કેન્દ્ર ઉપર પહોચી જવું. પરીક્ષા 2 માર્ચ 2025 થી 20 માર્ચ 2025 સુધી યોજવામાં આવશે.

RPF કોન્સ્ટેબલ એડમીટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવા

  • સૌપ્રથમ તમારા વિભાગની RRB ની વેબસાઈટ ઉપર જાઓ.
  • ત્યાં તમને CEN RPF 02/2024 (Constable) લખેલું દેખાશે તેના ઉપર ક્લિક કરો.
  • હવે તમે એક નવા ટેબ ઉપર જશો અને ત્યાં તમને રજીસ્ટ્રેશન નંબર અને જન્મતારીખ નાખવા કહેશે.
  • આટલું નાખ્યા બાદ લોગઇન બટન ઉપર ક્લિક કરો.
  • હવે તમને તમારું એડમીટ કાર્ડ દેખાશે જે ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢવી લેવું.

Direct Link To Download RPF Admit Card 2025

આ પણ વાંચો!

અમારા સાથે જોડાઓ

TelegramClick Here
WhatsAppClick Here
InstagramClick Here
FacebookClick Here
TwitterClick Here
SharechatClick Here

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *