PSI Result 2025: પોલીસ ભરતી પીએસઆઈ શારીરિક કસોટીનું પરિણામ જાહેર, ચેક કરો ફટાફટ અહિયાથી

GPRB LRD PSI Result 2025

ગુજરાત પોલીસ ભરતીને લઈને એક મહત્વના સમાચાર બહાર આવી રહ્યા છે. ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ LRD Gujarat અને GPRB Gujarat ઉપર પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ – PSI) નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો નીચે આપેલ લિંક દ્વારા PSI Result 2025 ચેક કરી શકે છે.

વધુમાં ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જણાવવામાં આવ્યું છે કે તારીખ 08 જાન્યુઆરી 2025 થી રાજ્યના કુલ 15 કેન્દ્રો ઉપર બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર સંવર્ગની શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે શારીરિક કસોટી પૂર્ણ થયેલ હોવાથી આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે.

શારીરીક કસોટી અંગે દોડ કસોટી અને શારીરિક માપ કસોટીની તા.૧૫/૦૨/૨૦૨૫ સુધીમાં મળેલ તમામ અરજીઓ પૈકી દોડ કસોટીનીઅરજીઓમાં RFID Lap Data અને CCTV કેમેરાના રેકોડીંગ સાથે ચકાસણી કરવામાં આવેલ છે અને શારીરિક માપ કસોટીમાં ઉંચાઇના ફોટોગ્રાફ સાથે ચકાસણી કરવામાં આવેલ છે. ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગની શારીરીક કસોટીનું પરીણામ જાહેર કરવામાં આવેલ છે.

ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઇ૫ણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક, કલેરીકલ અથવા બીજી કોઇ૫ણ ભૂલના લીઘે લાયક ગણવામાં આવેલ હશે કે ૫સંદ કરવામાં આવેલ હશે, તો કોઈપણ‍ તબક્કે તે રદ થવા‍પાત્ર રહેશે. જે તમામને બંધનકર્તા રહેશે.

સરકારશ્રી / નામદાર સુપ્રીમ કોર્ટ/ નામદાર હાઇ કોર્ટ તરફથી વખતો વખત જે ચૂકાદો/ નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.

જો કોઇ ઉમેદવારને શારીરીક કસોટીના પરિણામની વિગતો અંગે કોઇ વાંધો કે રજુઆત હોય તો અરજી સાથે કોલલેટરની નકલ સામેલ રાખી જરૂરી પુરાવા સાથે તા.૨૨/૦૨/૨૦૨૫ સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૨, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર – ૩૮૨૦૦૭ ખાતે રૂબરૂમાં અથવા રજી.પો.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરીયરથી તા.૨૨/૦૨/૨૦૨૫ના સાંજના કલાકઃ ૧૭.૩૦ વાગ્યા સુધીમાં મળે તે રીતે મોકલી આપવાની રહેશે. તા.૨૨/૦૨/૨૦૨૫ બાદ મળેલ કોઇપણ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.

PSI Result PDF 2025અહિયાં ક્લિક કરો
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓઅહિયાં ક્લિક કરો

Source: lrdgujarat2021.in & gprb.gujarat.gov.in

સમય નિકાળીને આ પણ વાંચો!

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *