Nobel Prize: નોબેલ પુરસ્કાર શું છે અને શા માટે આપવામાં આવે છે?

Nobel Prize Information In Gujarati
Nobel Prize Information In Gujarati

મિત્રો, દર વર્ષે ઓક્ટોબર મહિનામાં શરૂઆતના દિવસોમાં નોબલ પુરસ્કાર વિજેતાઓના નામ બહાર પાડવામાં આવતા હોય છે. જેના ઉપર આખી દુનિયાની નજર હોય છે. નોબલ પરિતોષિક એ શાંતિ, સાહિત્ય, રસાયણ શાસ્ત્ર, શરીર વિજ્ઞાન, ભૌતિક શાસ્ત્ર અને અર્થ શાસ્ત્ર જેવા વિષયો ઉપર કરેલ ઉમદા કાર્ય માટે આપવામાં આવે છે.

નોબલ પારિતોષિક એ આલ્ફ્રેડ નોબેલ જેઓ પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી હતા તેમની યાદમાં આપવામાં આવે છે.  તેઓ એક સ્વીડિશ વૈજ્ઞાનિક હતા અને તેમણે જ આ નોબેલ પારિતોષિક આપવાની શરૂઆત કરી હતી. 

આલ્ફ્રેડ નોબલે કુલ મળીને ૩૫૫ અલગ અલગ પ્રકારની શોધ કરી હતી અને તેમાં સૌથી મહત્વની શોધ કરી હોય તો તે હતી ડાયનામાઈટ ની શોધ હતી. આ શોધ પછી આખી દુનિયા આલ્ફ્રેડ નોબેલને ઓળખવા લાગી હતી. તેમણે જે ડાયનામાઈટની શોધ કરી હતી તે ડાયનામાઈટ નો ઉપયોગ એ હથિયાર બનાવવા માટે થવા લાગ્યો હતો. જેને આપણે વિસ્ફોટ્ક તરીકે પણ ઓળખીએ છીએ. 

દુનિયાને નોબેલ પુરસ્કારની ભેટ:

વર્ષ હતું ૧૮૮૮ નું અને ત્યારે આલ્ફ્રેડ નોબલ સાથે એક ઘટના બની હતી અને તે ઘટનાએ આલ્ફ્રેડ નોબલને અંદરથી ખૂબ ઢંઢોડ્યો કે જગતને નોબલ પુરસ્કારની ભેટ મળી. વર્ષ ૧૮૮૮ માં આલ્ફ્રેડ નોબલના ભાઈનું અવસાન થયું ત્યારે ત્યાના ફ્રેંચ સમાચારપત્ર “ઇરોનિયસ” દ્વારા ભૂલથી તેના ભાઈની જગ્યાએ આલ્ફ્રેડ નોબલના મોતના સમાચાર છાપી દીધા હતા. “ઇરોનિયસ” સમાચારપત્રના તંત્રી દ્વારા કોઈપણ જાતની તપાસ કર્યા વગર આ સમાચાર તેમણે છાપી દીધા હતા. 

જ્યારે બીજે દિવસે આ સમાચાર આલ્ફ્રેડ નોબલે વાંચ્યા ત્યારે તેઓ હસી પડ્યા હતા પણ બાદમાં તેઓ ખૂબ દુખી થયા હતા. કારણ હતું તે સમાચારનું ટાઇટલ અને તે એવું હતું કે “મોતના સોદાગરની આ જગતમાથી વિદાઈ”. આ ટાઇટલ વાંચી આલ્ફ્રેડ ઊંડા ઉતરી ગયા અને વિચારવા લાગ્યા કે હું આ જગતમાથી વિદાઈ લઇશ ત્યારે લોકો મને મોતના સોદાગર તરીકે ઓળખશે.

સમાચારપત્ર વાળાએ આવું એટલા માટે લખ્યું હતું કે તેમણે ડાઈનામાઈટની શોધ કરી હતી અને તેનો ઉપયોગ શસ્ત્રો બનાવવામાં થતો હતો અને તેનાથી ઘણા લોકો મૃત્યુ પામે એટલા માટે તેણે આ શબ્દ વાપર્યો હતો. 

આ પછી તેમણે ખૂબ વિચાર્યું અને તેઓ વિચારતા રહ્યા કે હું આ જગતમાથી વિદાઈ લઉં ત્યારે મને આ નામથી ન ઓળખવા જોઈએ. તેમણે ૭ વર્ષ સુધી આ વિચાર્યું અને ૭ વર્ષના અંતે વર્ષ ૧૮૯૫ માં નવેમ્બર મહિનાની ૨૭ મી તારીખે એક વસિયત તૈયાર કરી અને તેમણે પોતાની સંપતિમાથી ૯૪ ટકા સંપતિ એક ટ્રસ્ટ બનાવી જગતમા જે લોકો સારું સારું કામ કરે છે તેવા લોકોને સન્માનીત કરવા છે તેવું દર્શાવ્યું.

તેમણે વસિયત તૈયાર કરી અને તેમાં એક ફાઉન્ડેશન તૈયાર કરવાની વાત કરી અને તેમાં લખ્યું કે ૯૪ ટકા સંપત્તિની રકમમાથી જે વ્યાજ મળે તે દુનિયામાં જે જે લોકો સારું સારું કાર્ય કરે છે તેમને તેમાથી પુરસ્કાર આપવાની વાત કરી હતી. 

તેમણે પાંચ ક્ષેત્રો પોતે લખ્યા હતા અને તે હતા ચીકીત્સા, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, સાહિત્ય અને શાંતિ આ પાંચ ક્ષેત્રો તેમણે નક્કી કર્યા હતા. આ પછી બીજા જ વર્ષે ૧૮૯૬ ના વર્ષમાં તેમનું અવસાન થયું હતું. ત્યારબાદ ૧૯૦૧ થી નોબલ પુરસ્કાર આપવાની શરૂઆત થઈ હતી.

૧૯૦૧ બાદ ૬૭ વર્ષ પછી ૧૯૬૮ માં સ્વીડનની સેન્ટ્રલ બેન્કના તેની સ્થાપનાના ૩૦૦ વર્ષ પૂરા થતાં હોવાથી તેમણે નોબેલ ફાઉન્ડેશનમાં મોટી રકમ આપી અને તેમણે નોબલ પુરસ્કારમાં છઠ્ઠુ ક્ષેત્ર ઉમેર્યું. જે હતું અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રમાં નોબલ પારિતોષિક આપવાની શરૂઆત એ વર્ષ ૧૯૬૯ થી કરવામાં આવી. 

કયા કયા ભારતીયોને આપવામાં આવેલ:

સૌથી પહેલુ નોબલ પારિતોષિક એ વર્ષ ૧૯૧૩ માં રવિન્દ્રનાથ ટાગોરને સાહિત્ય ક્ષેત્રે પોતાના આગવા પ્રદાન બદલ આપવામાં આવ્યું હતું. તેમની કવિતાઓનો સંગ્રહ “ગીતાંજલી’ બદલ તેમને સાહિત્ય ક્ષેત્રે આ પરિતોષિક આપવામાં આવ્યું હતું.

ત્યારબાદ સી.વી. રામનને વર્ષ ૧૯૩૦ માં ભૌતિક વિજ્ઞાન માટેનું પારિતોષિક મળ્યું હતું. સી.વી.રામન દ્વારા જે રિસર્ચ કર્યું હતું રામન કિરણનું તેના માટે તેમને આ પારિતોષિક વર્ષ ૧૯૩૦ માં આપવામાં આવ્યું હતું. 

ત્યારબાદ વર્ષ ૧૯૬૮ માં ડો. હરગોવિંદ ખુરાનાને ચીકીત્સા ક્ષેત્રે નોબલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. ભારતમાં રહીને જેમણે ગરીબો માટે કામ કર્યું છે એવા મધર ટેરેસાને વર્ષ ૧૯૭૯ માં શાંતિ માટેનું નોબલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ ૧૯૮૩ માં એસ. ચંદ્રશેખરને ભૌતિક વિજ્ઞાન માટેનું નોબલ પારિતોષિક આપવામાં આવ્યું હતું.

ત્યારબાદ વર્ષ ૧૯૯૮ માં અર્થશાસ્ત્ર માટેનું નોબલ પારિતોષિક અમર્ત્ય સેનને આપવામાં આવ્યું હતું. તેઓ પ્રથમ એશિયન હતા જેમને અર્થશાસ્ત્ર ક્ષેત્રે આ પારિતોષિક આપવામાં આવ્યું હતું. 

ત્યારબાદ વર્ષ ૨૦૦૯ માં વેંકટ રામકૃષ્ણનને રસાયણવિજ્ઞાન માટેનું નોબલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ ૨૦૧૪ માં કૈલાશ સત્યાર્થી અને મલાલા યુસુફઝાઈને શાંતિનો નોબલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. મલાલા યુસુફઝાઈ એ પાકિસ્તાનની ૧૭ વર્ષની છોકરી છે અને તેને આ શાંતિનો પુરસ્કાર આપવામાં આવ્યો છે અને આ પુરસ્કાર મેળવનાર તે સૌથી નાની વયની નોબેલ પુરસ્કાર વિજેતા છે. 

માહિતી સ્ત્રોત: શૈલેષ સગપરિયા

સમય નિકાળીને આ પણ વાંચો!

અમારા સાથે જોડાઓ

TelegramClick Here
WhatsAppClick Here
InstagramClick Here
FacebookClick Here
TwitterClick Here
SharechatClick Here

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *