UPSC પરીક્ષા વિશે વિગતવાર માહિતી

UPSC Exam Information In Gujarati
UPSC Exam Information In Gujarati

સંઘ લોક સેવા આયોગ જેને અંગ્રેજીમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી – UPSC) તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે અહિયાં યુપીએસસીની મોટી ગણાતી એવી પરીક્ષા સિવિલ સેવા પરીક્ષા (Civil Services Exam) જેના થકી કલેકટર, આઇપીએસ ઓફિસર, આઈએફએસ ઓફિસર અને અન્ય ઉચ્ચ પદો ઉપર નોકરી મેળવી શકાય છે તેના વિશે વિગતવાર જાણકારી મેળવવાના છીએ.

સંઘ લોક સેવા આયોગ (યુપીએસસી) દ્વારા ઘણી બધી પરીક્ષાઓ લેવામાં આવે છે. જેમાંની યુપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષા વિશે આજે આપણે માહિતી મેળવવાના છીએ. આ પરીક્ષાની પરીક્ષા પદ્ધતિ અને અન્ય ઘણી ઉપયોગી માહિતી અહિયાં મેળવવાના છીએ.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી – UPSC)

સંઘ લોક સેવા આયોગ એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) ની સ્થાપના વર્ષ 1926 માં 1 લી ઓકટોબરના રોજ કરવામાં આવી હતી. આ સંસ્થા ભારત સરકારની એક બંધારણીય સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આ સંસ્થા દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજી ગ્રુપ એ અને ગ્રુપ બી ની સેવાઓ માટે અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે.

આ બંધારણીય સંસ્થાનું મુખ્યાલય ધોલપુર હાઉસ , શાહજહાં રોડ , નવી દિલ્હી ખાતે આવેલું છે. વર્ષ 2023 માં 1.5 મિલિયન લોકોએ આ પરીક્ષા માટે અરજી કરેલ છે. હાલમાં યુપીએસસી ના અધ્યક્ષ તરીકે પ્રીતિ સુદાન પદભાર સંભાળે છે.

યુપીએસસી (UPSC) પરીક્ષા વિશે વિગતવાર માહિતી

ધોરણ 10 માં અભ્યાસ કરતાં હોય અથવા તો ધોરણ 12 માં હોય અથવા તો ગ્રેજ્યુએશન કરેલ હોય અથવા ગ્રેજ્યુએશનના પ્રથમ વર્ષમાં હોય અને યુપીએસસી ની તૈયારી કરવા માંગતા હોય તે તમામ વિધાર્થી મિત્રોને માર્ગદર્શન મળી રહે તે માટે અહિયાં આ માહિતી આપવામાં આવેલ છે.

ભારત સરકારમાં ઉચ્ચ પદો જેવા કે IAS, IPS, IFS, IRS માં નિમણૂક કરવા માટે યુપીએસસી સિવિલ સેવા પરીક્ષા યોજવામાં આવે છે. આ પરીક્ષા માટે દર વર્ષે લાખો ની સંખ્યામાં ફોર્મ ભરાતા હોય છે. હવે આપણે આ પરીક્ષાની વિગતવાર માહિતી મેળવીએ. આ પરીક્ષા ત્રણ તબક્કામાં લેવામાં આવે છે. 1) પ્રિલિમ પરીક્ષા, 2) મુખ્ય પરીક્ષા અને 3) ઇન્ટરવ્યૂ પરીક્ષા.

1) પ્રિલિમ પરીક્ષા

પ્રિલિમ પરીક્ષામાં કુલ બે પેપર હોય છે. જનરલ સ્ટડી (જીએસ) – 1 અને બીજું પેપર એપ્ટીટ્યુડ ટેસ્ટ (સીસેટ) નું હોય છે.

આ બંને પેપર 200-200 માર્કસના હોય છે. જેના માટે તમને બે કલાકનો સમયગાળો એક પેપર માટે આપવામાં આવે છે. આ બંને પેપર MCQ પ્રકારના હોય છે અને તે હિન્દી અને અંગ્રેજી ભાષામાં છપાયેલ હોય છે. આ સિવાય બીજી કોઈ ભાષા પ્રિલિમ પરીક્ષામાં હોતી નથી.

નેગેટિવ માર્કિંગ પણ હોય છે જેમાં તમારા ત્રણ જવાબ ખોટા પડે તો તમારો એક માર્કસ ઓછો થઈ જાય છે. પહેલા પેપરમાં એક પ્રશ્નના બે માર્કસ એમ કુલ 100 પ્રશ્નો હોય અને બીજું પેપર છે તેમાં 80 પ્રશ્ન પૂછાય છે જેમાં એક પ્રશ્નના 2.5 માર્કસ હોય છે.

આ બંને પેપરમાંથી બીજું પેપર એપ્ટીટ્યુડ ટેસ્ટનું એ ક્વૉલિફાઇંગ પેપર છે જે માત્ર પાસ થવા માટેનું જ છે. તેના માર્કસ આગળ મેન્સ પરીક્ષામાં જવા માટે ગણાતા નથી. આ પેપરમાં તમારે 33 ટકા માર્કસ એટલે કે 200 માંથી 67 માર્કસ લાવાના હોય છે.

એટલે કહેવાનો મતલબ એ કે તમારે સૌથી વધારે ભાર જનરલ સ્ટડી જે પહેલું પેપર છે તેના ઉપર આપવાનો રહેશે. તેના માર્કસ તમારે આગળ જવા મેરીટ માટે કામ માં આવતા હોય છે.

2) મુખ્ય પરીક્ષા

પ્રિલિમ પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોને આગળ મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવે છે. આ મુખ્ય પરીક્ષામાં તમારે દરેક પેપર લખવાના હોય છે. મુખ્ય પરીક્ષામાં કુલ 9 પેપર આવે છે. જેમાંના પ્રથમ બે પેપર ક્વોલિફાઇંગ પેપર હોય છે જેમાં તમારે પાસ થવાનું હોય છે. આ પ્રથમ બે પેપરના માર્કસ મેરીટ માટે ગણવામાં આવતા નથી.

આ બે પેપરમાં પહેલું પેપર અંગ્રેજી અને બીજું પેપર આપણાં બંધારણની અનુસૂચિ આઠમાં આપેલ ભારતની કોઇપણ ભાષા જેવી કે હિન્દી, ગુજરાતી, સંસ્કૃતિ અને અન્ય ભાષાઓમાંઠી તમે પસંદ કરો તેનું હોય છે. ગુજરાતના યુવાનો ગુજરાતી ભાષા જ પસંદ કરતાં હોય છે.

આમ પ્રથમ પેપર એ અંગ્રેજી અને બીજું ગુજરાતી. આ બંને પેપર 300-300 માર્કસના હોય છે. આ બંને પેપરમાં તમારે 25 ટકા માર્કસ લાવવા ફરજિયાત છે. 75 માર્કસ આવે 300 માંથી એટલે તમે પાસ થયેલ ગણશો. આ બંને પેપરમાં તમે પાસ થાઓ તો જ બીજા 7 પેપર તમારા માટે અગત્યના રહે છે.

તમે અગ્રેજી અને ગુજરાતી ભાષાના બંને પેપરમાં ક્વોલિફાઇંગ માર્ક લાવી શકતા નથી તો તમે આગળ લાયક ગણાતા નથી અને તમારા જે 7 પેપર લખેલા છે તે પણ ચેક કરવામાં આવતા નથી. માટે આ બંને પેપરમાં પાસ થવું ફરજિયાત છે.

આગળ જે 7 પેપર છે તેમાં ત્રીજું પેપર છે તે છે નિબંધ લેખન. વર્તમાન પરિસ્થિતિ અથવા તો વર્તમાન પ્રવાહો ઉપર તમારે નિબંધ લેખનના પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે. બીજા 4 પેપર જનરલ સ્ટડીના હોય છે. જેમાં પ્રથમ પેપર છે તે જનરલ સ્ટડી-1 નું હોય છે અને તેમાં ઈતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ ને લગતા પ્રશ્ન પૂછવામાં આવે છે.

જનરલ સ્ટડી-2 નું જે પેપર હોય છે તેમાં બંધારણ, રાજ્ય વ્યવસ્થા, વિદેશ સાથેના સંબંધ ને લગતા પ્રશ્ન પૂછવામાં આવે છે. જે ત્રીજું પેપર છે જનરલ સ્ટડી-3 નું તેમાં અર્થશાસ્ત્રને લગતી બાબતો અને અન્ય સંબંધિત વિષયો ને લગતા પ્રશ્ન પૂછવામાં આવે છે. ચોથું પેપર છે જનરલ સ્ટડીનું તેમાં એથિક્સ એટલે કે નૈતિક મૂલ્યોને લગતા પ્રશ્ન અને અન્ય પ્રશ્ન પૂછવામાં આવે છે.

હવે રહ્યા 2 પેપર જેમાં તમે પરીક્ષાનું ફોર્મ ભરો તેમાં તમને જે વિષય ગમતો હોય આપેલ વિષયોમાંથી તે વિષયના જ બે પેપર આવશે. યુપીએસસી તમને 26 અલગ અલગ વિષયોનું લિસ્ટ આપે તેમાંથી તમને ગમતો વિષય પસંદ કરવાનો હોય છે અને તેના જ બે પેપર આવશે.

તમે આર્ટસ કરેલું હોય અને તમને ગણિત વિષય વધારે ગમતો હોય અથવા તો આવડતું હોય તો તમે તે વિષય પસંદ કરી શકો છો. તમે એન્જિનિયરિંગ કર્યું છે અને તેના વિષય નથી રાખવા અને ઈતિહાસ, ભૂગોળ જેવો વિષય રાખવો છે તો તે પસંદ કરી શકો છો.

આમ કુલ 9 પેપર મેન્સ પરીક્ષાના થાય છે.

  • 1) અંગ્રેજી ભાષા: 300 માર્કસ
  • 2) ગુજરાતી ભાષા: 300 માકર્સ
  • 3) નિબંધ લેખન: 250 માર્કસ
  • 4) જનરલ સ્ટડી-1: 250 માર્કસ
  • 5) જનરલ સ્ટડી-2: 250 માર્કસ
  • 6) જનરલ સ્ટડી-3: 250 માર્કસ
  • 7) જનરલ સ્ટડી-4: 250 માર્કસ
  • 8) ઓપ્શનલ પેપર-1: 250 માર્કસ
  • 9) ઓપ્શનલ પેપર-2: 250 માર્કસ

આમ ઉપર મુજબ 9 પેપર મેન્સ પરીક્ષાના થાય છે. આમાં જે પહેલા પેપર છે તે માત્ર પાસ થવા માટેના છે તેના માર્કસ મેરીટ માટે ગણવાના નથી. બાકીના જે 7 પેપર છે તેના કુલ ગુણ 1750 માર્કસ થાય છે. આ બધા જ પેપરમાં તમારે પાસ થવા માટે 10 ટકા માર્કસ લાવવા જરૂરી છે. દરેક પેપરમાં તમારે 25 માર્કસ લાવવા ફરજિયાત છે. હવે આ પરીક્ષામાં તમે પાસ થાઓ છો તો તમને આગળ ઈન્ટરવ્યૂ પરીક્ષા માટે બોલાવવામાં આવે છે.

3) ઈન્ટરવ્યૂ પરીક્ષા

ઈન્ટરવ્યૂ પરીક્ષા એ તમારે દિલ્હી જઈને આપવાની હોય છે. ઈન્ટરવ્યૂ પરીક્ષા 275 માર્કસ ની હોય છે. મેન્સ પરીક્ષાના 1750 અને ઈન્ટરવ્યૂ પરીક્ષાના 275 માર્કસ મળી કુલ 2025 માર્કસમાંથી આખું મેરીટ તૈયાર થાય છે. આમ તમારે આટલા માર્કસમાંથી તમારું ફાઇનલ મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે.

મિત્રો અહિયાં તમને એક બાબતનો ખ્યાલ નહીં હોય કે યુપીએસસી મેન્સની પરીક્ષા ભાષા વિષય સિવાયના વિષયોના પેપર તમે આપણી માતૃભાષા ગુજરાતીમાં પણ લખી શકો છો અને ઈન્ટરવ્યૂ પરીક્ષા પણ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો.

યુપીએસસીની પરીક્ષા કોણ આપી શકે?

મિત્રો યુપીએસસી ની પરીક્ષા એ 21 વર્ષ પુરા થઈ ગયેલ હોય તે તમામ ગ્રેજ્યુએટ ઉમેદવાર આ પરીક્ષા આપી શકે છે. આ પરીક્ષા આપવા માટે તમારે કોઈ ટકાવારી ની જરૂર હોતી નથી. ગ્રેજ્યુએટ થયેલ તમામ ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં અને છેલ્લા સેમિસ્ટરમાં હોય અને રિઝલ્ટ આવવાનું બાકી હોય તે ઉમેદવારો પણ આમાં ફોર્મ ભરી શકે છે.

2-5 ટ્રાયલ પાસ થયેલ હોય તો પણ તમે આ પરીક્ષામાં ફોર્મ ભરી શકો છો. જનરલ કેટેગરીમાં આવતા ઉમેદવાર 32 વર્ષની ઉંમર સુધી 6 પ્રયત્ન સુધી ફોર્મ ભરી શકે છે. ઓબીસી કેટેગરી ના ઉમેદવાર 35 વર્ષની વય સુધી 9 પ્રયત્ન સુધી પરીક્ષામાં ફોર્મ ભરી શકે છે. એસસી-એસટી કેટેગરી ના ઉમેદવાર 37 વર્ષની ઉંમર સુધી જેટલા પ્રયત્ન આપવા હોય ત્યાં સુધી તે ફોર્મ ભરી શકે છે.

નિષ્કર્ષ

આમ મિત્રો યુપીએસસી સિવિલ સેવા પરીક્ષા વિશે અહિયાં વિગતવાર માહિતી તમને આપવામાં આવી. આ પરીક્ષા કુલ ત્રણ તબક્કામાં લેવામાં આવે છે. તેમાં વયમર્યાદા અને લાયકાત વિશે પણ માહિતી આપી અને હજુપણ તમને કોઇપણ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ બોક્સ દ્વારા અથવા તો કોન્ટેક્ટ પેજ દ્વારા અમને જણાવી શકો છો.

સમય નિકાળીને આ પણ વાંચો!

અમારા સાથે જોડાઓ
TelegramClick Here
WhatsAppClick Here
InstagramClick Here
FacebookClick Here
TwitterClick Here
SharechatClick Here
Share This Post!

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *