GPSC પરીક્ષા વિશે સંપૂર્ણ માહિતી

GPSC Exam Information In Gujarati
GPSC Exam Information In Gujarati

ગુજરાત જાહેર સેવા આયોગ જેને ટૂંકમાં જીપીએસસી (GPSC) તરીકે ઓળખવામાં આવે છે. આ આયોગ દ્વારા ઘણી બધી પરીક્ષાઓ લેવામાં આવે છે. જેમાંની જીપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા (Civil Services Exam) વિશે અહિયાં જાણકારી મેળવવાના છીએ.

જીપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા દ્વારા તમે ડેપ્યુટી કલેકટર, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર જેવા ઉચ્ચ પદો ઉપર નોકરી મેળવી શકો તેવી ક્લાસ 1-2 પરીક્ષા પદ્ધતિ અને અન્ય અગત્યની વિગતવાર માહિતી વિશે આજે આપણે અહિયાં ચર્ચા કરવાના છીએ.

ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી)

ગુજરાત જાહેર સેવા આયોગ એ ગુજરાત ની સેક સરકારી સંસ્થા છે જે ગુજરાત સરકારમાં વિવિધ ઉચ્ચ પદો (ક્લાસ 1-2) ઉપર થતી ભરતીની જાહેરાત બહાર પાડે છે અને પરીક્ષાઓ યોજે છે. આ સરકારી સંસ્થા ગાંધીનગર સેક્ટર 10 માં આવેલી છે. જેની વિગતવાર માહિતી અને જાહેરાતો https://gpsc.gujarat.gov.in/ વેબસાઈટ ઉપર મૂકવામાં આવે છે.

જીપીએસસી દ્વારા બહાર પાડવામાં આવતી જાહેરાતોમાં ફોર્મ ભરવા માટે ઓજસ જીપીએસસી ઉપર ફોર્મ ભરવામાં આવે છે. જેની અધિકારીત વેબસાઈટ https://gpsc-ojas.gujarat.gov.in/ છે. અહિયાં અરજી ફી, કોલ લેટર, સંમતિ પત્રક જેવી તમામ અરજીઓ અહિયાંથી ભરવામાં આવે છે.

હાલમાં જીપીએસસી ના નવા ચેરમેન તરીકે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના જે ચેરમેન હતા ડો. હસમુખ પટેલ (આઇપીએસ) તેમને જીપીએસસી ના નવા ચેરમેન તરીકે પદભાર આપવામાં આવ્યો છે.

જીપીએસસી (GPSC) પરીક્ષા વિશે વિગતવાર માહિતી

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી ક્લાસ 1-2 ની પરીક્ષા એટલે કે સિવિલ સર્વિસ પરીક્ષા એ કુલ ત્રણ ભાગમાં લેવામાં આવે છે. 1) પ્રિલિમ પરીક્ષા, 2) મુખ્ય પરીક્ષા, 3) ઈન્ટરવ્યૂ પરીક્ષા. આમ આ રીતે આયોગ દ્વારા વિવિધ ઉચ્ચ પદો માટે પરીક્ષા લેવામાં આવે છે.

હવે આપણે એક એક કરીને ત્રણેય તબક્કા વિશે વિગતવાર માહિતી મેળવીશું. જેમાં સૌપ્રથમ આપણે પ્રિલિમિનરી પરીક્ષા વિશે જાણકારી મેળવીશું.

1) પ્રિલિમ પરીક્ષા

સૌપ્રથમ પ્રિલિમ પરીક્ષા લેવામાં આવે છે. જેમાં પહેલા 2 પેપર લેવામાં આવતા હતા પણ હવે નવી પરીક્ષા પદ્ધતિ મુજબ માત્ર એક જ પેપર સામાન્ય અભ્યાસ નું લેવામાં આવશે. પ્રિલિમ પરીક્ષાનું સ્તર સ્નાતક કક્ષાનું રહેશે અને પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું રહેશે.

પ્રિલિમ પરીક્ષા એ માત્ર તમરે screening test માટેની જ રહેશે. જેના ગુણ આખરી પસંદગી માટે ગણવામાં આવશે નહીં. પ્રિલિમ પરીક્ષાના પરિણામના આધારે મુખ્ય પરીક્ષા માટે જાહેરાતમાં દર્શાવેલ કુલ જગ્યાઓના આશરે 15 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં કામચલાઉ ધોરણે પ્રવેશ આપવામાં આવશે.

સામાન્ય અભ્યાસ-1 ના પેપરમાં કુલ 4 અલગ અલગ વિષયોમાંથી પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે. જેમાં ઈતિહાસ, સંસ્કૃતિ વારસો, ભારતનું બંધારણ અને સામાન્ય બૌદ્ધિક ક્ષમતા આ વિષયોમાંથી પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે.

પ્રિલિમ પરીક્ષા તમારે MCQ પ્રકારની રહેશે જેમાં તમારે 200 ગુણનું પેપર આવશે. જેમાં તમારે 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. પ્રિલિમ પરીક્ષામાં તમારે ઈતિહાસ અને સંસ્કૃતિ, ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો, તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા, ભારત અને ગુજરાતનું અર્થતંત્ર, ભૂગોળ, અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયોમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે.

2) મુખ્ય પરીક્ષા

પ્રિલિમ પરીક્ષામાં જે ઉમેદવારો પાસ થાય છે તેમને આગળ મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવે છે. મુખ્ય પરીક્ષામાં પહેલા કુલ 6 પેપર આવતા હતા જ્યારે નવા નિયમો મુજબ હવે 7 પેપર આવશે.

જેમાં પહેલું પેપર એ ગુજરાતી ભાષાનું હોય છે. જેમાં ગુજરાતી લેખન કૌશલ્ય ગુજરાતી વ્યાકરણને લગતા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે.

બીજું પેપર છે તેમાં અંગ્રેજી ભાષાને લગતું હોય છે. જેમાં અંગ્રેજી ભાષા અને અંગ્રેજી વ્યાકરણને લગતા પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે.

ત્રીજું જે પેપર હોય છે તે નિબંધ લેખનનું હોય છે. જેમાં તમારે ત્રણ નિબંધ લખવાના હોય છે. ત્રણ અલગ અલગ વિભાગ પાડેલ હોય છે તેમાં તમારે નિયત શબ્દોની મર્યાદામાં નિબંધ લખવાના હોય છે.

પછીના ચાર પેપર છે તે સામાન્ય અભ્યાસ એટલે કે જનરલ સ્ટડીના હોય છે. જેમાં જનરલ સ્ટડી-1, જનરલ સ્ટડી-2, જનરલ સ્ટડી-3 અને જનરલ સ્ટડી-4 એમ ચાર પેપર આવે છે.

મુખ્ય પરીક્ષાના આ બધા જ પેપર 250 માર્કસના હોય છે. બધા માર્કસ કુલ થઈને 1250 માર્કસ કુલ 7 વિષયના થાય છે અને આ માર્કસ મેરીટ માટે ખૂબ જ અગત્યના ગણવામાં આવે છે. તમે આ પરીક્ષામાં વધારેમાં વધારે માર્કસ લાવવા હોય તો તમારે આમાં પ્રશ્નને સમજવાની ક્ષમતામાં અને વાંચનમાં ખૂબ જ ભાર આપવો પડશે.

મુખ્ય પરીક્ષા એ તમે ગુજરાતી ભાષામાં પણ લખી શકો છો અને અંગ્રેજી પરીક્ષામાં પણ લખી શકો છો. પેપરમાં તમે અમુક પ્રશ્નો ગુજરાતી ભાષામાં અને અમુક પ્રશ્નો અંગ્રેજી ભાષામાં પણ લખી શકો છો. એક જ પેપરમાં તમને ઈચ્છા થાય તેમ બે પ્રશ્ન અંગ્રેજીમાં અને એક પ્રશ્ન ગુજરાતીમાં અથવા તમને જેમ ઈચ્છા થાય તેમ પ્રશ્ન લખી શકો છો.

ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષાનું પેપર તમારે જે તે ભાષામાં જ લખવાનું હોય છે. બીજા દરેક પેપરમાં તમે અંગ્રેજી અથવા તો ગુજરાતી બે ભાષામાં તમે તેના જવાબ લખી શકો છો. નવા નિયમો મુજબ તમારે આ બે પેપરમાં 25% માર્કસ લાવવવા ફરજિયાત છે.

1250 માર્કસમાંથી વધારેમાં વધારે માર્કસ લાવનાર વિધાર્થીઓ ઈન્ટરવ્યૂ પરીક્ષા માટે પાસ થશે. જેટલી જગ્યાઓ ભરવાની હોય તેના ત્રણ ગણા ઉમેદવારોને આગળ ઈન્ટરવ્યૂ પરીક્ષા માટે પાસ કરવામાં આવે છે.

3) ઈન્ટરવ્યૂ પરીક્ષા

ઈન્ટરવ્યૂ પરીક્ષા એ 150 માર્કસની હોય છે. જેમાં જીપીએસસીના મેમ્બર અને વિષય નિષણાતો દ્વારા ઈન્ટરવ્યૂ લેવામાં આવતું હોય છે. ઉમેદવારની પર્સનાલિટી કેવી છે તે ચકાસી અને પછી પસંદગી કરવામાં આવતી હોય છે. ઈન્ટરવ્યૂ પરીક્ષામાં જ્ઞાનની ચકાસણી કરતાં તમારામાં આવડત કેટલી છે તેની ચકાસણી કરવામાં આવતી હોય છે. તમે આ પોસ્ટ માટે લાયક છો કે કેમ તેની ચકાસણી કરવામાં આવતી હોય છે.

જ્ઞાનની ચકાસણી તો તમારી અગાઉ પ્રિલિમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષામાં થઈ જ ગયેલ હોય છે. તમારા જ્ઞાન કરતાં તમારા વલણ ની ચકાસણી વધારે મહત્વની હોય છે.

નિષ્કર્ષ

આમ મિત્રો આ મુજબની પરીક્ષા પદ્ધતિ જીપીએસસીની સિવિલ સર્વીસ પરીક્ષામાં હોય છે. આ પરીક્ષામાં કુલ ત્રણ તબક્કામાં પરીક્ષા લેવામાં આવે છે. મિત્રો જો તમે જીપીએસસીની સાથે સાથે યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરતાં હોય તો સૌથી સારામાં સારી બાબત છે. કેમ કે ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા જ કહેવામાં આવે છે કે જીપીએસસીનું પેપર યુપીએસસી પરીક્ષા લેવલનું આવશે. માટે એકસાથે બંને પેપરની તૈયારી ગુજરાતના યુવાનોને થાય તે માટે તેનું લેવલ તેવું રાખવામાં આવે છે.

મિત્રો તમને જીપીએસસી સિવિલ સેવા પરીક્ષા બાબતે કોઈપણ પ્રકારની મુંજવણ હોય અથવા તો કોઇપણ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ બોક્સ દ્વારા જણાવી શકો છો અથવા કોન્ટેક્ટ પેજ ઉપર જઈને પણ અમને જણાવી શકો છો. આભાર.

અમારા સાથે જોડાઓ
TelegramClick Here
WhatsAppClick Here
InstagramClick Here
FacebookClick Here
TwitterClick Here
SharechatClick Here

Share This Post!

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *