VPN શું છે અને કેવી રીતે કાર્ય કરે છે? જાણો વિગતવાર માહિતી

What Is VPN And How Works It In Gujarati
(Image: Pixabay.com)

ગૃહ મંત્રાલયની ગૃહ બાબતોની સમિતિ દ્વારા ભારત સરકારને સુરક્ષાના કારણોસર આખા ભારતમાં VPN સેવાઓ ઉપર પ્રતિબંધ લગાવવાનો આગ્રહ કર્યો છે. અહિયાં તમને પ્રશ્ન થશે કે આ સમિતિ શા માટે ચિંતિત છે VPN ને લઈને અને VPN નો ઉપયોગ ઓનલાઈન સારા અને ખરાબ કામ માટે કેવી રીતે થાય છે તેના વિશે જાણીશું. 

  • ગૃહ બાબતોની સમિતિ દ્વારા અપીલ કર્યા બાદ VPN ઉપર પ્રતિબંધ લગાવી શકવામાં આવે છે. 
  • સમિતિનો દાવો છે કે VPN સેવા એ રાષ્ટ્રની સેવા માટે એક તકનીકી પડકાર છે. 
  • આ એ બાબત ઉપર પ્રકાશ પાડે છે કે સાઇબર અપરાધીઓ દ્વારા પોતાની પ્રવૃત્તિઓને છુપાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. 

VPN શું છે ?

VPN (વીપીએન) નું પૂરું નામ Virtual Private Network (વર્ચ્યુયલ પ્રાઈવેટ નેટવર્ક) છે. VPN ના નામ ઉપરથી જ આપણને થોડો ખ્યાલ આવી જાય છે કે VPN શું હશે. VPN એ એક પ્રવેટ નેટવર્ક છે. સામાન્ય રીતે કહીએ તો આપણે ઓનલાઈન આપણી ઓળખાણ છુપાવવા માટે તેનો ઉપયોગ કરી શકીએ છે. VPN યુઝ કરવાથી તમારી લોકેશન કોઈ ટ્રેસ કરી શકતું નથી અને તમારી ઓળખાણ પણ ગુમનામ રહે છે. આ એક એવા પ્રકારનું સર્વર હોય છે જે બદલાતું જ રહેતું હોય છે. માટે તેને ટ્રેસ કરવુ એ ખૂબ જ મુશ્કેલ હોય છે. 

VPN કેવી રીતે કાર્ય કરે છે ?

જ્યારે તમે કોઈ વેબસાઇટની મુલાકાત લ્યો છો ત્યારે કોઈપણ વેબસાઇટનું નામ લખીને જ્યારે તમે ઓકે પ્રેસ કરો છો ત્યારે સૌથી પહેલા તમારી રિકવેસ્ટ એ તમારા ISP (ઈનન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર) પાસે જતી હોય છે. જ્યાં તમારી ઓનલાઈન ઓળખાણ, ડિવાઇઝ આઈડી, લોકેશન અને ડેટા રિકવેસ્ટ જેવી તમામ માહિતી ચેક કરવામાં આવતી હોય છે. આ પછી તમને તે વેબસાઇટના સર્વર સાથે જોડવામાં આવતા હોય છે. જેમાં તમારો ડેટા ચોરી થવાનો પણ ખતરો રહેલો હોય છે. તમારું નેટવર્ક પણ સુરક્ષિત રહેલું હોતું નથી. પણ જો તમે VPN વાપરી રહ્યા હોવ છો તો તમારો ડેટા સુરક્ષિત રહે છે અને તમારી લોકેશન અને આઈપી એડ્રેસ બધુ જ પ્રાઈવેટ રહેતું હોય છે. તે તમને હેકિંગથી પણ બચાવી શકે છે. 

VPN નો ઉપયોગ શા માટે કરવામાં આવે છે ?

સામાન્ય રીતે VPN નો ઉપયોગ પોતાની ઓળખ છુપાવવા માટે અને સાઈબર અપરાધીઓ પોતાની પ્રવૃતિઓને છુપાવવા માટે કરતાં હોય છે. જો તમને લાગે છે કે કોઈ તમને ટ્રેસ કરી રહ્યું છે અથવા તો તમને લાગતું હોય કે તમે કોઈ જરૂરી કાર્ય ઓનલાઈન કરતાં હોવ છો અને તમારું ડિવાઇઝ હેક થવાની પૂરેપુરી સંભાવના છે તો તમે VPN વાપરીને તેને હેક થતાં બચાવી શકો છો. 

‘નોર્ટન’ એક VPN પ્રદાતા કંપની છે જે VPN સર્વિસ પૂરી પાડે છે તે પોતાના બ્લોગમાં જણાવે છે કે જ્યારે તમે ઇન્ટરનેટ ઉપર કોઈપણ પ્રવૃત્તિ કરો છો તો તે તમારા સર્વિસ પ્રોવાઇડર પાસે સંગ્રહિત થતી હોય છે પણ જો તમે VPN વાપરો છો તો આ બધી જાણકારી તમારી સર્વિસ પ્રોવાઇડરથી છુપાયેલી રહેતી હોય છે. 

VPN સિસ્ટમ એ નકલી આઈપી એડ્રેસ જનરેટ કરતું હોય છે જેથી ઇન્ટરનેટ સર્વિસ વાળાને એમ લાગતું હોય છે કે દુનિયાના અન્ય ક્ષેત્રમાં સંચાલિત કરવામાં આવી રહી છે. VPN એ તમને એવું આઈપી એડ્રેસ જનરેટ કરીને આપતુ હોય છે જે અન્ય દેશોમાં અલગ અલગ રાજ્યોમાં ઉપલબ્ધ હોય. જેથી તમારી લોકેશન અને આઈપી એડ્રેસ કોઈ પકડી શકતુ નથી. 

સમિતિ કેમ ચિંતિત છે ?

જેવી રીતે VPN ઇન્ટરનેટ ઉપયોગકર્તાઓની જાણકારી અને તેમની ગોપનીયતાની ઓલાઇન રક્ષા કરવામાં મદદ કરે છે તેવી જ રીતે સાઇબર અપરાધીઓ દ્વારા પોતાની ઓળખ છુપાવવા માટે અને તેમની પ્રવૃતિઓ કરવા માટે તે ઉપયોગ કરતાં હોય છે. સાઇબર સેલ દ્વારા તેમને પકડવા ઘણા મુશ્કેલ બની જતાં હોય છે. માટે આ પ્રવૃત્તિઓ ન થાય તે માટે આ સમિતિએ પોતાનો પ્રસ્તાવ રાખ્યો છે. તેમણે તેમની ભલામણમાં જણાવ્યુ છે કે ‘VPN એ ગુનેગારોને ઓનલાઈન અનામી રહેવાની મંજૂરી આપે છે.’ આ રીતે ઘણી અનિચ્છનિય પ્રવૃતિઓ ઓનલાઈન ચાલતી હોય છે. 

આમ ગૃહમંત્રાલય ની ગૃહ બાબતની સમિતિ દ્વારા ઉપરની બાબતોને ધ્યાનમાં લઈને તેના પર પ્રતિબંધ લગાવવા માટે પ્રસ્તાવ રાખવામા આવ્યો છે. આપણે ઉપર VPN શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે જાણકારી મેળવી. જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ ના મધ્યમથી અમને પૂછી શકો છો. ટૂંક સમયમાં જ અમે તમને જવાબ આપીશું. આભાર. 

માહિતી સ્ત્રોત: Indiatoday.in / techsevi.com

સમય નિકાળીને આ પણ વાંચો!

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *