ભારતમાં રાજ્ય લેવલે અને રાષ્ટ્રીય લેવલે ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજવામાં આવતી હોય છે. આ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આયોજન, શિસ્ત અને સતત પ્રયાસોની જરૂર પડતી હોય છે. રાજ્ય લેવલની જે પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે અને રાષ્ટ્રીય લેવલની પરીક્ષાઓમાં ઘણો તફાવત જોવા મળતો હોય છે.
સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે સૌપ્રથમ તમારું મનોબળ મજબૂત હોવું જરૂરી છે. આ પરીક્ષાઓ અમુક ઉમેદવારો પ્રથમ પ્રયાસમાં જ સફળતા મેળવતા હોય છે અને અમુક બે-ત્રણ પ્રયત્ને સફળ થતાં હોય છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવા માટે નીચે કેટલીક માહિતી આપેલ છે જે તમને તૈયારી કરવામાં ઉપયોગી બની રહેશે.
સ્પર્ધાત્મક પરીક્ષા (Competitive Exam) શું છે?
સ્પર્ધાત્મક પરીક્ષા એ એક પ્રકારની ઉમેદવારોની જ્ઞાન ચકાસણી કરવાની અને જે તે હોદ્દા માટે તેઓ યોગ્ય છે કે નહીં તે ચકાસવા માટેની એક પરીક્ષા છે. આ પરીક્ષા દ્વારા વિવિધ હોદ્દાઓ માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા યોજવામાં આવતી હોય છે. સ્પર્ધાત્મક પરીક્ષા લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂ પરીક્ષા દ્વારા લેવામાં આવતી હોય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓની (Competitive Exams) તૈયારી કેવી રીતે કરવી?
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે તમારે નીચે આપેલ ટિપ્સને અનુસરીને તૈયારી કરવાની રહેશે.
1) પરીક્ષા અભ્યાસક્રમ વિશે જાણો
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરતાં પહેલા તમારે સૌપ્રથમ કઈ પરીક્ષા આપવાની છે તેના વિશે માહિતી મેળવો. આપણે કોઇપણ પરીક્ષા આપતા હોય તેની તૈયારી શરૂ કરતાં પહેલા પરીક્ષા વિશે અને પરીક્ષા અભ્યાસક્રમ વિશે માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. અભ્યાસક્રમ જ્યારે તમે જુઓ છો ત્યારે તમને ખ્યાલ આવે છે કે આ પરીક્ષામાં કયા કયા વિષયમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે.
અભ્યાસક્રમ દ્વારા આપણને તૈયારી કરવાની એક રૂપરેખા મળી રહે છે કે આપણે કયા વિષયની કેટલી તૈયારી કરવાની છે અને તેમાં શું શું પૂછવામાં આવશે અને તે કેટલા માર્કસનું હશે. આમ સૌપ્રથમ તૈયારી કરતાં પહેલા આટલું ધ્યાનમાં લેવું ખૂબ જ જરૂરી બને છે.
2) અભ્યાસ અંતર્ગત સામગ્રી એકઠી કરો
કોઇપણ પરીક્ષાનો અભ્યાસક્રમ જોશો એટલે તમને ખ્યાલ આવી જ જશે કે તમારે કયા કયા સાહિત્યની જરૂર પડશે. સૌપ્રથમ તો એ સાહિત્યને ભેગું કરો ચકાસો. હાલમાં જે પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે તેમાં તમારે એકદમ ઊંડાણ પૂર્વકની તૈયારીની જરૂર પડતી હોય છે. જેના માટે 6 થી 12 ના પુસ્તકો અથવા તો ગ્રંથ નિર્માણ બોર્ડ અથવા તો કોઈ સારી એકડેમી ના પુસ્તકો જેમાં વિસ્તૃત માહિતી હોય તેવા પુસ્તકો તૈયારી માટે જોઈતા હોય છે.
વૈકલ્પિક પ્રશ્નો પૂછાતા હોય તેના માટે કોઈ એક MCQ વાળું પુસ્તક લાવી તૈયારી કરવાનો કોઈ અર્થ રહેતો નથી. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે તમારે વિષય મુજબ અલગ અલગ સાહિત્યની જરૂર પડતી હોય છે અને તેમાંથી જો તમે જાતે MCQ પ્રશ્નો બનાવી તૈયારી કરો છો તો સૌથી શ્રેષ્ઠ રહેશે.
GPSC અને UPSC જેવી પરીક્ષા માટે તમારે ઘણું ઊંડાણ પૂર્વકનું અને શ્રેષ્ઠ હોય તેવું સાહિત્ય લાવવા પડશે. તેના માટે ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકો ઘણા ઉપયોગી બની રહેશે.
3) ટાઈમ ટેબલ બનાવવું
કોઇપણ પરીક્ષાની તૈયારી કરતાં હોય તેના માટે વિષ્યવાર તમારે તેને યોગ્ય સમય આપવો ખૂબ જ જરૂરી બનતો હોય છે. ટાઈમ ટેબલ બનાવતી ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે મુશ્કેલ વિષયો હોય તેને પ્રાથમિકતા આપવાનું રાખો અને જે સરળ લગતા વિષય છે તેના પાછળ ઓછો સમય નીકળે તેવું ટાઈમ ટેબલ બનાવો.
દર 1-2 કલાકે થોડો વિરામ લો તેવું ટાઈમ ટેબલ બનાવો જેથી તમને આળસ પણ ન ચડે અને તૈયારી પણ યોગ્ય રીતે થતી રહે.
4) મહત્વના મુદ્દાઓ નોટમાં લખવાનું રાખો
કોઇપણ પરીક્ષાની તૈયારી કરતી વખતે તમારે તેના મુખ્ય મુખ્ય મુદ્દાઓ હોય તેને નોટમાં લખવાનું ખાસ રાખો. મુખ્ય મુદ્દાઓ તમને રિવિઝન કરવાનું થશે ત્યારે ખૂબ જ કામ આવશે. તમને લાગે છે કે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે તો તેને નોટમાં ખાસ નોંધો અને થોડા દિવસ પછી તેનું રિવિઝન કરવાનું ન ભૂલો. નોટમાં લખવાનો મોટો ફાયદો એ છે કે તમને લાંબા સમય સુધી નોંધેલું યાદ રહે છે.
5) સમયાંતરે પુનરાવર્તન (રિવિઝન) કરવાનું રાખો
તમે આજે જ વાંચવા બેઠા છો અને થોડા દિવસ પછી તમને કોઈ પ્રશ્ન તેમાંથી પૂછવામાં આવે તો તમને આવડશે પણ મહિના પછી તેમાંથી પૂછવામાં આવશે તો તમને યાદ કરવામાં સમય લાગશે અને કદાચ આવડશે પણ નહીં. જો તમને સમયાંતરે રિવિઝન કરો છો તમે જે વાંચવા બેઠા હોવ તેનું દર અઠવાડિયે અથવા તો 15-20 દિવસે તો કોઇપણ પરીક્ષાની તૈયારી કરવામાં તમને ખૂબ જ સરળતા રહેશે.
રિવિઝન કરવાથી તમને વાંચેલું લાંબા સમય સુધી યાદ રહે છે. ગોખેલું તમને થોડા દિવસ સુધી જ યાદ રહે છે જ્યારે વારંવાર રિવિઝન કરેલું તમને લાંબા સમયગાળા સુધી યાદ રહે છે અને તેને વિચારવાની પણ જરૂરી પડતી નથી અને તરત જ તેનો જવાબ આપી શકો છો.
6) મોક ટેસ્ટ આપતા રહો
મોક ટેસ્ટ આપવાથી તમને તમારી તૈયારી કેવી થઈ રહી છે તેનો ખ્યાલ આવે છે. કોઇપણ પરીક્ષાની તૈયારી કરીએ પણ મોક ટેસ્ટ આપો એટલે તમને તમારી તૈયારીનો અંદાજ આવી જતો હોય છે. મોક ટેસ્ટમાં આવતા પ્રશ્નો અને તેમાં આવેલ માર્કસ દ્વારા તમને ખ્યાલ આવે છે કે તૈયારી સાચી થઈ રહી છે કે નહીં. તેથી કોઇપણ એકેડેમી દ્વારા લેવામાં આવતા મોક ટેસ્ટ આપવાનું રાખો.
7) સકારાત્મક રહો
આપણે જ્યારે કોઇપણ કામ કરવાના હોઈએ ત્યારે આત્મવિશ્વાસ અને માનસિક શક્તિ તેમાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. તમે મનથી જ તેની તૈયારી કરતાં નથી અથવા તમને આત્મવિશ્વાસ જ નથી તો તેના કારણે તેની તૈયારીમાં અસર પડી શકે છે અને યોગ્ય રીતે તેની તૈયારી થતી નથી. મુશ્કેલ દિવસોમાં, તમારી જાતને યાદ કરાવો કે તમે શા માટે શરૂઆત કરી હતી અને દૃઢ નિશ્ચય સાથે આગળ વધતા રહો.
8) તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો
જો તમારું સ્વાસ્થ્ય સારું હશે તો બધુ જ સારું હશે. કોઇપણ પરીક્ષાની તૈયારી કરતાં હોવ અને તમારું સ્વાસ્થ્ય બગડે તો તેમાં સમય વ્યથિત થતો હોય છે અને જે ટાઈમ ટેબલ બનાવ્યું હોય તે પણ ખોરવાઇ જતું હોય છે. માટે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને પૌષ્ટિક ખોરાક ખાવો અને થોડી કસરત રોજ કરતાં રહેવું જેથી આખો દિવસ તમારા શરીરમાં સ્ફૂર્તિ રહે અને તૈયારી કરવામાં પણ મજા આવે.
નિષ્કર્ષ
આમ કોઇપણ પરીક્ષાની તૈયારી કરતાં પહેલા તમારે આટલી બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. ઉપર આપેલ જાણકારી એ માત્ર તમને મોટીવેશન મળી રહે તે માટે જ આપવામાં આવી છે. તમે તેમાં સુધારા વધારા કરીને તમારી રીતે પણ તૈયારી કરી શકો છો. તમારી પાસે વધુ સારી માહિતી હોય તો અમને કોમેન્ટ બોક્સ દ્વારા કોમેન્ટમાં લખી જણાવી શકો છો જેથી અન્ય મિત્રોને પણ ફાયદો થાય.
સમય નિકાળીને આ પણ વાંચો!
અમારા સાથે જોડાઓ
Telegram | Click Here |
Click Here | |
Click Here | |
Click Here | |
Click Here | |
Sharechat | Click Here |