Bhavnath Fair Junagadh: ગુજરાતભરમાં વિવિધ મેળાઓ યોજાય છે. જેમાં આજે આપણે ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લામાં ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવના પ્રાચીન મંદિરે સુવર્ણરેખા નદીના કિનારે “ભવનાથનો મેળો” ભરાય છે. “ભવનાથનો મેળો” એ ગુજરાત રાજ્યના અગત્યના મેળાઓમાંનો એક મેળો ગણવામાં આવે છે. આજે આપણે ભવનાથના મેળા વિશે જાણકારી મેળવવાના છીએ.

સ્થળ:
જુનાગઢના ગિરનારની તળેટીમા સુવર્ણરેખા નદીના કિનારે ભવનાથ મહાદેવનું એક પ્રાચીન મંદિર આવેલું છે. ભવનાથના સ્વયંભૂ શિવલિંગના મંદિરની પૃષ્ઠભૂમિ અદભૂત (નિસર્ગ) વનશ્રીથી રળિયામણી લાગે છે. આ ભવનાથ મહાદેવના મંદિરે દર વર્ષે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે મહાવદ અગિયારસથી મહાવદ અમાસ સુધી ભવનાથનો મેળો યોજાય છે.
જુનાગઢ જિલ્લામાં આખા વર્ષ દરમિયા લગભગ ૧૧ જેટલા મેળાઓ ભરાય છે. જેમાં કારતક સુદ અગિયારસરથી પૂનમ સુધી લીલી પરિક્રમા, અમાસ, ભવનાથ ખાતે મહાવદ ચૌદસને દિવસે મહાશિવરાત્રિનો મેળો, પરબવાવડી અને સત્તાધાર ખાતે અષાઢ સુદ બીજનો મેળો, સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ ખાતે કાર્તિકી પૂર્ણિમાનો મેળો, પ્રાચીન તીર્થ ખાતે ચૈત્ર સુદ તેરસ-ચૌદસનો મેળો, વેરાવળ ખાતે ભાદ્રપદ સુદ-અગિયારસનો રામદેવ પીર – જાળેશ્વરનો મેળો આ બધા જ મેળા મહત્વના અને દર્શનીય મેળા છે.
ધાર્મિક મહત્વ:
પ્રખ્યાત ભવનાથના આ મેળામાં મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ ભગવાન ભવનાથની મહાપૂજા થાય છે. મહાપૂજાના દર્શન કરવા આસપાસના વિસ્તારો ઉપરાંત ગુજરાતભરમાંથી દર્શનાર્થીઓ અહિયાં ઉમટી પડે છે. સાધુ, સંતો અને નાગા બાવાઓ પણ મોટી સંખ્યામાં અહિયાં ઉમટી પડે છે. લોકો માટે ઠેર ઠેર અન્ન ક્ષેત્રો ખૂલે છે. મેળા દરમિયાન સંતો અને અલખના આરાધકો ભવનાથ મહાદેવના સાંનિધ્યમાં ધૂણી ધખા સત્સંગ કરે છે. લોકોને આકર્ષતા નાગાબાવાઓ લાકડી-તલવાર, શરીરે ભભૂત અને મસ્ત પરનો જટાધારી દેખાવ ભવનાથના મેળાને ગુજરાતના અન્ય મેળાથી અલગ રંગ આપે છે.
મહાવદ નોમના દિવસે ભવનાથના મંદિર ઉપર ધર્મ અને સંસ્કૃતિની ધજા ચડાવવામાં આવે છે. આ સમયે નાગાબાવાઓ હાથીઓ ઉપર સવારી કરી શંખ અને ધ્વનિ કરતાં અને જાત-જાતના વાધો વગાડતા મહાદેવનો જયનાદ કરે છે. આ સ્થળે મુચકુંદ, ભર્તુહરી અને ગુરુદત્તની ગુફાઓ પણ જોવા મળે છે. અહી લાખોની સંખ્યામાં ઉમટતા લોકો માટે મોંટા તંબુઓ બાંધવામાં આવે છે. આ મોંટા તંબુઓમાં એકસાથે ૩૦૦ થી ૪૦૦ લોકો રહી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવે છે, રાત્રિના સમય દરમિયાન સાધુ અને સંતો ભજન મંડળી જમાવે છે. આ આલોકિક મેળો લગભગ ૧૦ દિવસ સુધી ચાલે છે. અહિયાં લોકો માટે સરકાર દ્વારા કરવામાં આવતી વાહન વ્યવસ્થા પણ પ્રશંશનિય હોય છે.
ઈતિહાસ:
ભવનાથના મેળા માટે સ્કંદ પુરાણમાં એક કિસ્સો આપેલો છે. આ દંતકથા મુજબ જ્યારે શિવ પાર્વતી રથમાં આકાશમાં જતાં હતા ત્યારે તેમનું દિવ્ય ઘરેણું નીચે ભવનાથ મંદિર પાસે પડ્યું. આથી તેને ‘વસ્ત્ર પૂતક્ષેત્ર’ એવું કહેવામાં આવે છે. મહાશિવરાત્રિના દિવસે થતી મહાપૂજાના સમયે શંખોના ધ્વનિ સાથે નીકળેલું નાગા બાવાઓનું સરઘસ, તેઓનું મૃગીકુંડમાં સ્નાન અને ગિરનારની તળેટીમાં થતો શંખનાદ એક આધ્યાત્મિક અનુભવ છે. એવું કહેવામાં આવે છે કે મૃગીકુંડમાં નહાવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.
માહિતી સ્ત્રોત: વિકિપીડિયા અને માહિતી ખાતું
સમય નિકાળીને આ પણ વાંચો!
અમારા સાથે જોડાઓ
Telegram | Click Here |
Click Here | |
Click Here | |
Click Here | |
Click Here | |
Sharechat | Click Here |