Vhali Dikri Yojana: વ્હાલી દીકરી યોજના અંતર્ગત દીકરીઓને મળશે 1 લાખ 10 હજારની સહાય

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD) દ્વારા ગુજરાત રાજ્યમાં દીકરીઓના જન્મદરને વધારવા અને શિક્ષણમાં વધારો કરવા માટે એક યોજના વર્ષ 2019 માં લાવી હતી. આ સરકારી યોજના થકી દીકરીઓને કુલ 1,10,000 ની સહાય આપવામાં આવે છે અને યોજનાનું નામ છે ‘વ્હાલી દીકરી યોજના’ (Vhali Dikri Yojana).

Vhali Dikri Yojana Information In Gujarati
Vhali Dikri Yojana Information In Gujarati

વ્હાલી દીકરી યોજના દીકરીઓના જન્મને વધાવવા તેમજ તેના શિક્ષણને સુનિશ્ચિત કરવાના રાજ્ય વ્યાપી અભિયાનરૂપે શરૂ કરવામાં આવેલ છે. “વ્હાલી દીકરી” યોજના અંતર્ગત દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા સ્ત્રીભૃણ હત્યા અટકાવવા, સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવા અને સમાજમાં સ્ત્રીઓના સ્થાનને વધુ મજબૂત બનાવવા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.

વ્હાલી દીકરી યોજનાના ઉદ્દેશ્ય

  • દીકરીઓનું જન્મ પ્રમાણ વધારવું.
  • દીકરીઓનો શિક્ષણમાં વધારો કરવો અને ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો.
  • દીકરીઓ/સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું.
  • બાળલગ્ન અટકાવવા.

Vhali Dikri Yojana પાત્રતા

  • વ્હાલી દિકરી યોજના તારીખ 02/08/2019 ના રોજ થી અમલમાં આવેલ હોવાતી તારીખ 02/08/2019 ના રોજ અને ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
  • કુટુંબમાં પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
  • અપવાદરૂપ કિસ્સામાં બીજી અથવા ત્રીજી પ્રસૂતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
  • બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 અંતર્ગત પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
  • વ્હાલી દિકરી યોજના અંતર્ગત લાભ મેળવવા માંગતા દંપતીની (પતિ-પત્નીની સંયુક્ત) વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારો માટે એક સમાન રૂપિયા 2,00,000 કે તેથી ઓછી હોવી જોઈએ.
  • આવક મર્યાદાની પાત્રતા લાભાર્થીના જન્મના તરત આગળના 31 માર્ચના રોજ પૂર્ણ થતાં એક વર્ષના સંદર્ભમાં લેવાની થશે.

વ્હાલી દીકરી યોજના મંજૂરીની પ્રક્રિયા

“વ્હાલી દીકરી યોજના’નું અરજીપત્રક આંગણવાડી કેન્દ્ર/સીડીપીઓ કચેરી/ગ્રામ પંચાયત/મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે. લાભાર્થી દંપતીએ જરૂરી આધાર પુરાવા સહિત નિયત નમૂનાની અરજી આંગણવાડી કેન્દ્ર/સીડીપીઓ કચેરી અથવા તો જનસેવા કેન્દ્ર ખાતે આપવાની રહેશે.

કુટુંબીજનો દ્વારા દીકરીના જન્મના એક વર્ષની સમય મર્યાદામાં નિયત નમૂનામાં આધાર પુરાવા સહિત નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. આ સહાયની મંજૂરી જે તે જિલ્લાના મહિલા અને બાળ વિકાસ અધિકારી દ્વારા આવપમાં આવશે.

યોજનાનું ફોર્મ ભર્યા બાદ દિન-15 સુધીમાં તમારા વિસ્તારની મુખ્ય સેવિકા દંપતિના ઘરે મુલાકાત લઈ જરૂરી ચકાસણી કરી, તેમના સ્પષ્ટ અભિપ્રાય સાથે સી.ડી.પી.ઓ. શ્રીને તેમના દ્વારા મોકલી આપવાની રહે છે. 18 વર્ષની ઉંમર પહેલા જો દીકરીનું મૃત્યુ થાય છે તો તેવા કિસ્સામાં “વ્હાલી દીકરી” યોજના અંતર્ગત બાકીની સહાય મળવાપાત્ર રહેતી નથી.

વ્હાલી દીકરી યોજનામાં જોડવાના ડોક્યુમેન્ટ

  • દીકરીનું જન્મનું પ્રમાણપત્ર
  • માતા-પિતાના આધારકાર્ડ
  • માતા-પિતાનું જન્મનું પ્રમાણપત્ર
  • માતા-પિતાની કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર (મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી/ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવેલ)
  • દંપતીના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા
  • લગ્નનું પ્રમાણપત્ર
  • રેશનકાર્ડની નકલ
  • બેંક એકાઉન્ટની પાસ બુક
  • સોગંદનામું (જેમાં સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવેલ હોઈ સ્વ-ઘોષણા પ્રક્રિયા દાખલ કરવામાં આવી છે)

વ્હાલી દીકરી યોજના અંતર્ગત મળતી સહાય

પ્રથમ હપ્તો – દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા 4,000 મળવાપાત્ર થશે.
બીજો હપ્તો – દીકરીઓના નવમા ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા 6,000 ની સહાય મળવાપાત્ર થશે.
આખરી હપ્તો – દીકરીની ઉંમર 18 વર્ષની થાય અને ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે કુલ 1,00,000 ની સહાય મળવાપાત્ર થાય છે.

નોંધ: દિકરીના બાળલગ્ન થાય છે તો આ સહાય કે યોજનાના લાભ મળવાપાત્ર રહેતા નથી.

વ્હાલી દિકરી યોજના માટે અરજી કેવી રીતે કરવી?

  1. મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઈટ ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરવું અથવા તો જે તે જિલ્લાની કચેરીમાં જઈને મેળવી લેવું.
  2. ગ્રામ્ય સ્તરે ચાલતી ગ્રામ પંચાયત ખાતેથી VCE પાસે ફોર્મ મેળવી શકશો.
  3. નવા સુધારા મુજબ તમે ડિજિટલ ગુજરાત ઉપર જઈને ઓનલાઈન અરજી પણ કરી શકો છો.
  4. તમામ ડોક્યુમેન્ટ ઓરીજનલ આપવાના રહેતા હોય છે.
  5. પંચાયત ઓપરેટર અને તાલુકા ઓપરેટર દ્વારા તમામ ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવે છે.
  6. ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભર્યાની પહોંચ તમને આપવામાં આવે છે અને તે સાચવીને રાખવાની હોય છે.

Vhali Dikri Yojana Application Form PDF

અરજી ફોર્મઅહિયાં ક્લિક કરો
ટેલિગ્રામમાં જોડાઓઅહિયાં ક્લિક કરો
વોટ્સએપમાં જોડાઓઅહિયાં ક્લિક કરો

Source: wcd.gujarat.gov.in

FAQs On Vhali Dikri Yojana

વ્હાલી દીકરી યોજના શું છે?

વ્હાલી દીકરી યોજના એ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દીકરીઓના જન્મદર અને શિક્ષણમાં વધારો થાય તે હેતુસર ચાલુ કરવામાં આવેલ યોજના છે.

વ્હાલી દીકરી યોજના અંતર્ગત કુલ કેટલી સહાય આપવામાં આવે છે?

વ્હાલી દિકરી યોજના અંતર્ગત કુલ ત્રણ હપ્તામાં 1,10,000 રૂપિયાની સહાય દીકરીને આપવામાં આવે છે.

વ્હાલી દીકરી યોજનામાં અરજી કેવી રીતે કરવી?

વ્હાલી દીકરી યોજનામાં તમે ઓનલાઈન ડિજિટલ ગુજરાત ઉપર જઈને અરજી કરી શકો છો અથવા તો અરજી ફોર્મ મેળવી પંચાયત, આંગણવાડી અથવા તો જિલ્લાની મહિલા અને બાળ વિકાસ કચેરીમાં જઈ અરજી કરી શકો છો.

વ્હાલી દીકરી યોજનામાં દિકરી કેટલા વર્ષની થાય ત્યાં સુધી અરજી કરી શકાય છે?

વ્હાલી દિકરી યોજનામાં દીકરી જન્મથી લઈને એક વર્ષ સુધીની થાય ત્યાં સુધી આમાં અરજી કરી શકાય છે.

વ્હાલી દિકરી યોજના માટે માતા-પિતાની આવક મર્યાદા કેટલી હોવી જોઈએ?

વ્હાલી દીકરી યોજનામાં માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય અને શહેરી ક્ષેત્રે રૂપિયા 2,00,000 હોવી જોઈએ.

સમય નિકાળીને આ પણ વાંચો!

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *