Union Bank Apprentice 2025: બેંકમાં એપ્રેન્ટિસ કરવા ઇચ્છતા ઉમેદવારો માટે યુનિયન બેંક દ્વારા 2600+ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવાનું શરૂ થઈ ગયું છે અને ઉમેદવારો નીચે આપેલ લિંક દ્વારા નોટિફિકેશન વાંચી શકે છે અને પછી જ અરજી કરી શકે છે.

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મોટી સંખ્યામાં એપ્રેન્ટિસ ઉમેદવારો માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. ઓનલાઈન અરજી કરવાનું તારીખ 19 ફેબ્રુઆરી 2025 થી શરૂ થઈ ગયું છે. ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 5 માર્ચ 2025 નક્કી કરવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો તેની અધિકારીત વેબસાઈટ પર જઈને અરજી કરી શકશે.
યુનિયન બેંક એપ્રેન્ટિસ ભરતી 2025
ભરતી બોર્ડ | યુનિયન બેંક ઓફ ઈન્ડિયા (UBI) |
પોસ્ટનું નામ | એપ્રેન્ટિસ |
કુલ જગ્યાઓ | 2691 જગ્યાઓ |
અંતિમ તારીખ | 05/03/2025 |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
ઓફિશિયલ વેબસાઈટ | unionbankofindia.co.in/ |
ટેલિગ્રામ ચેનલ | અહિયાં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપ | અહિયાં ક્લિક કરો |
UCI બેંક એપ્રેન્ટિસ ભરતી કુલ જગ્યાઓ
જગ્યાઓની વાત કરીએ તો સૌથી વધારે જગ્યા અરુણાચલ પ્રદેશમાં કુલ 549 છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો આપણાં ગુજરાતમાં કુલ 125 જગ્યાઓ છે અને તેમાં જનરલ કેટેગરીની 54, એસસી કેટેગરીની 08, એસટી કેટેગરીની 18, ઓબીસી કેટેગરીની 33 અને ઈડબલ્યુએસ કેટેગરીની 12 જગ્યાઓ મળીને ગુજરાતમાં કુલ 125 જગ્યાઓ ભરવાની થાય છે. આ ભરતીની ટોટલ જગ્યાની વાત કરીએ તો કુલ 25 રાજ્યોમાં 2691 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવેલ છે.
યુનિયન બેંક એપ્રેન્ટિસ ભરતી યોગ્યતા 2025
આવેદન કરવા ઇચ્છુક ઉમેદવાર પાસે કોઈપણ વિષય સાથે સ્નાતક થયેલ માન્ય યુનિવર્સિટીની ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. ઉમેદવારની વય મર્યાદાની વાત કરી તો ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ. આરક્ષિત વર્ગોને નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. ઉમેદવાર પાસે 1 એપ્રિલ 2021 સુધી અથવા તો ત્યાર બાદ ગ્રેજ્યુએશન થયેલ હોવો જોઈએ.
યુનિયન બેંક એપ્રેન્ટિસ ભરતી અંગે
આ ભરતીમાં પસંદગી પામતા ઉમેદવારોનો ટ્રેનિંગ સમયગાળો 12 મહિનાનો એટલે કે કુલ 1 વર્ષનો રહેશે. આ સમયગાળા દરમિયાન ઉમેદવારને માસિક 15,000 રૂપિયાનું સ્ટાઈપંડ આપવામાં આવશે. ઉમેદવારોની પસંદગીની વાત કરીએ તો ઓનલાઈન પરીક્ષા દ્વારા તેમની પસંદગી કરવામાં આવશે. જેમાં 100 વૈકલ્પિક (MCQ) પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે જે ઉમેદવારોએ 1 કલાક એટલે કે 60 મિનિટના સમયગાળા દરમિયાન પૂર્ણ કરવાના રહેશે. ખોટા પ્રશ્ન માટે કોઈપણ પ્રકારનું નેગેટિવ માર્કિંગ નથી.
ઓનલાઈન પરીક્ષાની વધારે વાત કરીએ તો જનરલ અને ફાઈનાન્સિયલ અવોરનેસ 25 માર્કસ, જનરલ ઇંગ્લિશ 25 માર્કસ, ક્વોન્ટિટેટીવ અને રિઝનિંગ એપ્ટીટ્યુડ 25 માર્કસ અને કોંપ્યુટર નોલેજના 25 માર્ક એમ કરીને કુલ 100 પ્રશ્નોની પરીક્ષા તમારે આ એપ્રેન્ટિસ ભરતીમાં આવવાની છે જેમાં તમને 60 મિનિટનો સમયગાળો આપવામાં આવશે.
પરીક્ષા ફી
General / OBC | Rs. 800.00 + GST |
All Females | Rs. 600.00 + GST |
SC/ST | Rs. 600.00 + GST |
PWBD | Rs. 400.00 + GST |
યુનિયન બેંક એપ્રેન્ટિસ ભરતીમાં અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ તમારે યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની અધિકારીત વેબસાઈટ unionbankofindia.co અથવા તો bfsissc.com ઉપર જવાનું રહેશે.
- ત્યાં તમારે Recruitment/Career ઉપર જઈને Online Application ઉપર ક્લિક કરવાનું રહેશે.
- જેવુ ક્લિક કરશો એટલે તમે NTA Apprentice ના પોર્ટલ ઉપર જતાં રહેશો.
- ત્યાં જઈને તમારે નવા યુઝર હોવ તો રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને પછી અરજી કરવાની રહેશે.
- ફોર્મમાં આપેલ વિગતો અને ડોક્યુમેન્ટ અપલોડ કરી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
- અરજીની વિગતો બરાબર ચકાસી અને પછી જ અરજી સબમિટ કરવી અને પછી તેની પ્રિન્ટ કાઢી લેવી.
નોતીફકેશન ડાઉનલોડ કરવાની સીધી લિંક
આ પણ વાંચો!
અમારા સાથે જોડાઓ
Telegram | Click Here |
Click Here | |
Click Here | |
Click Here | |
Click Here | |
Sharechat | Click Here |