SBI વોટ્સએપ બેંકિંગ: બેંક બેલેન્સ ચેક જેવી ફ્રી સેવાઓનો લાભ લો હવે ઘરેબેઠા

દેશની સૌથી મોટી બેંક દ્વારા આજના ડિજિટલ યુગમાં એક નવી સેવા SBI વોટ્સએપ બેંકિંગની શરૂઆત કરી દીધી છે. હવેથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ના ગ્રાહકોને બેંક બેલેન્સ, મિનિ સ્ટેટમેન્ટ અને અન્ય ઘણી સર્વિસિસનો લાભ લેવા બેંકના ધક્કા ખાવાની જરૂર નહીં પડે.

SBI વોટ્સએપ બેંકિંગ screenshot showing balance check service
SBI વોટ્સએપ બેંકિંગ screenshot showing balance check service

ભારતની સૌથી મોટી બેન્કોમાં નામના ધરાવતી એવી ભારતીય સ્ટેટ બેંકમાં કરોડો ખાતા ધારકોના ખાતા ચાલે છે. મારુ અને તમારું ખાતું પણ આ બેંકમાં ચાલતું હશે અને આપણે ઘણી વાર એકાઉન્ટ બેલેન્સ ચેક કરવા અથવા તો મીની સ્ટેટમેન્ટ કાઢવા માટે બેંકમાં લાઈનમાં ઊભા રહેતા. હવે લાઈનમાં ઊભા રહેવા અથવા બેંકના ધક્કા ખાવાની જરૂર નથી. બસ તમારા ફોનમાં વોટ્સએપ દ્વારા માત્ર એક મેસેજ મોકલો અને SBI વોટ્સએપ બેન્કિંગ સેવાનો લાભ ઘરેબેઠા લો.

હવે આપણે સમજીએ કે આ સેવા શું છે, તેના ફાયદા શું છે, શું આ સેવા ફ્રી છે, આ સેવાનો ઉપયોગ કરવાથી ખાતાને કોઈ નુકશાન થશે કે નહીં આ તમામ જાણકારી આપણે હવે આગળ મેળવીશું.

SBI વોટ્સએપ બેન્કિંગ શું છે અને કેવી રીતે કામ કરે છે?

વોટ્સએપ બેન્કિંગ સેવા એ આજના ડિજિટલ યુગમાં શરૂ થયેલ એક ઓનલાઈન સેવા છે જેનો ઉપયોગ તમે વોટ્સએપ દ્વારા બેંક બેલેન્સ ચેક કરવા, મિનિ સ્ટેટમેન્ટ મેળવવા, એકાઉન્ટ સ્ટેટમેન્ટ, પેન્શન સ્લીપ અને અન્ય ઘણી સેવાઓ માટે કરી શકો છો.

SBI વોટ્સએપ બેન્કિંગ સેવા તમારે શરૂ કરવા માટે સૌપ્રથમ તેના રજીસ્ટ્રેશન નંબર (+917208933148) ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યારબાદ SBI વોટ્સએપ નંબર (+919022690226) તમારા મોબાઈલમાં સેવ કરી અને વોટ્સએપમાં જઈ તમારે તેમાં “Hi” લખી મેસેજ મોકલવાનો રહેશે.

માત્ર થોડી જ ક્ષણોમાં તમને કઈ સર્વિસનો લાભ લેવો છે તેના વિશે પૂછશે અને તમારે તે સર્વિસ ઉપર ક્લિક કરવાનું રહેશે અને બીજી જ સેકન્ડે તમને તેની માહિતી વોટ્સએપ ઉપર ઘરેબેઠા મળી રહેશે.

રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

SBI વોટ્સએપ બેન્કિંગ માં રજીસ્ટ્રેશન માટે સૌપ્રથમ તમારે એક સાદો મેસેજ કરવો પડશે અને ત્યારબાદ વોટ્સએપમાં જઈને તમે આ સર્વિસનો લાભ મેળવી શકશો. તેના માટે નીચેના સ્ટેપને ફોલો કરો:-

  • સૌપ્રથમ SBI રજીસ્ટ્રેશન નંબર (+917208933148) ઉપર “WAREG તમારો ખાતા નંબર” (ઉદા: WAREG 102030405060702) લખીને SMS મોકલો.
  • SMS મોકલ્યાની તરત જ તમને SBI તરતફથી મેસેજ આવશે કે તમારું SBI વોટ્સએપ બેન્કિંગ સેવા માટે રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ ગયું છે.
  • હવે SBI વોટ્સએપ નંબર (+919022690226) તમને ગમે તે નામથી તમારા મોબાઈલમાં સેવ કરો.
  • હવે તમારું WhatsApp ખોલો અને જે નામથી નંબર સેવ કર્યો હતો તેમાં જઈ “Hi” મેસેજ લખી સેન્ડ કરો.
  • સેન્ડ કરતાંની બીજી જ સેકન્ડે તમને મેસેજ આવશે જેમાં Get Balance, Get Mini Statement, Confirm KYC અને Other Services એમ લખેલું હશે.
  • આમાંથી તમારે જે સર્વિસનો ઉપયોગ કરવો હોય તેના ઉપર ક્લિક કરો અને તરત જ તમને સ્ક્રીન ઉપર તેનો જવાબ મળશે.

નોંધ: આ સેવાનો લાભ લેવા માટે તમારો મોબાઈલ નંબર બેંક ખાતા સાથે લિંક થયેલો હોવો જોઈએ તો જ વોટ્સએપ બેન્કિંગ સેવાનો લાભ તમે લઈ શકશો.

કઈ કઈ સેવાઓનો લાભ મેળવી શકો છો?

SBI વોટ્સએપ બેકિંગ સેવા દ્વારા તમે નીચે આપેલી તમામ સેવાઓનો લાભ ઘરેબેઠા ફ્રી માં મેળવી શકો છો.

  • એકાઉન્ટ બેલેન્સ: તમારા SBI ખાતાનું બેલેન્સ ચેક કરી શકો છો
  • મીની સ્ટેટમેન્ટ: તમે કરેલા છેલ્લા 10 ટ્રાન્જેકશન જોઈ શકો છો
  • એકાઉન્ટ સ્ટેટમેન્ટ: 250 સ્ટેટમેન્ટ જોવાની સુવિધા
  • અન્ય સ્ટેટમેન્ટ: હોમ લોન અને શૈક્ષણિક લોન વ્યાજ સર્ટિફિકેટ
  • લોન વિશે માહિતી: હોમ લોન, કાર લોન, ગોલ્ડ લોન, પર્સનલ લોન વિશે વિગતવાર માહિતી મેળવી શકો
  • ડીપોઝીટ પ્રોડક્ટ: સેવિંગ એકાઉન્ટ, રિકરીંગ ડીપોઝીટ, ટર્મ ડિપોઝિટ વિશે માહિતી
  • એનઆઈઆર સર્વિસ: NRE અથવા NRO એકાઉન્ટ વિશે માહિતી
  • ઈન્સ્ટા એકાઉન્ટ ખોલવા માટેની તમામ માહિતી
  • પ્રિ-એપ્રૂવડ લોન વિશેની માહિતી
  • ડિજિટલ બેન્કિંગ માહિતી
  • બેન્કના વિવિધ ફોર્મ ડાઉનલોડ કરી શકાય
  • કાર્ડ ચોરાઈ ગયું હોય અથવા ખોવાઈ ગયું હોય તો તેના વિશે માહિતી
  • નજીકની SBI બ્રાન્ચ અથવા ATM વિશેની માહિતી
  • અન્ય ઘણી સેવાઓ

SBI વોટ્સએપ બેન્કિંગ સેવાના લાભ

  • બેંકમાં ધક્કા ખાવાની કે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી.
  • ઘરેબેઠા મોબાઈલ દ્વારા સેવાનો લાબ મેળવી શકાય.
  • માત્ર થોડી જ સેકન્ડમાં તમને જવાબ મળી જાય.
  • વોટ્સએપની એન્ડ ટુ એન્ડ સિક્યુરિટી દ્વારા તમારો ડેટા સુરક્ષિત રહે.
  • આ સેવા ફ્રી હોવાથી તેના કોઈ ચાર્જ લેવામાં આવતા નથી.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો

  • તમારો OTP કોઈપણ જગ્યાએ શેર ન કરો.
  • અજાણી લિંકસ ઉપર ક્યારેય ક્લિક ન કરવું.
  • SBI વોટ્સએપ બેન્કિંગ માટે તેનો સત્તાવાર નંબર (+919022690226) નો જ ઉપયોગ કરવો.
  • વોટ્સએપ ઉપર અન્ય નંબરથી મેસેજ આવે તો સાવચેત રહો અને તમારો ડેટા શેર ન કરો.
  • કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવે છે તો તમારી માહિતી ક્યારે શેર ન કરો.
  • SBI દ્વારા તમારી માહિતી લેવા કોઈપણ પ્રકારના ફોન કરવામાં આવતા નથી જેનું ધ્યાન રાખો.

નિષ્કર્ષ

SBI વોટ્સએપ બેન્કિંગ એ આજના ડિજિટલ યુગમાં ખૂબ જ ઉપયોગી એવું પગલું છે. જેના દ્વારા તમારે પહેલાની જેમ લાંબી લાઇનોમાં ઊભું રહેવુ અને વારંવાર બેંકની મુલાકાત લેવામાંથી છુટકારો મળે છે. તો આજે જ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આ સેવાનો લાભ લેવા રજીસ્ટર કરો તમારો મોબાઈલ નંબર અને ડિજિટલ બેન્કિંગનો અનુભવ કરો!

FAQs

SBI વોટ્સએપ બેંકિંગ શું છે?

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવેલી વોટ્સએપ બેંકિંગ સેવા એ તેમના ગ્રાહકોને તેમની વિવિધ પ્રકારની ઓનલાઈન ફ્રી સેવાઓ વોટ્સએપ દ્વારા મળી રહે તે માટેની એક સેવા છે. જેનો ઉપયોગ ગ્રાહક બેલેન્સ ચેક કરવા અને અન્ય ઘણી સેવાઓ માટે કરી શકે છે.

SBI નો વોટ્સએપ નંબર શું છે?

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો વોટ્સએપ નંબર (+919022690226) છે. જે તેમના દ્વારા જાહેર કરેલ ઓફિશિયલ નંબર છે અને આ સિવાય અન્ય કોઈપણ નંબર જાહેર કરવામાં આવેલ નથી.

SBI વોટ્સએપ બેંકિંગ કેવી રીતે શરૂ કરવું?

SBI વોટ્સએપ બેંકિંગનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ તમારે આ નંબર (+917208933148) ઉપર રજીસ્ટ્રેશન કરવું પડશે અને ત્યારબાદ જ તમે વોટ્સએપ બેંકિંગનો ઉપયોગ કરી શકશો.

શું SBI વોટ્સએપ બેંકિંગ સુરક્ષિત છે?

હા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું વોટ્સએપ બેંકિંગ એકદમ સુરક્ષિત છે અને તે એન્ડ-ટુ-એન્ડ સુરક્ષા તેના ગ્રાહકોને વોટ્સએપ દ્વારા પ્રદાન કરવામાં આવે છે.

Check This: BOB વોટ્સએપ બેંકિંગ: એકાઉન્ટ બેલેન્સ, સ્ટેટમેન્ટ જેવી સર્વિસ ફ્રી માં મેળવો તમારા મોબાઈલમાં

અમારા સાથે જોડાઓ

TelegramClick Here
WhatsAppClick Here
InstagramClick Here
FacebookClick Here
TwitterClick Here
SharechatClick Here
Share This Post!

5 Comments

  1. Ketan

    Well informed artical. Keep it Up.👏👏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *