આજના ડિજિટલ ઈન્ડિયામાં હવે તમારે ઘણા પ્રકારની બેકિંગ સેવાઓ મેળવવા માટે બેંકમાં જવાની જરૂર નથી. જો તમારું બેંક એકાઉન્ટ BOB માં છે તો હવેથી તમે ઘરેબેઠા તમારા વોટ્સએપ દ્વારા બેંક ઓફ બરોડાની ઘણી બધી સર્વિસ BOB વોટ્સએપ બેંકિંગ દ્વારા જેવી કે એકાઉન્ટ બેલેન્સ ચેક, મિનિ સ્ટેટમેન્ટ, સ્ટેટમેન્ટ રિક્વેસ્ટ જેવી સર્વિસણો લાભ ફ્રી માં તમારા વોટ્સએપ ઉપર મેળવી શકો છો.

પહેલા એવું હતું કે તમારે કોઈપણ નાનું નાનું બેંકનું કામકાજ હોય તેના માટે વારંવાર બેંકમાં જવું પડતું અને ધક્કા ખાવા પડતાં. હવે આજના ડિજિટલ ઈન્ડિયામાં એવું રહ્યું નથી અને હવે તો તમે ઘરેબેઠા માત્ર થોડી જ સેકન્ડમાં બેંકના ઘણા કામ વોટ્સએપ દ્વારા કરી શકો છો અને તેના માટે બેંક ઓફ બરોડા (BOB) દ્વારા તેનો ઓફિશિયલ વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે.
બેંક ઓફ બરોડા ના વોટ્સએપ નંબર દ્વારા વોટ્સએપ બેંકિંગની સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરવો, તેમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું અને કઈ કઈ સર્વિસનો લાભ તમને ઘરેબેઠા મળશે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી અહિયાથી મળી રહેવાની છે.
BOB WhatsApp Banking શું છે?
બેંક ઓફ બરોડાનું વોટ્સએપ બેંકિંગ એ આજના ડિજિટલ યુગમાં શરૂ થયેલ એક ઓનલાઈન સર્વિસ છે જે તમને ઘરેબેઠા ફ્રી માં તેની બેંકિંગ સેવાઓનો વપરાશ કરવાની છૂટ આપે છે. BOB ના વોટ્સએપ બેંકિંગનો ઉપયોગ તમે 24/7 (ગમે ત્યારે) કરી શકો છો. હાલમાં આ બેંકિંગ સેવા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને મરાઠી જેવી ભાષામાં ઉપલબ્ધ છે અને ભવિષ્યમાં વધુ ભાષાઓમાં પણ ઉપલબ્ધ થઈ શકે છે.
બેંક ઓફ બરોડા વોટ્સએપ બેંકિંગની સેવાઓ
બેંક ઓફ બરોડા નીચે મુજબની સેવાઓ તમને વોટ્સએપ દ્વારા ફ્રી માં ઉપયોગ કરવા માટે આપે છે.
- એકાઉન્ટ બેલેન્સ: તમારા બેંકનું બેલેન્સ ચેક કરો ગમે ત્યારે, કોઈપણ જગ્યાએથી અને એ પણ માત્ર થોડી જ સેકન્ડોમાં.
- મિનિ સ્ટેટમેન્ટ: તમારા એકાઉન્ટમાં થયેલા હાલના ટ્રાન્જેકશનની માહિતી મેળવો.
- સ્ટેટમેન્ટ રિક્વેસ્ટ: ગમે ત્યારે તમારે એકાઉન્ટ સ્ટેટમેન્ટની જરૂર પડે ત્યારે મેળવી શકો છો.
- ઈ-મેઈલ આઈડી: બેંક એકાઉન્ટ સાથે રજીસ્ટર થયેલ ઈમેઈલ આઈડી ચેક કરી શકો છો.
- ટર્મ ડિપોઝિટ: તમારા ટર્મ ડિપોઝિટ એકાઉન્ટની વિગતો તરત જોઈ શકો છો.
- લોન એકાઉન્ટ માહિતી: તમારા લોનની માહિતી મેળવી શકો છો.
- વ્યાજ પ્રમાણપત્ર: સરળતાથી ઈન્ટરેસ્ટ સર્ટિફિકેટ માટે રિક્વેસ્ટ મોકલી અને ડાઉનલોડ કરી શકો છો.
- FASTag બેલેન્સ: તમારા ફાસ્ટ ટેગનું બેલેન્સ ગમે ત્યારે ચેક કરી શકો છો.
- ચેક બુક: બેંકની મુલાકાત લીધા વગર નવી ચેકબુક માટે રિક્વેસ્ટ કરી શકો છો.
- ટ્રેક ચેક બુક: ચેકમૂક માટે મોકલેલી રિક્વેસ્ટને ટ્રેક કરી શકો છો.
- સ્ટોપ ચેક: ખોટા સહી કરાયેલા ચેકને તાત્કાલિક બંધ કરાવી શકો છો.
- UPI સર્વિસ: તાત્કાલિક UPI સર્વિસને બંધ કરાવી શકો છો.
- બ્લોક ડેબિટ કાર્ડ: ખોવાયેલા અથવા ચોરાયેલાં ડેબિટ કાર્ડને તતાલીક બંધ કરાવી શકો છો.
- બેંક રજા: બેંકમાં આવતી રજાઓનું કેલેન્ડર જોઈ શકો છો.
- વોઇસ બેંકિંગ: તમે બોલીને એટલે કે “બેંક બેલેન્સ” એમ બોલીને પણ આ સર્વિસનો ઉપયોગ કરી શકો છો.
- લોકર: તમારી જરૂરી વસ્તુઓ મૂકવા માટે લોકરની અરજી પણ કરી શકો છો.
- સુકન્યા સમૃદ્ધિ યોજના: આ યોજનની મહત્વની વિગતો ચેક કરી શકો છો.
- બિલ: વિવિધ પ્રકારના બિલની ચુકવણી ઓનલાઈન કરી શકો છો.
- હોટેલ, બસ, ફ્લાઈટ: ટ્રાવેલ અને હોટેલ સર્વસિસ ઓનલાઈન બુક કરી શકો છો.
આ સિવાય અન્ય ઘણી બેંકિંગ સર્વિસિસ બેંક ઓફ બરોડા દ્વારા વોટ્સએપ બેંકિંગ દ્વારા આપવામાં આવે છે જેની વિગતવાર માહિતીની લિંક તમને આ પોસ્ટના અંતિમમાં મળી જશે. હવે આગળ વોટ્સએપ બેંકિંગ માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની માહિતી મેળવો.
BOB વોટ્સએપ બેંકિંગ માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
બેંક ઓફ બરોડાની વોટ્સએપ બેંકિંગ સેવાનો ઉપયોગ કરવા માટે તમારે નીચે આપેલ પગલાઓને અનુસરવાનું રહેશે.
1) સૌપ્રથમ બેંક ઓફ બરોડાનો અધિકારીત વોટ્સએપ નંબર તમારા મોબાઈલમાં સેવ કરો.
BOB WhatsApp Number: +91 8433 888 777
2) હવે તમારું વોટ્સએપ તમારા મોબાઈલમાં ખોલો.
3) હવે તમારા મોબાઇલમાં ઉપરનો નંબર જે નામથી સેવ કર્યો હતો તેના ઉપર જાઓ.
4) હવે તેમાં “Hi” લખીને મેસેજ મોકલો.
5) તમને તમારી સ્ક્રીન ઉપર થોડી જ સેકન્ડમાં રિપ્લાય આવશે અને તમે વોટ્સએપ બેંકિંગ શરૂ કરી શકો છો.
6) તમારા બેંક એકાઉન્ટમાં જે નંબર લિંક હોય તે જ નંબર દ્વારા ઉપર આપેલ નંબર ઉપર મેસેજ કરવાનો રહેશે.
વોટ્સએપ બેંકિંગના ફાયદા
- રાત-દિવસ ગમે ત્યારે તમે આ સેવાનો ઉપયોગ કરી શકો છો.
- આમાં તમારી માહિતી સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે.
- ગુજરાતી સહિત અનેક ભાષાઓમાં આ સેવાઓ ઉપલબ્ધ છે.
- ભારત અને અન્ય પસંદગી થયેલ દેશોમાં આનો ઉપયોગ થઈ શકે છે.
આટલું ધ્યાનમાં જરૂરથી રાખો
- તમને કોઈપણ OTP માટે મેસેજ કે કોલ આવે તો આપવો નહીં.
- વોટ્સએપ કે સોશિયલ મીડિયા ઉપર આવતી અજાણી લીંકો ઉપર ક્લિક કરશો નહીં.
- BOB વોટ્સએપ બેંકિંગ માટે તેનો ઓફિશિયલ વોટ્સએપ નંબર (+91 8433 888 777) નો જ ઉપયોગ કરો.
- કોઈ બેંકના નામથી ફોન આવે તો તમારી માહિતી ક્યારે આપશો નહીં અને જરૂરી હોય તો બેંકમાં જઈ આવો.
- BOB દ્વારા તમારી કોઈપણ માહિતી લેવા માટે ફોન કરવામાં આવતા નથી તેનું ધ્યાન રાખો.
BOB હેલ્પલાઈન નંબર
ડોમેસ્ટિક ગ્રાહકો માટે ટોલ-ફ્રી: 1800 5700 / 1800 5000
વિદેશથી ડોમેસ્ટિક ગ્રાહકો માટે: +91 79-66296009
NRI ગ્રાહકો માટે: +91 79-66296629
NRI ફરિયાદ માટે ઇમેઇલ: nricustomercare@bankofbaroda.com
નિષ્કર્ષ
બેંક ઓફ બરોડા દ્વારા આજના ડિજિટલ યુગમાં પોતાની વોટ્સએપ બેંકિંગ સેવા શરૂ કરીને એક નવીન પગલું ભર્યું છે. જેનાથી તેના કરોડો ગ્રાહકોને ઘરેબેઠા ઘણી સેવાઓનો ઉપયોગ કરવાનો લાભ મળશે. પહેલા બેંકની સેવાઓ માટે જે લાઈનમાં ઊભું રહેવું પડતું અને ધક્કા ખાવા પડતાં તે હવે બંધ થઈ જશે અને વોટ્સએપ દ્વારા ગણતરીની સેકન્ડોમાં મહત્વના કામ થઈ જશે. બેંક ઓફ બરોડા વોટ્સએપ બેંકિંગ સેવાની વિગતો જોવા માટે અહિયાં ક્લિક કરો.
FAQs
બેંક ઓફ બરોડા વોટ્સએપ બેંકિંગ એ આજના ડિજિટલ યુગમાં શરૂ કરેલી એક ઓનલાઈન ફ્રી સેવા છે જેનો ઉપયોગ દરેક ગ્રાહક પોતાના મોબાઈલમાં વોટ્સએપ દ્વારા કરી શકે છે.
હા, બેંક ઓફ બરોડાની વોટ્સએપ બેંકિંગ સેવા એન્ડ-ટુ-એન્ડ સુરક્ષા પ્રદાન કરે છે અને તે એકદમ સુરક્ષિત છે.
બેંક ઓફ બરોડાનો ઓફિશિયલ વોટ્સએપ નંબર (+91 8433 888 777) છે. આ નંબર સિવાય કોઈપણ અન્ય નંબરનો વોટ્સએપ બેંકિંગ માટે જાહેર કરવામાં આવેલ નથી.
બેંક ઓફ બરોડા દ્વારા તેની આ સેવા 24 કલાક રાત-દિવસ ચાલુ હોય છે. ગ્રાહક ગમે ત્યારે આ સેવાનો ઉપયોગ પોતાના મોબાઈલ દ્વારા ગમે તે જગ્યાએથી કરી શકે છે.
આ પણ વાંચો: SBI વોટ્સએપ બેંકિંગ: બેંક બેલેન્સ ચેક જેવી ફ્રી સેવાઓનો લાભ લો હવે ઘરેબેઠા
અમારા સાથે જોડાઓ
Telegram | Click Here |
Click Here | |
Click Here | |
Click Here | |
Click Here | |
Instagram Channel | Click Here |
Mr aapa satiya
Yes???
ashishbhuriya967@gmail.com.