GPRB PSI Syllabus: પીએસઆઈ પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ

Image With Gujarat Police Logo and Gujarati Text (GPRB PSI New Syllabus) In Gujarati

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા આ વખતથી પોલીસ સબ ઈન્સ્પેકટર (PSI) ની શારીરિક કસોટી અને લેખિત પરીક્ષાના (Written Exam) નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા ઉમેદવારોએ જે કાયદો છે તે તૈયાર કરવા માટે વધારે મહેનત કરવી પડતી હતી તે હવે વિષય કાઢી નાખવામાં આવ્યો છે અને સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ (Syllabus) બદલી દેવામાં આવી છે.

GPRB PSI New Exam Syllabus મુજબ હવે આ પરીક્ષામાં તમારે કુલ 300 માર્કસના પેપર લેવામાં આવશે. જેમાં એક પેપર 200 માર્કસનું અને એક પેપર 100 માર્કસ નું હશે અને તેમાં 200 માર્કસનું પેપર વૈકલ્પિક (MCQ) પ્રકારનું હશે અને બીજું 100 માર્કસનું પેપર છે તે વર્ણાત્મક (Descriptive) પ્રકારનું આવશે. આમ કુલ બે પેપરના 300 માર્કસ થશે અને કુલ 6 કલાકનો સમયગાળો તમને આપવામાં આવશે.

GPRB PSI New Syllabus In Gujarati

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ પોલીસ સબ ઈન્સ્પેકટર ની શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપદંડ કસોટીમાં પાસ થયા બાદ તેમને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે. આ પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ નીચે આપેલો છે.

પેપરનું નામકુલ માર્કસસમય
સામાન્ય અભ્યાસ (MCQ)200 માર્કસ3 કલાક
ગુજરાતી અને અંગ્રેજી ભાષા કૌશલ્ય (Descriptive)100 માર્કસ3 કલાક
Total300 માર્કસ6 કલાક

હવે આપણે એક એક કરીને ઉપરના પેપર વિશે વિગતવાર માહિતી મેળવીશું. વિગતવાર માહિતી એટલે કે જે પહેલું પેપર છે તે તમારે 2 ભાગમાં આવશે અને તેમાં પાર્ટ-A અને પાર્ટ-B એમ કરીને બે પેપર આવશે જે 100-100 માર્કસના હશે અને તેમાં કયા કયા વિષયોમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે તેની વિગતે હવે માહિતી મેળવીશું.

પેપર-1: સામાન્ય અભ્યાસ (200 માર્કસ)

આ પેપરમાં બે વિભાગ આવશે જે વિભાગ-1 અને વિભાગ-2 એમ બે વિભાગ આવશે અને તેની વિગતવાર માહિતી નીચે આપેલી છે.

પાર્ટ-A

  • 100 માર્કસ અને 100 MCQ આવશે
  • 40% માર્કસ લાવવા ફરજિયાત
  • નેગેટિવ માર્કસ 0.25
  • “E” ઓપ્શન આવશે
વિષયમાર્કસ
રિઝનિંગ અને ડેટા ઇન્ટરેપ્શન50 માર્કસ
ક્વોટીટેટીવ એપ્ટીટ્યુડ50 માર્કસ
કુલ100 માર્કસ

આમ આ તમારા પેપર-1 નું પ્રથમ પેપરના પાર્ટ-A નો અભ્યાસક્રમ છે. હવે આપણે પાર્ટ-B ના અભ્યાસક્રમ વિશે જાણીશું.

પાર્ટ-B

  • 100 માર્કસ અને 100 MCQ આવશે
  • 40% માર્કસ લાવવા ફરજિયાત
  • નેગેટિવ માર્કસ 0.25
  • “E” ઓપ્શન આવશે
વિષયમાર્કસ
ભારતનું બંધારણ અને જાહેર વહીવટ25 માર્કસ
ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો25 માર્કસ
કરંટ અફેર્સ અને જનરલ નોલેજ25 માર્કસ
પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને અર્થશાસ્ત્ર25 માર્કસ
કુલ100 માર્કસ

આમ ઉપર મુજબ બે પાર્ટના કુલ થઈને 200 માર્કસનું પેપર આવશે અને આ બંને પેપરમાં તમારે 40% માર્કસ લાવવા ફરજિયાત છે. જો તમારે એક પાર્ટમાં 40% માર્કસ આવે છે અને બીજા પાર્ટમાં નથી આવતા તો તમે આ પેપરમાં પાસ થશો નહીં. બંને પાર્ટમાં ભરતી બોર્ડ દ્વારા નક્કી કરેલ લાયકાત મુજબ માર્કસ લાવવા જરૂરી છે.

પેપર-2: ગુજરાતી-અંગ્રેજી ભાષા કૌશલ્ય (વર્ણાત્મક)

આ પેપરમાં પણ બે ભાગમાં પ્રશ્નો પૂછવામાં આવશે. જેમાં ગુજરાતીમાં 70 માર્કસ અને અંગ્રેજીમાં 30 માર્કસના પ્રશ્ન પૂછવામાં આવશે. આ પેપરમાં તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે.

ગુજરાતી

નિબંધ (350 શબ્દો)30 માર્કસ
સંક્ષેપીકરણ 10 માર્કસ
કોમ્પ્રિહેનશન10 માર્કસ
રિપોર્ટ લેખન10 માર્કસ
પત્રલેખન10 માર્કસ

અંગ્રેજી

Precis Writing10 માર્કસ
Comprehension10 માર્કસ
Translation (From Gujarati ti English)10 માર્કસ
કુલ માર્કસ100 માર્કસ

મિત્રો ઉપરના બે પેપરની જેમ તમારે આ આખા પેપરમાં એટલે કે 100 માર્કસમાંથી પાસ થવા 40% માર્કસ લાવવા ફરજિયાત છે.

પીએસઆઈ અભ્યાસક્રમ અંગે વધુ માહિતી

પીએસઆઈ પરીક્ષાના આ અભ્યાસક્રમમાં પેપર-1 માં પાર્ટ-એ અને પાર્ટ-બી વૈકલ્પિક (MCQ) પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે. તમામ પ્રશ્નોના જવાબ ઉમેદવારોએ આપવાના રહેશે. દરેક પ્રશ્નમાં એક “Not Attempted” (Option “E”) વિકલ્પ આપવામાં આવશે. જો કોઈ ઉમેદવાર કોઈ પ્રશ્નનો જવાબ નહીં આપવા ઈચ્છતો હોય તો તે આ વિકલ્પને ટીક કરી શકે છે.

આ વિકલ્પને ટીક કરવામાં આવશે તો તેના કોઈ ગુણ કપાશે નહીં. દરેક સાચા જવાબ માટે એક ગુણ આપવામાં આવશે અને ખોટા જવાબ માટે 0.25 માર્કસ કાપવામાં આવશે. ઉમેદવારે કોઈપણ વિકલ્પ પસંદ નહીં કર્યો હોય તો પણ 0.25 માર્કસ કાપવામાં આવશે.

OMR માં સફેદ શાહીનો ઉપયોગ કારવનો નહીં અને જો કોઈ ઉમેદવાર તેનો ઉપયોગ કરશે તો તે જવાબ ખોટો ગણવામાં આવશે અને તેના 0.25 માર્કસ કાપવામાં આવશે. આ પરીક્ષામાં તમારું પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અથવા અંગ્રેજી ભાષાનું રહેશે.

વધુ એક મહત્વની માહિતી એ છે કે પેપર-2 ગુજરાતી અને અંગેજી ભાષા કૌશલ્ય (Descriptive) નું મૂલ્યાંકન ફક્ત એ ઉમેદવારોનું જ કરવામાં આવશે જેઓ પેપર-1 સામાન્ય અભ્યાસના બંને વિભાગમાં ઓછામાં ઓછા 40% માર્કસ મેળવેલ હશે. જો આટલા માર્કસ પહેલા પેપરના બંને વિભાગમાં આવ્યા નહીં હોય તો તમારું મૂલ્યાંકન કરવામાં નહીં આવે.

દસ્તાવેજ ચકાસણી માટે મેરીટ લિસ્ટ

દસ્તાવેજ ચકાસણી માટે ઉમેદવારોનું મેરીટ લિસ્ટ નીચે મુજબના ગુણને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવશે.

  • મુખ્ય પરીક્ષાના પેપર-1 અને પેપર-2 માં મેળવેલ કુલ ગુણ
  • NCC “સી” સર્ટિફિકેટના આધારે મળવાપાત્ર ગુણ
  • રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પ્રમાણપત્રના આધારે મળવાપાત્ર ગુણ
  • માન્ય રમતગમતના પ્રમાણપત્રને આધારે મળવાપાત્ર વિશેષ ગુણ
  • વિધવા મહિલાને મળવાપાત્ર વિશેષ ગુણ

ઉપર જણાવેલ મળવાપાત્ર ગુણનો સરવાળો કરી મેરીટના આધારે ખાલી જગ્યાના આશરે બે ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. આના આધારે અંતિમ પસંદગી યાદી બોર્ડ દ્વારા તૈયાર કરી અને જાહેર કરવામાં આવશે.

પસંદગી યાદી અંગે

પસંદગી યાદી તૈયાર કરતી વખતે બે કે તેથી વધારે ઉમેદવારોના એક સરખા માર્કસ હશે ત્યારે આ રીતે પસંદગી કરવામાં આવશે.

આ કિસ્સામાં ઉમેદવારોની જન્મ તારીખ ધ્યાનમાં લેવામાં આવશે. જન્મ તારીખ પ્રમાણે વધુ ઉંમરવાળા ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે.

જો ગુણ અને જન્મતારીખ બંને સમાન હોય ત્યારે ઉમેદવારોની ઊંચાઈ ધ્યાનમાં લેવામાં આવશે, જે ઉમેદવારોની ઊંચાઈ વધુ હશે તે ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે.

Check This: GPRB Constable Syllabus: પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા અભ્યાસક્રમ

અમારા સાથે જોડાઓ!

TelegramClick Here
WhatsAppClick Here
InstagramClick Here
FacebookClick Here
TwitterClick Here
Instagram ChannelClick Here
Share This Post!

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *