GPRB Constable Syllabus: પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા અભ્યાસક્રમ

Gujarat Police Logo With Gujarati Text Gujarat Police Constable New Exam Syllabus

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ની લોકરક્ષક કેડરની ભરતીની શારીરિક કસોટી અને શારીરિક માપદંડ કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોને આગળ લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. ગુજરાત પોલીસ ભરતીની કોન્સ્ટેબલ લેખિત પરીક્ષાનો બદલાયેલ અભ્યાસક્રમ (GPRB Constable Syllabus) ઉમેદવારો અહિયાથી વાંચી શકે છે.

પહેલા ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ભરતીની લેખિત પરીક્ષા 100 માર્કસની આવતી હતી જેના બદલે હવે 200 માર્કસનું પેપર આવશે અને તેમાંય કાયદો વિષય પૂછવામા આવતો હતો તે કાઢી નાખવામાં આવ્યો છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને કોન્સ્ટેબલ આ બંને પરીક્ષાના અભ્યાસક્રમમાં ફેરફાર કર્યા છે અને તેની વિગતવાર માહિતી અહિયાં આપેલી છે.

GPRB Constable Syllabus

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે નવો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે તેમાં કુલ 200 માર્કસનું પેપર તમારે આવશે અને તેમાં બે ભાગ પાડેલા હશે. આ પરીક્ષા તમારે OMR પદ્ધતિથી આપવાની રહેશે અને આમાં તમને કુલ 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. જેની વિગતવાર માહિતી નીચે વિગતે વાંચી શકો છો.

પાર્ટ-A

  • પાર્ટ-A માં 80 માર્કસનો હશે
  • 80 પ્રશ્નો આવશે
  • 40% માર્કસ લાવવા ફરજિયાત
  • 0.25 ખોટા જવાબ દીઠ
  • E ઓપ્શન આપવામાં આવશે
વિષયમાકર્સ
રિઝનિંગ અને ડેટા ઈન્ટરપ્શન30 માર્કસ
ક્વોન્ટિટેટીવ એપ્ટીટ્યુડ30 માર્કસ
ગુજરાતી ભાષા20 માર્કસ
કુલ માર્કસ80 માર્કસ

પાર્ટ-B

  • પાર્ટ-B 120 માર્કસનો હશે
  • 120 પ્રશ્નો આવશે
  • 40% માર્કસ લાવવા ફરજિયાત
  • 0.25 ખોટા જવાબ દીઠ
  • E ઓપ્શન આપવામાં આવશે
વિષયમાકર્સ
બંધારણ30 માર્કસ
કરંટ અફેર્સ, સાયન્સ અને ટેકનોલોજી, જનરલ નોલેજ40 માર્કસ
ઈતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારત અને ગુજરાતની ભૂગોળ50 માર્કસ
કુલ માર્કસ120 માર્કસ

પાર્ટ-A અને પાર્ટ-B માં તમારે 40% માર્કસ બંનેમાં લાવવા ફરજિયાત છે. તમારું મેરીટ આ બંને ભાગમાં લાવવામાં આવેલ માર્કસના આધારે બનશે અને જો કોઈ એકમાં 40% આવ્યા હશે અને બીજામાં આવ્યા નહીં હોય તો તેનું મેરીટ લિસ્ટમાં નામ આવશે નહીં.

પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા અભ્યાસક્રમ વિશે

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા વૈકલ્પિક રીતે લેવામાં આવશે એટલે કે OMR પધ્ધતિથી લેવામાં આવશે. ઉમેદવારે આ તમામ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે અને દરેક પ્રશ્નની અંદર E ઓપ્શન પણ આપવામાં આવશે. જો કોઈ ઉમેદવારને પ્રશ્નનો જવાબ નથી આવડતો તો તે E ઓપ્શનને ટીક કરી શકશે. E ઓપ્શન ટીક કરવાથી તમારા માર્કસ કાપવામાં આવશે નહીં.

દરેક સાચા જવાબ દીઠ એક જ ગુણ આપવામાં આવશે અને ખોટા જવાબ દીઠ 0.25 માર્કસ કાપવામાં આવશે. જો ઉમેદવાર કોઈપણ વિકલ્પ પસંદ કર્યો નથી તો તે વિકલ્પ દીઠ 0.25 માર્કસ કાપવામાં આવશે. OMR ની અંદર સફેદ શાહીનો ઉપયોગ કરવો નહીં અને જો કરેલ હશે તો તે જવાબ દીઠ 0.25 ગુણ કાપવામાં આવશે.

પોલીસ કોન્સ્ટેબલનું પેપર પ્રશ્નપત્રમાં આપેલ સૂચનાઓ મુજબ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી તથા અંગ્રેજી રહેશે.

કોન્સ્ટેબલ દસ્તાવેજ ચકાસણી માટે ઉમેદવારોનું મેરીટ

દસ્તાવેજ ચકાસણી માટે ઉમેદવારોનું મેરીટ લિસ્ટ નીચે મુજબના ગુણને ધ્યાને લઈને નક્કી કરવામાં આવશે.

  • ઓબ્જેકટીવ MCQ ટેસ્ટમાં મેળવેલ ગુણ
  • NCC “C” સર્ટિફિકેટના આધારે મળતા ગુણ
  • રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ના મળતા ગુણ
  • માન્ય રમતગમતના પ્રમાણપત્ર આધારે મળવાપાત્ર વિશેષ ગુણ
  • વિધવા મહિલાઓને મળવાપાત્ર વિશેષ ગુણ

આમ ઉપર જણાવેલ મળવાપાત્ર ગુણનો સરવાળો કરી મેરીટના આધારે ખાલી જગ્યાના આશરે બે ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. જેના આધારે અંતિમ પસંદગી યાદી બોર્ડ દ્વરા તૈયાર કરવામાં આવશે.

ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી માટેના કોલલેટર ડાઉનલોડ કરતી વખતે તેમને જે સંવર્ગ પસંદ હોય તેનો ક્રમ જણાવવાનો રહેશે. જે ધ્યાને લઈ તથા ઉમેદવારોનું મેરીટ ધ્યાનમાં લઈ પસંદગીનો સંવર્ગ નક્કી કરવામાં આવશે.

એકવાર સંવર્ગનો પસંદગી ક્રમ આપ્યા બાદ કોઈપણ સંજોગોમાં બદલવામાં આવશે નહીં તે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.

કોન્સ્ટેબલ-લોકરક્ષક સંવર્ગ

  • બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરુષ/મહિલા)
  • હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરુષ/મહિલા)
  • જેલ સિપોઈ (પુરુષ/મહિલા)
  • હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ)

પસંદગી યાદી અંગે માહિતી

પસંદગી યાદી તૈયાર કરતી વખતે બે કે તેથી વધારે ઉમેદવારોના સરખા માર્કસ હશે તો તેવા કિસ્સામાં:-

ઉમેદવારોની જન્મતારીખ ધ્યાને લેવામાં આવશે. જન્મતારીખ પ્રમાણે વધારે ઉંમર ધરાવતા ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે. જો ગુણ અને જન્મતારીખ બંને સરખા હશે ત્યારે ઉમેદવારોની ઊંચાઈ ધ્યાને લેવામાં આવશે અને જે ઉમેદવારની ઊંચાઈ વધારે હશે તે ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે.

જો ગુણ, જન્મ તારીખ અને ઊંચાઈ સમાન હોય ત્યારે ઉમેદવારોના હાયર સેકન્ડરી પરીક્ષા અથવા તો ગુજરાત સરકારશ્રી દ્વારા માન્ય ધોરણ 12 સમકક્ષ પરીક્ષામાં મેળવેલ ગુણ ધ્યાને લેવામાં આવશે. જે ઉમેદવારોના ગુણ વધુ હશે તે ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે.

જો ગુણ, જન્મતારીખ, ઊંચાઈ અને ધોરણ 12 માં મેળવેલ ગુણ સરખા હોય ત્યારે ઉમેદવારે ધોરણ 10 ની પરીક્ષામાં મેળવેલ ગુણને ધ્યાને લેવામાં આવશે. જે ઉમેદવારોના ગુણ વધુ હશે તે ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે.

સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરના ઠરાવ અનુસાર પ્રતિક્ષાયાદી રાખવામાં આવશે નહીં.

Check This: GPRB PSI Syllabus: પીએસઆઈ પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ

અમારા સાથે જોડાઓ!

TelegramClick Here
WhatsAppClick Here
InstagramClick Here
FacebookClick Here
TwitterClick Here
Instagram ChannelClick Here
Share This Post!

5 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *