
શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં “ખેલ સહાયક યોજના” માટે શાળા કક્ષાએ અગિયાર માસના કરાર આધારિત “ખેલ સહાયક” ની જાહેરાત સમગ્રહ શિક્ષા અંતર્ગત બહાર પાડવામાં આવેલ છે. 38 વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં ફક્ત ઓનલાઈન અરજી કરી શકે છે.
ઉમેદવારોએ અરજી કરતાં પહેલા અહિયાં આપેલી માહિતી જેવી કે લાયકાત, વય મર્યાદા, નિમણૂકનો પ્રકાર અને પગાર અંગેની માહિતી વાંચી અને પછી જ અરજી કરવી. અરજીઑ કોઈપણ સંજોગોમાં ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં અથવા તેવી અરજીઓ માન્ય ગણવામાં નહીં આવે.
ઉમેદવારોને પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટો તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.
Khel Sahayak Bharti 2025
ખેલ સહાયકની લાયકાતની વાત કરીએ તો કોઈપણ વિધાશાખાના ગ્રેજ્યુએશન + C.P.ED./D.P.ED અથવા તો B.P.ED થયેલા હોવા જોઈ અને આના સિવાય પણ B.A. In Yoga, B.Sc. In Yoga અથવા તો B.P.E કરેલું હોય અને તેની ડિગ્રી ધરાવતા હોય તો તમે ખેલ સહાયક ભરતીમાં અરજી કરી શકો છો.
સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયકની કરાર આધારિત ભરતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ-2023 માં ખેલ અભિરુચિ કસોટી (CAT – સ્પોર્ટસ એપ્ટીટ્યુડ ટેસ્ટ) પાસ કરેલ હોય તે ઉમેદવાર પણ અરજી કરી શકશે. ખેલ સહાયક યોજના અનુસાર પસંદગી યાદી ઉમેદવારના ખેલ અભિરુચિ કસોટી (SAT) ના આધારે તૈયાર કરવામાં આવશે.
ઉમેદવારને જે જિલ્લાની શાળા ફાળવણી કરવામાં આવેલ હશે તે જ જિલ્લાના નિયત કરેલ વેરિફિકેશન સ્થળે નિયત સમયમર્યાદામાં ગુણપત્રકો/પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે.
ખેલ સહાયક ભરતી વય મર્યાદા, વેતન અને અન્ય માહિતી
ખેલ સહાયકમાં પસંદગી પામેલ ઉમેદવારને માસિક ફિક્સ રૂપિયા 21,000 ઉચ્ચક માનદ વેતન મળવાપાત્ર થશે. આ ભરતીમાં અરજી કરવા ઇચ્છતા ઉમેદવારની વયમર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં 38 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. ખેલ સહાયકોની કામગીરીનો સમયગાળો 11 માસનો રહેશે જે વેકેશન સિવાય 11 માસનો સમય પૂર્ણ થતાં આપોઆપ રદ્દ થયેલ ગણાશે.
ઉમેદવરોએ ઓનલાઈન અરજી ફોર્મમાં તેઓની માર્કશીટમાં આપેલ કુલ ગુણ અને મેળવેલ ગુણ જ દર્શાવવાના રહેશે. જો લાયકાતની માર્કશીટમાં કુલ ગુણ તથા મેળવેલ ગુણ આપેલ ન હોય અને ફક્ત CGPA/CPI/GRADE આપેલ હોય તેવા ઉમેદવારોએ પોતાની માર્કશીટમાં દર્શાવેલ વિગત પસંદ કરી ભરવાની રહેશે.
ઉદાહરણ તરીકે કોઈ ઉમેદવારની માર્કશીટમાં CGPA દર્શાવેલ છે તો કુલ અને મેળવેલ CGPA ની વિગતો તેમાં દર્શાવવાની રહેશે.
ખેલ સહાયકોને કામકાજનો સમય
કરાર આધારિત ખેલ સહાયકોએ શાળામાં કામકાજના દિવસો દરમિયાન પ્રતિદિન શાળા સમય દરમિયાન જે વિધાર્થીઓ કોઈ ચોક્કસ રમતમાં વિશેષ રુચિ અને કૌશલ્ય ધરાવતા હોય તેવા વિધાર્થીઓને યોગ્ય તાલીમ આપી જે તે રમતમાં તેઓને યોગ્ય વિકાસ થાય તે મુજબની કામગીરી કરશે. આ ઉપરાંત, શાળાની શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃતિઓની જે કામગીરી તેમને સોંપવામાં આવે તે કરવાની રહેશે.
મહત્વની તારીખ અને લિંકસ
લાયકાત ધરાવતા ઉમેદવારો સરકકરી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયક ભરતી માટે તારીખ 01/03/2025 ના રોજ બપોરના 2 વાગ્યાથી તારીખ 07/03/2025 ના રાત્રિના 12 વાગ્યા સુધી ફક્ત ઓનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવા માટે http://khelsahayak.ssgujarat.org/ વેબસાઈટ ઉપર જવાનું રહેશે અને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ખેલ સહાય ભરતી 2025 ની નોટિફિકેશન માટે અહિયાં ક્લિક કરો અને શાળાવાર ખાલી જગ્યાઓની વિગતો જાણવા માટે અહિયાં ક્લિક કરો.
આ પણ વાંચો!
અમારા સાથે જોડાઓ!
Telegram | Click Here |
Click Here | |
Click Here | |
Click Here | |
Click Here | |
Instagram Channel | Click Here |