ગુજરાતમાં ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ મળી રહે તે હેતુસર સરકાર દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) અમલમાં મુકવામાં આવેલ છે. તારીખ 28/02/2025 ના રોજથી ઓનલાઈન અરજી કરવાનું શરૂ થઈ ગયું છે.

રાજ્ય સરકારના ઠરાવ મુજબ આગામી પહેલી જૂનથી જે બાળકોના છ વર્ષ પૂર્ણ થયેલા હશે તેવા બાળકોને જ ધોરણ 1 માં પ્રવેશ આપવામાં આવશે તેવું જાહેર કરવામાં આવેલ છે. શિક્ષણ વિભાગ દ્વારા આપવમાં આવેલી જાણકારી મુજબ તારીખ 28 ફેબ્રુઆરી થી 12 માર્ચ 2025 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
RTE Admission 2025: અગ્રતાક્રમ
- 1) અનાથ બાળક
- 2) સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક
- 3) બાળ ગૃહના બાળકો
- 4) બાળ મજૂર/સ્થળાંતરિય મજૂરના બાળકો
- 5) મંદબુદ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો/શારીરિક રીતે વિકલાંગ
- 6) આર્ટ થેરેપી ની સારવાર લેતા બાળકો
- 7) ફરજ દરમિયાન શહીદ થયેલ જવાનના બાળકો
- 8) માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દિકરી જ હોય તેવી દીકરી
- 9) રાજ્ય સરકાર હસ્તકની સરકરી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો
- 10) 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરીના BPL કુટુંબના બાળકો
- 11) SC-ST કેટેગરીના બાળકો
- 12) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ/અન્ય પછાત વર્ગ/વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો સદર કેટેગરીમાં વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને પ્રથમ અગ્રતા આપવાની રહેશે.
- 13) જનરલ કેટેગરી અને બિન અનામત વર્ગના બાળકો
નોંધ: ઉપર જણાવેલ 8, 9, 11, 12 અને 13 માં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક રૂપિયા 1,20,000 અને શહેરી વિસ્તારમાં રૂપિયા 1,50,000 ની આવક મર્યાદા લાગુ પડશે. પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરેને ધ્યાનમાં લઈને પ્રવેશ આપવામાં આવશે.
RTE એડમિશન અંગે વાલીઓ માટે અગત્યની સૂચનાઓ
વિધાર્થીનું ફોર્મ રદ ના થાય તે માટે ફોર્મ ભરતા પહેલા આવશ્યક દસ્તાવેજો અને અપલોડ કરવાના દસ્તાવેજોની માહીતી વાંચી લેવી. અપલોડ કરવાના ડોક્યુમેન્ટ ઝાંખા, ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હશે તો ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.
રહેઠાણના પુરાવા તરીકે બાળકના પિતાના આધારકાર્ડ/પાસપોર્ટ/વીજળી બિલ/પાણી બિલ/ચૂંટણી કાર્ડ/રેશન કાર્ડ પૈકી કોઈપણ એક આધાર હશે તો રજિસ્ટર્ડ ભાડા કરારની જરૂર પડશે નહીં. જો ઉપર મુજબના આધારો પૈકી એકપણ આધાર ન હોય તો તેવા સંજોગોમાં રજિસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958 મુજબ નોંધાયેલ ભાડા કરાર તથા સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે.
પાન કાર્ડ ન ધરાવતા અથવા પાન કાર્ડ ધરાવતા હોય પરંતુ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. પ્રવેશ માટે તમે જે શાળાઓ પસંદ કરવા ઈચ્છો તે મુજબની શાળાઓ જ ફોર્મ ભરતી વખતે તમારી પસંદગી મુજબના ક્રમમાં ગોઠવાય તે ખાસ ધ્યાનમાં લેવું.
ફોર્મ સબમિટ કરતાં પહેલા ફરીવાર ધ્યાનપૂર્વક સંપૂર્ણ વિગતો જોયા બાદ જ ફોર્મ સબમિટ કરવું. ફોર્મ સબમિટ કર્યા બાદ કોઈ સુધારો થઈ શકશે નહીં. ફોર્મ ભરવા બાબતે માર્ગદર્શનની જરૂર જણાય તો આપેલ જિલ્લા હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરી લેવો.
Required Document List For RTE Admission 2025
RTE 2025 Apply Online
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પ્રવેશ મેળવવા ઇચ્છતા વાલીઓએ ઓનલાઈન અરજી અને અન્ય વિગતવાર માહિતી માટે તેની અધિકારીત વેબસિત ઉપર જઈને અરજી કરવાની રહેશે અને ત્યાં આપેલી વિગતો પહેલા વાંચી લેવી અને પછી જ અરજી કરવી. RTE માટેની અધિકારીત વેબસાઈટ https://rte.orpgujarat.com/ છે.
Source: https://rte.orpgujarat.com/
આ પણ વાંચો!
અમારા સાથે જોડાઓ!
Telegram | Click Here |
Click Here | |
Click Here | |
Click Here | |
Click Here | |
Instagram Channel | Click Here |