GSHEB Board Exams: ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHEB), ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા તારીખ 27/02/2025 થી શરૂ થનાર છે. ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા કેટલીક અગત્યની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે જે દરેક વિધાર્થીએ પરીક્ષા આપતા પહેલા ધ્યાનમાં રાખવાની છે.

ધોરણ 10 અને ધોરણ 12 ના પરીક્ષાર્થીઓને પ્રશ્નપત્રના જવાબો ઉત્તરવહીમાં લખવા માટે ઉત્તરવહીમાં આપવામાં આવેલ પરીક્ષાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ અંગે જાણકારી અને માર્ગદર્શન મળી રહે તે હેતુસર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ સૂચનાઓ બહાર પાડવામાં આવી છે.

બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ 2025 માટે મહત્વની સૂચનાઓ

પરીક્ષાર્થીએ જવાબ લખવાનું શરૂ કરતાં પહેલા નીચેની અગત્યની સૂચનાઓ અવશ્ય વાંચી લેવી. આ સૂચનાઓનો ભંગ કરવા બદલ પરીક્ષાર્થી સામે બોર્ડના નિયમો તથા શિક્ષાકોષ્ટક મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

વિધાર્થીએ ફી રસીદ/પ્રવેશપત્ર પરનો બેઠક નંબર તથા બારકોડ સ્ટીકર પરનો બેઠક નંબર એક જ છે તે ચકાસી તથા બારકોડ સ્ટીકર પરનો વિષયકોડ બરાબર છે તેની ખાતરી કરી પહેલા પેજ ઉપર બતાવેલ બારકોડ સ્ટીકરના ખાનામાં ચોંટાડવાનું રહેશે.બારકોડ સ્ટીકર સાથે કોઈપણ પ્રકારના ચેડાં કરવા નહીં.

વિધાર્થીએ પોતાના પ્રવેશપત્ર અનુસાર પોતાનો બેઠક નંબર ફક્ત નિયત જગ્યા સામે જ છેકછાક કર્યા વગર અંગ્રેજી અક્ષરોમાં અંકો અને શબ્દોમાં બંનેમાં લખવાનો રહેશે. દાખલા તરીકે તમારો બેઠક ક્રમાંક B-1020105 છે તો નીચે મુજબ તમારો બેઠક ક્રમાંક ઉત્તરવહીમાં લખવાનો રહેશે.

બેઠક નંબર
(Seat No.)
B1020105
બેઠક નંબર
(શબ્દોમાં)
C – One Zero Two Zero One Zero Five

ઉપર જણાવ્યા મુજબ દરેક વિધાર્થીએ પોતાનો બેઠક નંબર અંકો અને શબ્દોમાં પોતાની પુરવણીમાં લખવાનો રહેશે.

પરીક્ષાર્થીની પુરવણી ના કોઇપણ પાનાં ઉપર પોતાની ઓળખ પ્રગટ થઈ શકે તેવા નંબર કે નિશાન (દેવી/દેવતાઓના નામ કે કોઈ પણ ધાર્મિક ચિન્હો) કે લખાણ કરવું નહીં.

પરીક્ષાર્થીએ વર્ગખંડમાં હાજર અથવા ગેરહાજર રિપોર્ટ પત્રક 01 માં ખાના નંબર 1 છાપેલ પોતાના બેઠક નંબર સામે ખાના નંબર 2 માં છાપેલ પોતાની પુરવણી નંબરની ચકાસણી, બારકોડ સ્ટીકર પરના બેઠક નંબર તથા જવાબવહી નંબર સાથે ચેક કર્યા પછી હસ્તાક્ષર કરવા.

પરીક્ષાનો સમય પૂર્ણ થવાના દસ મિનિટ પહેલા મુખ્ય જવાબવહી તથા પુરવણી ઉપર ખાખી સ્ટીકર નિયત જગ્યાએ ચોંટાડવું.

જવાબવહી કે પુરવણીના કોઈપણ ભાગમાં લખાણ કરતી વખતે વાદળી/ભૂરા રંગની શાહી/બોલપેન સિવાય અન્ય કોઈ રંગની પેનનો ઉપયોગ કરવો નહીં. જવાબના મથાળા અથવા પેટા મથાળાની નીચે લીટી દોરવા માટે અન્ય કોઈપણ રંગની શાહીનો ઉપયોગ કરવો નહીં.

પ્રત્યેક પાનની બંને બાજુએ લખાણ લખવાનું રહેશે. વિભાગવાર પ્રશ્નોના ઉત્તરો લખવાના રહેશે.. વિભાગ બદલાય એટલે જવાબ નવા પાનાં પરથી શરૂ કરવા.

વિભાગવાર પ્રશ્નોના પ્રશ્નક્રમાંક જે તે હાંસીયામાં લખવાના રહેશે. વિભાગ બદલાય પછી પ્રશ્નક્રમાંક સળંગ ક્રમાંકમાં જ લખવાના રહેશે. વિભાગ બદલાય ત્યારે વચ્ચે કોરું પાનું છોડવું નહીં, જે પ્રશ્નપત્રમાં વિભાગ ન હોય તે પ્રશ્નપત્રના પ્રશ્નો/પેટાપ્રશ્નો સળંગ લખવાના રહેશે પરંતુ નવો પ્રશ્ન નવા પાનથી શરૂ કરવો અને બે પ્રશ્નો વચ્ચે કોરું પાનું છોડવું નહીં.

પેપર પૂરું થયાં પછી બાકી રહેલા કોરા પાનાં ઉપર ઊભી લીટી દોરવાની રહેશે.

ઉપરોક્ત વિગતોની અપૂર્તતા માટે પરીક્ષાર્થી તથા ખંડ-નિરીક્ષક બંને જવાબદાર રહેશે.

તમે જો એકસ્ટ્રા પુરવણીનો ઉપયોગ કર્યો હોય તો બોર્ડ દ્વારા આપવામાં આવેલ સફેદ મીણના દોરાનો જ પુરવણી બાંધવા માટે ઉપયોગ કરવાનો રહેશે. અન્ય કોઈ દોરાનો ઉપયોગ પુરવણી બાંધવા થયેલ હશે તો તે બાબતને ગેરરીતિ ગણી કાર્યવાહી કરવામાં આવશે.

GSHEB Board Exam Answer Sheet Image
GSHEB Board Exam Answer Sheet Image (Credit: gsebeservice.com)

GSHEB ધોરણ 10 અને ધોરણ 12 ની જાહેર પરીક્ષા-2025

વિધાર્થીઓએ શું કરવું અને શું ન કરવું જોઈએ તેની માહિતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર:

વિધાર્થીએ આટલું કરવું:-

ધોરણ-10 અને ધોરણ-12 ના પરીક્ષાર્થીઓને શાળા તરફથી બોર્ડની પરીક્ષા આપવા માટેનું પ્રવેશપત્ર (Hall Ticket) માં દર્શાવેલ વિષય, તારીખ, સમય અને જે તે વિષયની પરીક્ષા માટે ફળવાયેલ પરીક્ષા સ્થળ (Examination Building) ના લોકેશનની જાણકારી મેળવી લેવી.

પરીક્ષાના અગાઉના દિવસે પરીક્ષા સ્થળ ખાતે સમય 2:30 PM કલાકથી 5:00 PM કલાક દરમિયાન પરીક્ષાખંડ જોઈ લેવો. પરીક્ષાખંડમાં પ્રવેશ મળશે નહીં.

પ્રવેશપત્ર (Hall Ticket) માં દર્શાવેલ પરીક્ષા સ્થળ અને તમારા નિવાસસ્થાન વચ્ચેનું અંતર અને મુસાફરી માટેના સમયની ગણતરી કરી પરીક્ષા શરૂ થવાના સમયથી અડધા કલાક પહેલા પહોંચી જાઓ તે રીતે વિચારો.

પ્રવેશપત્રમાં દર્શાવેલ નિયમો માટેની પરીક્ષાનો સમય ધ્યાનમાં રાખીને પરીક્ષા સ્થળે પહોંચવાનું રહેશે.

પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું. બાકીના દિવસોએ પરીક્ષા શરૂ થવાના 20 મિનિટ અગાઉ હાજર રહેવું.

SSCE (ધોરણ-10) ના વિધાર્થીઓ માટે

ધોરણ-10 ના વોકેશનલ કોર્સ સિવાયના તમામ વિષયોના પ્રશ્નપત્રો 80 ગુણના રહેશે. ઉક્ત પ્રશ્નપત્રોનો સમય 10:00 Am થી 10:15 AM કલાક વાંચવા માટે અને પેપર પરની વિગતો ભરવા માટે તથા 10 થી 1:15 નો સમય જવાબો લખવા માંતેનો રહેશે.

વોકેશનલ કોર્સના વિષયના પ્રશ્નપત્રો 30 ગુણના રહેશે. ઉક્ત પ્રશ્નપત્રનો સમય 10:00 થી 10:15 પ્રશ્નપત્ર વાંચવા માટે અને ઉત્તરવહી પરની વિગતો ભરવા માટે તથા 10:15 થી 11:15 કલાક સુધી જવાબ લખવા માટેનો રહેશે.

HSCE સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉતર બુનિયાદી પ્રવાહ તથા વ્યવસાયલક્ષી પ્રવાહના ઉમેદવારો માટે

જે પ્રશ્નપત્રો 100 ગુણના છે તે માટે કુલ સમય 3 કલાક 15 મિનિટનો સમય ઉત્તરવહી પરની વિગતો અને જવાબો લખવા માટે મળશે.

સવારનો સમય હોય તેમના માટે

  • ધોરણ 12 માટે સવારનું શેશન 10:30 થી 1:45 નું રહેશે.
  • 10:30 થી 10:45 દરમિયાન ઉત્તરવહી પરની વિગતો ભરવા અને પ્રશ્નપત્ર વાંચવા માંતેનો સમય રહેશે.
  • 10:45 થી 1:45 સુધી જવાબ લખવા માટેનો સમય રહેશે.

બપોરનો સમય હોય તેમના માટે

  • ધોરણ 12 માટે બપોરનું શેષન 3 વાગ્યાથી 6:15 સુધીનું રહેશે.
  • 3 થી 3:15 દરમિયાન ઉત્તરવહી પરની વિગતો ભરવા અને પ્રશ્નપત્ર વાંચવા માટેનો સમય રહેશે.
  • 3:15 થી 6:15 દરમિયાન જવાબો લખવાના રહેશે.
  • ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર સંગીત સૈદ્ધાંતિક (146) વિષયની પરીક્ષાનો સમય 3 થી 5:15 સુધીનો રહેશે.
  • ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર કમ્પ્યુટર અધ્યયન (331) વિષયની સૈદ્ધાંતિક વિષયની પરીક્ષા OMR જવાબવહીથી લેવાશે. જેનો સમય 3 થી 5:15 સુધીનો રહેશે.
  • ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્રના વોકેશનલ કોર્સના વિષયોની પરીક્ષાનો સમય 3 થી 4:15 નો રહેશે.

HSCE વિજ્ઞાન પ્રવાહ (સાયન્સ) ના વિધાર્થીઓ માટે

પ્રથમ ભાગમાં પ્રશ્નપત્રનો Part-A કે જેમાં OMR પદ્ધતિથી 50 પ્રશ્નો હશે અને તેમાં કુલ ગુણ 50 તથા તેનો સમયગાળો 60 મિનિટનો રહેશે.

બીજા ભાગમાં પ્રશ્નપત્રનો Part-B રહેશે. જેમાં વર્ણાત્મક પ્રકારના પ્રશ્નો રહેશે. દરેક પ્રશ્નપત્રમાં 3 થી 3:15 નો સમય OMR પત્રની વિગતો ભરવા તથા પ્રશ્નપત્રનો Part-A અને Part-B વાંચન માટે આપવામાં આવશે.

3:15 થી 4:15 સુધી OMR માં જવાબો લખવા આપવામાં આવશે.

4:15 થી 4:30 દરમિયાન Part-A ની OMR એકત્રિત કરવા તથા Part-B માટે ઉત્તરવહી તથા બારકોડ સ્ટીકરનું વિતરણ કરવાનો રહેશે.

4:30 થી 6:30 નો સમય Part-B ઉત્તરવહીમાં જવાબો લખવા માટે આપવામાં આવશે. 6:30 કલાકે પરીક્ષા પૂર્ણ થશે.

પરીક્ષાર્થીઓએ ધ્યાનમાં લેવાની બાબતો

  • પરીક્ષાર્થીઓએ પરીક્ષા સ્થળ ખાતે શક્ય હોય ત્યાં સુધી બુટ-મોજા ન પહેરવા અને જો કોઈ પરીક્ષાર્થી બુટ મોજા પહેરીને આવેલ હોય તો તેઓએ પરીક્ષાખંડ બહાર કાઢી પ્રવેશ આપવામાં આવશે.
  • ધોરણ 10 પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારના કેલ્ક્યુલેટરના ઉપયોગ કરી શકશે નહીં, કે પરીક્ષાખંડમાં લઈ જઈ શકશે નહિ.
  • ધોરણ 12 ના વિધાર્થીઓએ સાદું કેલ્ક્યુલેટર લઈ જઈ શકશે. કોઈપણ સંજોગોમાં સાયન્ટિફિક કેલ્કયુલેટર સાથે પરીક્ષાખંડમાં પ્રવેશ કરી શકશે નહીં.
  • પરીક્ષાના પ્રથમ દિવસે દરેક પરીક્ષાર્થીએ પ્રશ્નપત્ર શરૂ થવાના સમયથી અડધા કલાક પહેલા પરીક્ષા સ્થળમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે.

આટલું ન કરીએ

  • પરીક્ષા સ્થળ ખાતે કોઈપણ પ્રકારનું સાહિત્ય, ઇલેક્ટ્રોનિક ગેજેટ, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર, સ્માર્ટ વોચ, મોબાઈલ ફોન વગેરે જેવા ઉપકરણો ન લઈ જઈએ.
  • ઉતાવળમાં ભૂલથી પણ મોબાઈલ ફોન સાથે રહી જાય નહીં તેની ચકાસણી પરીક્ષા સ્થળમાં પ્રવેશતા પહેલા કરી લઈએ.
  • OMR ઉત્તરપત્રિકામાં જવાબ માટે વર્તુળ કરવા માટે કાળી શાહીવાળી બોલપેન સિવાય અન્ય કોઈ પેન પેન્સિલનો ઉપયોગ કરવો નહીં.

આ પણ વાંચો!

અમારા સાથે જોડાઓ

TelegramClick Here
WhatsAppClick Here
InstagramClick Here
FacebookClick Here
TwitterClick Here
SharechatClick Here
Share This Post!

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *