ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHEB), ગાંધીનગર દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી જેવી કે એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે કોમન એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજિયાત કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે.

વર્ષ-2025 માટે રાજ્યમાં ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાનપ્રવાહના ગ્રુપ-એ, ગ્રુપ-બી અને ગ્રુપ-એબી ના વિધાર્થીઓની ગુજકેટની પરીક્ષા તારીખ 23/03/2025 ને રવિવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા યોજવામાં આવશે.
ગુજકેટ પરીક્ષા 2025
ગુજકેટ પરીક્ષા તારીખ 23/03/2025 ને રવિવારના રોજ સવારે 10 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજવામાં આવશે.
શિક્ષણ વિભાગના ઠરાવ અનુસાર તારીખ 25/10/2017 થી શૈક્ષણિક વર્ષ જૂન-2019 થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજીસ્ટ્રેશન થયેલ શાળાઓમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, જીવવિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં NCERT ના પાઠ્યપુસ્તકનો અમલ કરેલ છે.
NCERT આધારિત ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ પ્રવર્તમાન અભ્યાસક્રમ GUJCET-2025 ની પરીક્ષા માટે રહેશે.
GUJCET પરીક્ષાનું માળખું
ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ માટે નીચે મુજબના વિષયના બહુવિકલ્પિય પ્રકારના હેતુલક્ષી (OMR) પ્રશ્નો ધરાવતા પેપર રહેશે અને તેની સામે નીચે દર્શાવેલ પ્રશ્નો, ગુણ અને સમય રહેશે.
ભૌતિકવિજ્ઞાન | 40 માર્કસ (40 પ્રશ્નો) | 120 મિનિટ |
રસાયણવિજ્ઞાન | 40 માર્કસ (40 પ્રશ્નો) | – |
જીવવિજ્ઞાન | 40 માર્કસ (40 પ્રશ્નો) | 60 મિનિટ |
ગણિત | 40 માર્કસ (40 પ્રશ્નો) | 60 મિનિટ |
ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું એક જ પેપર આવશે અને તેનો સમયગાળો 120 મિનિટનો રહેશે. એટલે કે 40 પ્રશ્નો ભૌતિક વિજ્ઞાનના અને 40 પ્રશ્નો રસાયણવિજ્ઞાનના એમ કુલ 80 પ્રશ્નોના 80 ગુણ અને 120 મિનિટનો સમય આપવામાં આવશે. OMR Answer Sheet પણ 80 પ્રત્યુત્તર માટેની રહેશે.
જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. જે માટેની OMR તમને અલગ અલગ આપવામાં આવશે અને પ્રત્યેકમાં 40 પ્રશ્નોના 40 ગુણ અને 60 મિનિટનો સમય આપવામાં આવશે.
પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપવામાં આવશે.
આ પણ વાંચો!
અમારા સાથે જોડાઓ
Telegram | Click Here |
Click Here | |
Click Here | |
Click Here | |
Click Here | |
Sharechat | Click Here |