
Gujarat Post GDS Bharti 2025: ભારતીય ટપાલ વિભાગ દ્વારા હાલમાં જ એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે જેમાં ગ્રામીણ ડાક સેવક (Gramin Dak Sevak) ની ભરતી બહાર પાડવામાં આવી છે. કુલ 21,413 જગ્યાઓ માટે 10 પાસ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. ઓનલાઈન અરજી કરવાનું શરૂ થઈ ગયું છે.
Indian Post GDS Recruitment 2025: ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક ભરતી 2025 માટે ભારતના કુલ 23 વિભાગોમાં કુલ 21,413 પદો ઉપર ભરતીની જાહેરાત કરી છે. ટપાલ વિભાગની આ ભરતીની પ્રક્રિયા માટે ઓનલાઈન અરજી કરવાનું 10 ફેબ્રુઆરી 2025 ના રોજથી શરૂ થઈ ગયેલ છે. અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો અહિયાં આપેલ તમામ વિગતો ધ્યાનથી વાંચે અને નોટિફિકેશન વાંચી અને પછી જ અરજી કરે.
Indian Post GDS 2025: ભારતીય ટપાલ વિભાગ ભરતી
ભરતી બોર્ડ | ભારતીય ટપાલ વિભાગ |
પોસ્ટનું નામ | ગ્રામીણ ડાક સેવક |
કુલ જગ્યાઓ | 21,413 જગ્યાઓ |
છેલ્લી તારીખ | 03/03/2025 |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
અધિકારીત વેબસાઈટ | indiapostgdsonline.gov.in/ |
ટેલિગ્રામમાં જોડાઓ | Click Here |
વોટ્સએપમાં જોડાઓ | Click Here |
કુલ જગ્યાઓ
ભારતીય ટપાલ વિભાગમાં ગ્રામીણ ડાક સેવક માટે કુલ 21,413 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ જગ્યાઓ માટે આવેદન કરવાની શરૂઆત થઈ ગઈ છે. ઉમેદવારો આ ભરતીની તમામ માહિતી વાંચી અને નોટિફિકેશન જોઈ અને પછી જ અરજી કરે. જેની વધુ માહિતી નીચે આપેલી છે.
સૌથી વધારે જગ્યાઓ આ 10 રાજ્યોમાં છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, કેરળ, નોર્થ ઈસ્ટર્ન, તમિલનાડુ, ઓડીસા, કર્ણાટક, આસામ, ગુજરાત અને આંધ્રપ્રદેશ. ઉમેદવારો પોતાના સર્કલ મુજબ જગ્યાઓ જોઈ અને અરજી કરી શકે છે.
રાજ્ય | કુલ જગ્યાઓ |
ગુજરાત | 1203 |
ઉત્તર પ્રદેશ | 3004 |
ઉત્તરાખંડ | 568 |
બિહાર | 783 |
છત્તીસગઢ | 638 |
દિલ્હી | 30 |
હરિયાણા | 82 |
હિમાચલ પ્રદેશ | 331 |
જમ્મુ/કાશ્મીર | 255 |
ઝારખંડ | 822 |
મધ્યપ્રદેશ | 1314 |
કેરળ | 1385 |
પંજાબ | 400 |
મહારાષ્ટ્ર | 25 |
નોર્થ ઈસ્ટર્ન | 1260 |
ઓડીસા | 1101 |
કર્ણાટક | 1135 |
તમિલનાડુ | 2292 |
તેલંગાણા | 519 |
આસામ | 1807 |
પશ્ચિમ બંગાળ | 923 |
આંધ્ર પ્રદેશ | 1215 |
કુલ જગ્યા | 21,413 |
ગ્રામીણ ડાક સેવક લાયકાત
ટપાલ વિભાગમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM), આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM) અને ગ્રામીણ ડાક સેવક (GDS) ના પદો પર અરજી કરવા હેતુસર ધોરણ 10 પાસ ઉમેદવારો પાસેથી અરજી મંગવવામાં આવી છે. આ સાથે ઉમેદવારો જે સર્કલમાંથી ફોર્મ ભરતા હોય ત્યાંની સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.
ઉમેદવાર 10 પાસની સાથે ગણિત અને અંગ્રેજી વિષયનું જ્ઞાન હોવું જરૂરી છે. સાથે કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું પણ જરૂરી છે અને ઉમેદવારને સાઇકલ ચલાવવાનું જ્ઞાન પણ જરૂરી છે.
આ સિવાય અરજી કરવાં ઇચ્છુક ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 10 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ હોવી જોઈએ. વય મર્યાદાની ગણતરી 3 માર્ચ 2025 ના આધારે કરવામાં આવશે. વય મર્યાદામાં છૂટછાટ આરક્ષિત વર્ગોને આપવામાં આવી છે જેના માટે તમે અધિકારીત નોતીફકેશન જોઈ શકો છો.
ગ્રામીણ ડાક સેવક પગાર ધોરણ
બ્રાન્ચ પોસ્ટ માસ્ટર | 12,000 – 29,380 |
આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM)/ ડાક સેવક (GDS) | 10,000 – 24,470 |
ગ્રામીણ ડાક સેવક પસંદગી પ્રક્રિયા
- પસંદગી પ્રક્રિયા ઉમેદવારે કરેલ ઓનલાઈન અરજીમાં આપેલી જાણકારી મુજબ કરવામાં આવશે.
- મેરીટ યાદી ધોરણ 10 માં પ્રાપ્ત કરેલ ટકાવારીના આધારે કરવામાં આવશે.
- કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં.
- વધારે લાયકાત ધરાવતા ઉમેદવારોને મેરીટમાં કોઈ લાભ આપવામાં આવશે નહીં.
Indian Post GDS માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવા માટે જનરલ અને ઓબીસી વર્ગના ઉમેદવારોએ રૂપિયા 100 અરજી પેઠે ભરવાના રહેશે. અન્ય તમામ અને મહિલા વર્ગના ઉમેદવારોએ કોઇપણ પ્રકારની ફી ભરવાની નથી. ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવા માટે નીચે આપેલ સ્ટેપને ફોલો કરવાના રહેશે.
- સૌપ્રથમ ઉમેદવારોએ GDS ભરતીની અધિકારીત વેબસાઈટ ઉપર જવાનું રહેશે. (indiapostgdsonline.gov.in/)
- જો તમે પહેલા ક્યારેય અરજી કરી નથી તો તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે.
- રજીસ્ટ્રેશન થયા બાદ તમારે ફોર્મ ભરવાનું રહેશે અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- આટલું કર્યા બાદ તમારે ફી ભરવાની રહેશે. (જનરલ કેટેગરી અને ઓબીસી)
- આ બાદ સબમિટ બટન ઉપર ક્લિક કરી અને અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે અને અરજી ફોર્મની પ્રિન્ટ લઈ લેવાની રહેશે.
ભારતીય ટપાલ વિભાગની ગ્રામીણ ડાક સેવક ભરતીમાં ઉમેદવારો તારીખ 10 ફેબ્રુઆરી 2025 થી તારીખ 03 માર્ચ 2025 સુધી ફક્ત ઓનલાઈન અરજી દ્વારા જ અરજી કરી શકે છે. ઉમેદવારો અહિયાથી Indian Post GDS Notification 2025 ડાઉનલોડ કરી અને વાંચી શકે છે.
FAQs: પોસ્ટ વિભાગ ભરતી 2025
ગ્રામીણ ડાક સેવક માટે ભારતના વિવિધ સર્કલમાં કુલ 21,413 જગ્યાઑ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
ભારતીય પોસ્ટ વિભાગમાં ધોરણ 10 માટે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM), આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM) અને ગ્રામીણ ડાક સેવક (GDS) ઉપર નોકરી મળી શકે.
ધોરણ 10 પાસ સાથે ગણિત અને અંગ્રેજી વિષયનું જ્ઞાન હોવું જરૂરી છે સાથે કોમ્પ્યુટરનું સામાન્ય નોલેજ પણ હોવું જરૂરી છે. ઉમેદવારને સાયકલ ચલાવતા આવડવું હોવું જોઈએ.
ગ્રામીણ ડાક સેવકની ભરતી માટેની વયમર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ રાખવામાં આવી છે.
ના, ગ્રામીણ ડાક સેવક ભરતીમાં કોઇપણ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી. માત્ર ધોરણ 10 ના માર્કસના આધારે મેરીટ પદ્ધતિ દ્વારા પસંદગી કરવામાં આવે છે.
panchamhal.sahera
Nice
पौसटमेन