ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગઈકાલે જ જાહેરાત ક્રમાંક 240/2024-25 માટે ઓનલાઈન અરજી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને વર્ગ-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2 માં ફોર્મ ભરવા ઇચ્છતા ઉમેદવારો gpsc-ojas.gujarat.gov.in વબેસાઇટ દ્વારા ફક્ત ઓનલાઈન અરજી કરી ફોર્મ ભરી શકે છે.

GPSC ક્લાસ 1-2 માટેની કૂલ-244 જગ્યાઓ (નિયમિત 207 + ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટે 37) જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગવવામાં આવશે. ઉમેદવારો તારીખ 07/03/2023 થી 23/03/2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
નવા નિયમો મુજબ ગુજરાત જાહેર સેવા આયોગની આ ભરતીની પ્રાથમિક કસોટીના હાજર રહેવા માટે સંમતિ (Consent) તથા Consent Deposit તારીખ 07/03/2025 થી 24/03/2025 દરમિયાન ફરજિયાત આપવાની રહેશે.
GPSC વર્ગ 1-2 ભરતી 2025
- પ્રિલિમિનરી પરીક્ષા: 20/04/2025 ના રોજ લેવામાં આવશે.
- મુખ્ય પરીક્ષા: 20,21,27,28 સપ્ટેમ્બર 2025 માં લેવામાં આવશે. (સંભવિત)
પોસ્ટનું નામ
વર્ગ-1
- ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ)
- નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી)
- જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ)
- નાયબ નિયામક (વિકસતી જાતિ)
- મદદનીશ કમિશનર (આદિજાતિ)
- સહકાર રાજ્ય વેરા કમિશનર
વર્ગ-2
- સેકશન અધિકારી (સચિવાલય)
- મામલતદાર
- રાજ્ય વેરા અધિકારી
- મદદનીશ નિયામક (અન્ન નાગરિક અને પુરવઠા)
- તાલુકા વિકાસ અધિકારી
- નોંધણી નિરીક્ષક
- સહાયક માહિતી નિયામક (વહીવટી)
શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં અરજી કરવા ઇચ્છતા ઉમેદવાર સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીમાં જે ઉમેદવારના 20 વર્ષ પૂર્ણ થયેલ હોય અને કોઈપણ શાખાના ગ્રેજ્યુએશનના છેલ્લા સેમિસ્ટર/વર્ષની પરીક્ષા આપનાર અથવા તો આપવાના છે અને તેમનું પરિણામ હજી સુધી આવ્યું નથી તે ઉમેદવારો પણ અરજી કરી શકશે.
મુખ્ય પરીક્ષા માટેની અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં તમારી પાસે જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત એટલે કે ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈશે.
વય મર્યાદા
- અરજી કરવાની અંતિમ તારીખ 23/03/2025 ના રોજ તમારી ઉંમર ગણવામાં આવશે.
- ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખના રોજ 20 વર્ષ પૂર્ણ કરેલ હોય અને 35 વર્ષ પૂર્ણ કરેલ ન હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે.
- કેટેગરી મુજબ ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે જેની વિગતે માહિતી નોટિફિકેશનમાં જોઈ લેવી.
અરજી ફી
બિન અનામતવર્ગના ઉમેદવારોએ પોસ્ટ ઓફિસમાં ફી ભરે છે તો રૂપિયા 100+ પોસ્ટલ ચાર્જ અથવા તો ઓનલાઈન ફી ભરે છે તો 100+સર્વિસ ચાર્જ સાથે ફી ભરવાની રહેશે.
અનામતવર્ગના તમામ ઉમેદવારો તથા દિવ્યાંગ ઉમેદવારો અને માજી સૈનિકોને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. જેથી તેમણે કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં.
GPSC વર્ગ 1-2 પરીક્ષાનો અભ્યાસક્રમ
- પરીક્ષાની રૂપરેખા: સ્પર્ધાત્મક પરીક્ષા બે તબક્કામાં યોજવામાં આવશે.
- પ્રિલિમિનરી પરીક્ષા: મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારો પસંદ કરવા.
- મુખ્ય પરીક્ષા (લેખિત અને રૂબરૂ મુલાકાત): નિશ્ચિત જગ્યાઓ માટે આખરી પસંદગી માટે ઉમેદવારો પસંદ કરવા. ઉમેદવારોની આખરી પસંદગી મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણના + રૂબરૂ મુલાકાતમાં મેળવેલ ગુણના આધારે કરવામાં આવશે.
પ્રિલિમિનરી પરીક્ષા
- માધ્યમ: ગુજરાતી અને અંગ્રેજી
- સમય: 3 કલાક
ક્રમ | વિષય | કુલ ગુણ |
પ્રશ્નપત્ર-1 | સામાન્ય અભ્યાસ | 200 માર્કસ |
- પ્રિલિમિનરી પરીક્ષાનું સ્તર સ્નાતક કક્ષાનું રહેશે.
- પ્રિલિમિનરી પરીક્ષા એ માત્ર પાસ કરવા માટે છે. તેના ગુણ પસંદગી માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
- પ્રિલિમિનરી પરીક્ષાના પરિણામના આધારે મુખ્ય (લેખિત) પરીક્ષા માટે જાહેરાતમાં દર્શાવેલ કુલ જગ્યાઓના આશરે 15 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં કામચલાઉ રીતે પાસ કરવામાં આવશે.
મુખ્ય પરીક્ષા અને રૂબરૂ મુલાકાત
મુખ્ય પરીક્ષા (લેખિત)
ક્રમ | વિષય | ગુણ |
પ્રશ્નપત્ર – 1 | ગુજરાતી ભાષા (Qualifying Only) | 300 ગુણ (25% ગુણ જરૂરી) |
પ્રશ્નપત્ર – 2 | અંગ્રેજી ભાષા (Qualifying Only) | 300 ગુણ (25% ગુણ જરૂરી) |
પ્રશ્નપત્ર – 3 | નિબંધ | 250 ગુણ |
પ્રશ્નપત્ર – 4 | સામાન્ય અભ્યાસ-1 | 250 ગુણ |
પ્રશ્નપત્ર – 5 | સામાન્ય અભ્યાસ-2 | 250 ગુણ |
પ્રશ્નપત્ર – 6 | સામાન્ય અભ્યાસ-3 | 250 ગુણ |
પ્રશ્નપત્ર – 7 | સામાન્ય અભ્યાસ-4 | 250 ગુણ |
પ્રશ્નપત્ર 3 થી 7 કુલ ગુણ | 1250 ગુણ |
- ગુજરાતી પ્રશ્નપત્રનું સ્તર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ગુજરાતી વિષય જેટલું રહેશે.
- અંગ્રેજીના પ્રશ્નપત્રનું સ્તર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અંગ્રેજી વિષય જેટલું રહેશે.
- મુખ્ય લેખિત પરીક્ષાના પ્રશ્નપત્ર-1 નું માધ્યમ માત્ર ગુજરાત અને પ્રશ્નપત્ર-2 નું માધ્યમ અંગ્રેજી રહેશે જે માત્ર Qualifying પરીક્ષા ગણાશે.
- આ બંને પેપરમાં 25% ગુણ લાવવા ફરજિયાત છે.
- સામાન્ય અભ્યાસના પ્રશ્નપત્રનું સ્તર અને અભ્યાસક્રમ સ્નાતક કક્ષાનો રહેશે અને મુખ્ય લેખિત પરીક્ષાના પક્ષપત્ર 3 થી 7 ના પ્રશ્નપત્રના ગુણ જ રૂબરૂ મુલાકાત અને આખરી પરિણામ માટે ધ્યાને લેવામાં આવશે.
રૂબરૂ મુલાકાત
રૂબરૂ મુલાકાતના કુલ 150 માર્કસ રહેશે. આયોગ દ્વારા ચકાસણી કર્યા બાદ પાત્ર થયેલ તથા મુખ્ય લેખિત પરીક્ષામાં આયોગે નિયત કરેલ લાયકી ગુણ મેળવનાર ઉમેદવારો પૈકી જગ્યાના આશરે ત્રણ ગણા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે. રૂબરૂ મુલાકાતમાં ઉમેદવારે હાજર રહેવું ફરજિયાત છે.
પ્રિલિમ પરીક્ષાના પેપરનો વિવગતવાર અભ્યાસક્રમ ઉમેદવારો સામન્ય અભ્યાસ-1 અભ્યાસક્રમ થી વાંચી શકે છે.
પગાર ધોરણ
વર્ગ-1 | 56,100 – 1,77,500 |
વર્ગ-2 | 44,900 – 1,42,400 |
Consent અંગે માહિતી
ઘણા ઉમેદવારો ફોર્મ ભરતા હોય છે અને પરીક્ષા આપવા જતાં હોતા નથી. ફોર્મ વધારે ભરાવવાના કારણે મોટી સંખ્યામાં વિવિધ સ્ટાફને રોકવો પડતો હોય છે. આ કારણે જે બિન જરૂરી ખર્ચ થાય છે તે ન થાય તે માટે Consent Form ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
બિન અનામત વર્ગ (મહિલાઓ સિવાય) | 500 Rs. |
અન્ય તમામ | 250 Rs. |
પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોને આ ફી પાછી આપવામાં આવશે. Consent Form ઉમેદવારોએ તારીખ 24/03/2025 સુધીમાં ડિપોઝિટ સાથે ભરી દેવાનું રહેશે. Consent Form ભરવા માટે ઉમેદવારોએ gpsc-ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપર હોમ પેજમાં Other Application માં જઈને ભરી દેવાનું રહેશે.
GPSC ભરતીની મહત્વની લિંકસ
નોટિફિકેશન | અહિયાં ક્લિક કરો |
અરજી કરો | અહિયાં ક્લિક કરો |
વોટ્સએપમાં જોડાઓ | અહિયાં ક્લિક કરો |
ટેલિગ્રામમાં જોડાઓ | અહિયાં ક્લિક કરો |
PGSC
Yes
Yes sir